________________
તરંગલાલા
ઉદ્યાનદશન
બે જણીઓ સહિત હું પણ ગાડીમાંથી ઊતરી, અને બીજી મહિલાઓની સાથે મેં એ સુંદર ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. (૨૨૬). ઉદ્યાનનાં કોટ તથા દ્વાર ઉત્તુંગ અને વેત હતાં. પુષિત તરુવરોથી તે ભરચક હતું. નંદનવનમાં અપસરાઓ વિહરે તેમ તે ઉદ્યાનમાં મહિલાઓ વિહરવા લાગી. (૨૨૭). તે ઉપવનને નીરખતાં નીરખતાં તેઓ પર્ણ ગુચ્છોથી સભર સૌદર્યધામ સમાં વૃક્ષોના પુષ્પગુચ્છો ચૂંટવા લાગી. (૨૨૮). એટલામાં અમ્માએ કહ્યું, “ચાલે, ચાલો, આપણે સપ્તપર્ણને જોઈએ; કુંવરીએ એના ફૂલ પરથી સૂચવ્યું હતું ને, કે સરોવરને કાંઠે એ હોવો જોઈએ.” (૨૨૯). એટલે એ યુવતી સમુદાય અમ્માને અનુસરતો મસૃણ ગતિએ આગળ વધ્યો, અને પેલા સપ્તપર્ણ વૃક્ષને તેણે જોયું. (૨૩૦). હું પણ પણ ધાત્રી અને સારસિકા ચેટીના સંગાથમાં, સેંકડો દર્શનીય, નયનમોહક અને મનમોહક વસ્તુઓમાં લે ભાતી, એ સોહામણું ઉદ્યાનને નિહાળવા લાગી-શરદઋતુએ તેના ગુણસર્વસ્વથી ત્યાં અવતરણ કર્યું હોઈ, તથા અનેકવિધ ઉત્તમ પુથી દર્યસમૃદ્ધ બનેલું હોઈને તે ઉઘાન સર્વ પ્રેક્ષકોને માટે નયનરમણીય બન્યું હતું. (૨૩૧-૨૩૨). હજારો પંખીઓનો શ્રવણસુખદ કલરવ સાંભળતી હું પુષ્પપરાગથી રંજન મધુકરી સમી ભ્રમણ કરી રહી. (૨૩૩). ત્યાં વર્ષાઋતુ વીતતાં, શરદના આગમને પિચ્છકલાપ ખરી પડ્યો હોવાથી મદવિહોણા બની ગયેલ મયૂર, જિતાયેલા જુગારી સમો, (મારી દૃષ્ટિએ પડશે). (૨૩૪). ત્યાંના કદલીગૃહો, તાડગૃહો, ચિત્રગૃહ, લાવણ્યગ્રહો (?), ધારાગૃહે, અને કેલિગ્રહો મેં જોયાં. (ર૩૫). તે ઉદ્યાન સપ્તપર્ણોને લીધે જાણે કે ધૂંધવાતું હતું, અશોકવૃક્ષોથી જાણે કે સળગી રહ્યું હતું, પુપિત બાણવૃક્ષો વડે જાણે કે આગંતુકોને નિહાળી રહ્યું હતું. (૨૩૬). સપ્તપણ - એ પછી મેં પેલો સર્વાંગસુંદર સપ્તપર્ણ જોયો: મોટા ભાગનાં પાન ખરી પડેલો, સર્વત્ર છવાઈ ગયેલાં પુષ્પના ભારે લચતો, પુષ્પગુચ્છથી ત ત બની ગયેલ, અને ગુંજતી મધુકરમાળા વડે સજજ-જાણે કે નીલે૫લની માળા ધારણ કરેલ બલદેવ. (૨૩૭૨૭૮), પવનથી ખરી પડીને નીચેની ભયને મંડિત કરતી તેની પેશીઓને દહીંભાત સમજીને કાગડાઓ તરફથી ચાંચ વડે ખેતરતા હતા (૨૩૯). મેં પત્રપુટમાં વીંટળાયેલો, મારા પુષ્ટ સ્તન જેવડે, રૂપાના ચત્તા કોશ સમો (?) તેને એક પુષ્પગુચ્છ ચૂંટવો. (૨૪૦).
ભ્રમરઆધા
એટલામાં તો મધુમત્ત બમરો, કમળના લોભે, કમળના જેવા જ સુગંધી મારા મુખકમળની પાસે આવી લાગ્યા. (૨૪૧). મનહર ઝંકારના મધુર, સુખદ સ્વરને લીધે અનંગશર
ભ્રમર. ગુજન કરતા, મારા વદન ઉપર, કમળની ભ્રાંતિથી ઊતરી આવ્યા. (૨૪૨)
વરને શોધ અને ગટર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org