________________
તરંગલાલા
એ પ્રમાણે અત્યંત વિલાપ કરતી અને પ્રિયતમને લડાઈમાં ઊતરવાથી વારતી હુ માથા પર હાથ જોડીને રડતી રડતી ચેરને કહેવા લાગી (૯૨૬), “ તમારી ઇચ્છા મુજબ મારા શરીર પરથી બધી જ મૂલ્યવાન ચીજો તમે લઈ લો. પણ હું વિનવું છું કે આ ગભરુને તમે હણશો નહીં.' (૯૨૭).
લુટારાનાં અદી બન્યાં
ત્યાં તો પાંખો કાપી નાખીને જેમના આકાશગમનને અંત આણ્યો છે તેવાં પંખી સમાં દુઃખીદુ;ખી અને નાસી છૂટવાને અશક્ત એવાં અમને ચોરોએ પકડવાં. (૯૨૮). બીજા કેટલાક ચોરોએ આ પહેલાં નાનો અને તેમાંના ઘરેણુંના દાબડાને કબજો લીધો; તો ચીસો પાડીને રડતી મને બીજા કેટલાકે ધકેલીને પાડી દીધી. (૯૨૯). બીજા કેટલાકે મારા કહયા પ્રમાણે કરતા મારા પ્રિયતમને પકડયો.જાણે કે મંત્રબળનો પ્રતિકાર ન કરી શકતે વિષભર્યો નાગ. (૯૩૦). એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, અમને બંનેને ભાગીરથીના પુલિન પર ચેરાએ પકડ્યાં અને અમારે રત્નનો દાબડે પણ લઈ લીધો. (૯૩૧ ). હે ગૃહરવામિની, હાથનાં કંકણ સિવાયનાં મારાં બધાં ઘરેણું તેઓએ લઈ લીધાં...........(૯૩૨). મારે પ્રિયતમ મને ફૂલ ચૂંટી લીધેલી લતાના જેવી શોભાહીન થયેલી જોઈને ડબકબક આંસુ સારતો મૂંગું રુદન કરવા લાગ્યો. (૯૩૩). લૂંટાયેલા ભંડાર સમા અને કમળ વિનાના કમળસરોવર સમા શ્રીહીન મારા પ્રિયતમને જોઈને હું પણ દુખે રડી રહી. (૯૩૪). મોટે અવાજે રડતી મને નિષ્ફર ચેરીએ ધમકાવી, “દાસી, ગોકીરે કર મા, નહિતર આ છોકરાને અમે મારી નાખશું.” (૯૩૫). એવું કહ્યું એટલે હું પ્રિયતમનું પ્રાણરક્ષણ કરવા તેને ભેટીને રહી અને ડૂસકાં ભરતી, ધ્રુજતા હૃદયે મૂંગું રુદન કરવા લાગી. (૯૩૬). આંસુથી મારો અધરેષ્ઠ ચીકટ બની ગયે; નયનરૂપી મે વડે હું મારા પયોધરરૂપી ડુંગરોને નવડાવી રહી. ( ૯૩૭). હે ગૃહસ્વામિની, ચેરેની ટોળકીને સરદાર ત્યાં લાવી મૂકેલે દાબડો જોઈને રાજી રાજી થઈ ગયો અને પોતાના સુભટોને કહેવા લાગે (૯૭૮), “એક આખો મહેલ લૂંટ હોત તો પણ આટલે માલ ન મળત. ઘણું દિવસે નિરાંતે જુગાર ખેલીશું અને આપણી મનમાનીતીઓના કોડ પૂરીશું (!)' (૯૩૯-૯૪૦). એ પ્રમાણે મસલત કરીને એ ચોર નદીકાંઠેથી ઊતરીને, અમારા બન્ને ઉપર ચકી રાખતા, દક્ષિણ તરફ ચાલતા થયા (૯૪૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org