________________
તરંગલાલા
૧૩૫
ચાહ્યું, પરંતુ તેથી બચવા હું પરાણે પરાણે પગે ચાલવા લાગી. (૧૮૮૧). મારી સારસંભાળ કરતાં મારા પ્રિયતમે કહ્યું, “આપણે આતે આતે જઈએ. હે મૃગાક્ષી, તું ઘડીક આ કચિત અહીં તડાં પડેલાં લાકડાં વાળા વનપ્રદેશ તરફ દષ્ટિ કર. (૧ ૦૮૨). ગાયોની અવરજવરથી કચરાયેલાં અને આછાં વ્ર અને છાણવાળાં ગોચરો પરથી જણાય છે કે ગામ નજીકમાં જ છે, તો તું ડર તજી દે. (૧૦૮૩). એટલે હે ગૃહસ્વામિની, લોકમાતા સમી ગાયોને જોતાં મારે ડર એકદમ દૂર થયો અને મને અત્યંત પ્રસન્નતા થઈ (૧૮૮૪).
ક્ષાયક ગામમાં આગમન
ત્યાં તો અસનપુષ્પોનાં કર્ણપૂર પહેરેલાં, લાઠીથી ખેલતાં. દૂધે ચમકતા ગાલ (1) વાળા, ગોવાળના છોકરાઓ નજરે પડ્યા. (૧૯૮૫). તેમણે અમને પૂછયું, “તમે આ આડે રસ્તે ક્યાંથી આવો છો?” એટલે આર્યપુત્રે કહ્યું, ‘મિત્રો, અમે રસ્તો ભૂલ્યાં છીએ. (૧૦૮૬). આ પ્રદેશનું નામ શું છે? આ નગરનું નામ શું? કયા નામનું ગામ અહીંથી કેટલે દૂર હશે? (૧૯૮૭). તેમણે કહ્યું, “પાસેના ગામનું નામ ક્ષાયક છે. પણ અમે વધુ કશું નથી જાણતા, અમે તે અહીં જ ગલની સરહદમાં જ મોટા થયા છીએ.” (૧૦૮૮) પછી આગળ ચાલતાં ક્રમે કરીને અમે હળથી ખેડેલી ભૂમિ પાસે પહોંચ્યાં. એટલે પ્રિયતમે મને ફરીથી આ પ્રમાણે વચન કહ્યાં (૧૮૮૯), “હે વિરો, વનનાં પાંદડાં ચૂંટી લાવતી આ ગ્રામીણ યુવતીએ જે, પાંદડાને ખેળો ભરેલે હેઈને તેમનાં દઢ, રતાશ પડતાં, પુષ્ટ સાથળ ખુલ્લા દેખાય છે.' (૧ ૦૯૦). પ્રિય વચને કહેતો મારે પ્રિયતમ, મારો શેક અને પરિશ્રમ ઓછો કરવા આ તેમ જ અન્ય વસ્તુ એ મને બતાવતો જતો હતો. (૧૦૯૧).
ગામનું તળાવ
તે પછી થોડે દૂર જતાં અમે ગામના તળાવ પાસે જઈ પહોંચ્યાં. તે સ્વચ્છ જળે ભરેલું હતું, અંદર પુષ્કળ માછલી એ હતી. ચોતરફ કમળાનાં ફૂડ વિકસ્યાં હતાં. (૧૯૯૩). તે ગામના તળાવમાંથી અમે રવ, વિકસિત કમળની સુગંધવાળું પાણી ભયમુક્ત મને બે બોબે પીધું. (૧૦૯૩). હે ગૃહસ્વામિની, પછી પાણીમાં નાહીને, જળથી શીતળ બનેલા અને પવનથી વીજણો નખાતા અંગે, ભયમુક્ત બનેલાં અમે તે ગામમાં પ્રવેશ્ય. (૧૦૯૪).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org