________________
તરંગલોલા
તેણે કહ્યું, “ચિત્રપટ્ટને જોઈને મારા હૃદયમાં, પૂર્વજન્મને ઊંડા અનુરાગને લીધે એકાએક શેક ઉદ્દભ. (૭૨૬). એટલે આખી રાતના બ્રમણ પછી પ્રિય મિત્રો સાથે પાછી ફરેલા મેં ઉત્સવ પૂરો થતાં ઈદ્રવજ તૂટી પડે તેમ, પથારીમાં પડતું મૂકવું. (૭૨૭). ઊના નિ:શ્વાસ નાખત, અસડાય. શૂન્યમનસ્ક બનીને હું મદનથી લેવાતો જળમાંના ભાગ્લાની જેમ, પથારીમાં પડ્યો હતો. (૭૨૮). આડું જોઈ રહેતો, ભ્રમર ઉલાળીને બકવાસ કરતે, ઘડીકમાં હસતો તો ઘડીકમાં ગાતો હું ફરી ફરીને રુદન કરતો હતો. (૭૨૯). મને કામથી અતિશય પીડિત અંગવાળા, નખાઈ ગયેલો જોઈને મારા વહાલા મિત્રોએ લજજા તજી દઈને મારી માતાને વિનંતી કરી (૭૩૦): “જે શ્રેષ્ઠીની પુત્રી તરંગવતીનું ગમે તેમ કરીને તમે માણું નહીં કરે તો પદ્યદેવ પહેલેકનો પણ બનશે.” (૭૩૧). એટલે, પછી મેં જાણ્યું કે આ વાત મારી અમ્મા પાસેથી જાણીને બાપુજી શ્રેષ્ઠીની પાસે ગયા, પણ તેણે મારું અમાન્ય કર્યું. (૭૩૨). અમ્માએ અને બાપુજીએ મને સમજાવ્યું, બેટા, એ કન્યા અપ્રાપ્ય હોઈને તેના સિવાયની કોઈ પણ કન્યા તને ગમતી હોય તેનું માથું અમે નાખીએ.” (૭૩૩). પ્રણમપૂર્વક તેમને આદર કરી, ભૂમિ પર લલાટ ટેકવી, અંજલિપુટ રચીને, લજજાથી નમેલા મુખે મેં વિનય કર્યો (૭૩૪): ‘તમે જેમ આજ્ઞા કરશો તે પ્રમાણે હું કરીશ. એના વિના શું અટક્યું છે ” એ પ્રમાણે કહીને મેં વડીલોને નિશ્ચિંત કર્યા, અને પરિણામે તેઓ શોકમુક્ત થયા. (૭૩૫). એમનાં એ વચને સાંભળ્યા પછી, હે સુંદરી, મરવાનો નિશ્ચય કરીને હું રાત્રી થવાની પ્રતીક્ષા કરી રહ્યો. તેના સમાગમની આશા ન રહી હાઈને વિચાર્યું, “ઘણું લોકો ઉપસ્થિત હોવાથી દિવસે મૃત્યુ ભેટવા આડે મને વિન આવશે; માટે રાત્રે સૌ લોકેાના સૂઈ ગયા પછી હું જે કરી શકીશ તે કરીશ.' (૩૬૭૩૭). એ પ્રમાણે મનથી પાકું કરીને હું આકારનું સંવરણ કરીને રહ્યો. જીવવા બાબત હું નિઃસ્પૃહ બન્યો હતો, મરવા માટે સંનદ્ધ થયું હતું. (૭૩૮). પિતાજીના પરિભવ અને અપમાનથી મારું વીરચિત અભિમાન ઘવાયું હતું અને વડીલ પ્રત્યેનો આદર અને ભક્તિને કારણે હવે મારે ધર્મ શું છે તે હું સમજ્યો હતો (?) (૭૩૯).
તેવામાં તું આ આવાસમાં પ્રિયતમાના વચનને—હૃદયને ઉત્સવ સમા અને મારા જીવતર માટે મહામૂલી અમૃત સમાં વચનોન—ઉપહાર લઈને આવી પહોંચી. (૭૪૦). તેનાં કણુ વચનો સાંભળીને, મારું ચિત્ત શક અને વિષાદથી ભરાઈ આવ્યું છે અને આંખો આંસુથી ક્લકાઈ ગઈ છે, જેથી કરીને હું તેનો પત્ર બરાબર વાંચી પણ શકતો નથી (૭૪૧).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org