________________
તમાલા
થાય તેમ કરવાની ઉતાવળ રાખો; પોતાના મનોરથ પૂરા થયાથી સંતુષ્ટ બનેલા માણસનું ભરણુ સફળ કહેવાય છે (૧૯૨૨). અત્યંત સંકટગ્રસ્ત પુરુષે પણ વિષાદ પામ નહીં. લે ! છોડીને ચાલી ગયેલી લક્ષ્મી ઘડીકમાં જ પાછી આવી મળે છે. (૧૦૨૩). જે વિષમ દશા ભોગવતો હોય અને જેનો પુરૂાથે નષ્ટ થયો હોય તેવા પુરુષને સહેવું પડતું દુઃખ પણ તેની પ્રિયતમાના સંગમાં સુખ બ ી જાય છે. (૧૦૨૪). "
કમફળની અનિવાર્યતા
હે ગૃહસ્વામિની, એ પ્રમાણે સાંભળીને મારો પ્રિયતમ એ ગીતના ભાવાર્થથી પ્રેરાઈને મને કહેવા લાગ્યો (૧૦૨ ૫). “હે વિશાળ નિતંબવાળી પ્રિયા, તું મારાં આ વચનો પ્રત્યે યાને આપ : હે કાળા, સુંવાળા, લાંબા કેશકલાપવાળી પ્રિયા, જેનું રહસ્ય નિગૂઢ છે તેવાં પૂર્વે કરેલાં કર્મોના પરિણામથી નાસી છૂટવું કઈ રીતે શક્ય નથી.(૧૦૨૬). ગમે ત્યાં નાસી જનાર પણ, હે પ્રિયી, કુતાંતને વશ અવશ્ય થાય છે; પ્રહારોથી સંતાવાનું કરનાર કોઈ પણ માણસ પ્રારબ્ધ કર્મફળને અટકાવી શકતો નથી. (૧૦૨૭). જે ગ્રહો અને નક્ષત્રવંદના સ્વામી અમૃતગર્ભ ચંદ્રને પણ આપત્તિ આવી પડતી હોય છે, તો પછી સામાન્ય માણસને તે કયાં શોક કરવો ? (૧૦૮). પોતે જ કરેલાં કર્મનું પરિણામ ક્ષેત્ર, દ્રવ્ય, ગુણ અને કાળ પ્રમાણે, સુખદુ:ખનાં ફળ રૂપે પ્રાપ્ત થાય છે, તેમાં બીજો કોઈ તો માત્ર નિમિત્ત બને છે. (૧૯૨૯). તો હે સુંદરી, તું વિષાદ ન ધર; આ જીવલેકમાં કોઈ કરતાં કોઈથી પણ સુખદુઃખ પાપ્તિ કરાવનારું વિધિનું વિધાન ઓળંગી શકાતું નથી.” (૧૦૩૦). આમ, હે ગૃહસ્વામિની, એ દશામાં પ્રિયતમના સમજાવટનાં વચનનો મર્મ પામીને, એ પ્રિય વચનેથી પ્રાપ્ત થયેલા અશ્વાસ કરીને મારો શોક હળવો થયો. (૧૦૩૧).
સમભાવી બંદિનીએ આગળ વીતક કથાનું વર્ણન
મારા રુદનથી ત્યાં એકઠી થયેલી બદિનીએ અત્યત ઉગ પામી. પિતાના પતિની સાથે બંધન પામેલી સ્વભાવથી ભળી(૬) મૃગલી જેવી મારી દશા હતી (?) (૧૦૩૨). મારે કરુણ વિલ ૫ સાંભળીને જેમનાં આંસુ ઉભરાઈ આવ્યાં છે તેવા તે બંદિનીઓ પોતપોતાનાં સ્વજનોને સાંભળીને કયાંય સુધી રુદન કરતી રહી. (૧૦૩૩). તેમાંની જે કેટલીક તેમના સ્વભાવગત વાત્સલ્યને લીધે સુકુમાર હૃદયવાળી હતી તે અમારા પર આવી પડેલું સંકટ જોઈને અનુકંપાથી અંગે કંપિત થતી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. (૧૦૩૪). રડેલાં ને તે બંદિનીએ પૂછવા લાગી, તમે કયાંથા, કઈ રીતે આ અનર્થના ઘર સમા ચોરના હાથમાં આવી પડયાં (૧૯૩૫) એટલે હે ગૃહસ્વામિની, તે ચક્રવાક તરીકેના ભવન સુખોપભેગ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org