________________
તરગલાલા
916
મારા પ્રિયતમના રૂપને કારણે, વિશાળ અને શ્વેત આંખેાવાળી ચારસ્ત્રીઓના પ્રાણ માત્ર તેમની આંખેામાં આવીને વસ્યા (?) (૯૫૮). તરુણીઓ (?) વિલાસયુક્ત અંગવિક્ષેપ રૂપી અનેક કામવિકાર દર્શાવતી, પસાર થઈ રહેલા મારા પ્રિયતમ પ્રત્યે કાટાક્ષપાત કરતી હતી. (૯૫૯). તેમને કામવિકારથી ત્યાં હસી રહેલી જોઈને તે વેળા મારા ચિત્તમાં રોક અને ઈર્ષ્યાયુક્ત રાષાગ્નિ સળગી ઊઠ્યો. (૯૬૦),
અંદી બનાવેલા મા તે પ્રિયતમને મારી સાથે ત્યાં પ્રવેશ કરતા જોતા જે ત કેટલીક બંદિનીએ તેને પુત્ર સમેા ગણીને શેક કરતી રાવા લાગી (૯૬૧), દેવ સમા સુદર અને નયનને અમૃત સમે। તું અમારા હૃદયચેર છે. તુ’ મુક્ત ય', એ પ્રમાણે કેટલીક બંદેનીએ મારા પ્રિયતમને ઉદ્દેશીને કહેવા લાગી. (૯૬૨) તેા બીજી કેટલીક બાંદિનીએ રડતી, ધા નાખતી કહેવા લાગી, હું પુત્ર, તારી પત્ની સહિત તું મુક્ત થશે'. (૯૬૩). તેનાં વિસ્મયકારક રૂપ અને ગુણથી પ્રગટેલી કામવૃત્તિથી વ્યાકુળ બનેલી કાઈક સ્ત્રી પેાતાની કિટમેખલાના રણકારથી જાણે કે મારા પ્રિયતમને નિમંત્રણુ આપી રહી. (૯૬૪).
આ અપ્સરાસની બાઈ તે
વળી મને ત્યાં જોઈને કેટલાક છેલબટાઉ જુવાનિયાએ આનંદની કિલકારી કરતાં કહેવા લાગ્યા, આ બાઈનાં શાં રૂપરંગ તે રસભર્યુ લાવણ્ય છે !' (૯૬૫). તેા કેટલાક મને વખાણતાં એકબીજાને બતાવતા હતા, બચ્ચાએ તા જુએ! (૯૬૬). સ્તનયુગલ રૂપી પુષ્પગુચ્છ અને હાથ રૂપી પલ્લવવાળી અને પ્રિયરૂપી મધુકર વડે ભાગવાયેલી આ સ્ત્રી રૂપી અશે।કલતાને જુએ. (૯૬૭). સ્તનયુગલ રૂપી ચક્રવાક, કટિમેખલારૂપી હંસશ્રેણી, નયનરૂપી મત્સ્ય અને વિસ્તી કટિરૂપી પુલિન વાળી આ યુવતી રૂપી નદીને જુએ. (૯૬૮). અત્યંત રુદન કરવાથી લાલચોળ થયેલું તેનું સહજસુંદર વદન, સંધ્યાની લાલ ઝાંયથી રંગિત શરદપૂર્ણિમાના ચંદ્ર સમુ શાભી રહ્યું છે. (૯૬૯). બધા અવસ્થાંતામાં સુંદર અને સશ્રીક દીસતા તેના રૂપને લીધે તે કમળરહિત હાથવાળી ભગવતી લક્ષ્મી સમી શાભે છે. (૯૭૦). તેના કેશ મણ છે, નેત્ર કાળાં છે, દાંત નિર્માળ છે, સ્તન ગેાળાકાર છે, સાથળ પુષ્ટ છે અને ચરણુ સપ્રમાણ છે.’ (૯૭૧) કેટલાક ચેારા કહેતા હતા, આપણે આને જોઈ ને ધન્ય થઈ ગયા ઃ શણગાર સજવાની તૈયારી કરતી દેવાંગના રંભા આવી જ હશે. (૯૭ર'. આ ત ંભને સ્પર્શી કરે તેા તેને પણ ચલિત કરી દે, ઋષિઓના ચિત્તને પશુ ચંચળ બનાવી દે; ન્દ્ર તેની એક હજાર આંખથીપણુ આને જોતાં ન ધરાય’.(૯૭૩).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org