________________
તરંગલાલા
૧૦૯
વાણી મારા કંઠમાં જ અટવાતી હતી; રતિની ઉત્સુકતાને લીધે મારું હૃદય ધડકધડક થતું હત; મારા મનોરથ પૂરા થવાનાં મંડાણ થતાં હાઈને કામદેવે મને ઉત્તેજિત કરી મૂકી હતી. (૮૭૭).
તરંગવતીની આશંકા
દેહાકૃતિએ પ્રસન્ન અને અંગે પુલકિત બનેલી હું નાવના તળિયાને પગથી ખોતરતી પ્રિયતમને કહેવા લાગી (૮૭૮), હે નાથ, હું પોતે અત્યારે તને કંઈ દેવતાને કરતી હોઉં તેમ નિવેદન કરી રહી છું : હું હવે તારા સુખદુઃખની ભાગીદાર ભાર્યા છે. (૮૭૯). તારે ખાતર મારા પિયરને મેં તર્યું છે તો મારો તું ત્યાગ ન કરજે. તું જ મારો ભર્તા અને બાંધવા હાઈને તારા હાથેથી મારે ત્યાગ ન કરીશ. (૮૮૦). હે પ્રિય. હું તારામાં પ્રેમરક્ત હેઈને મને માત્ર તારાં વેણ સાંભળવા મળશે તે નિરાહાર રહીને પણ દીર્ઘકાળ સુધી મારો દેહ ટકાવી રાખી શકીશ. (૮૮૧). પરંતુ તારા વિના, હૃદયને સુખકર એવાં તારાં વેણથી વંચિત બનતાં એક ઘડી પણ હું ધીરજ નહીં ધરી શકું.' (૮૮૨). હે ગૃહસ્વામિની, એ પ્રમાણે ભાવી સુખનો મનથી વિચાર કરીને, અને મનુષ્યનાં ચિત્ત ચંચળ હોવાનું માનીને મેં તેને કહ્યું. (૮૮૩).
આશકાનું નિવારણ
એટલે તે બે, “પ્રિયે, તું તારા પિયર માટે ચિંતિત અને ઉકંઠિત થઈશ નહીં. હે વિશાળનેત્રે, હું તારું સહેજ પણ અહિત નહી કરું. (૮૮૪). નાવ શરદઋતુના વેગીલા નદીપ્રવાહને લીધે ચપળ ગતિએ, ધીમી પડયા વિના ચાલે છે અને અનુકૂળ પવનથી ધકેલાતાં તે ઝડપથી ધસી રહી છે. (૮૮૫). હે સુંદરી, હે વિશાળનેત્રે, થોડી વારમાં જ આપણે
વેત પ્રાસાદે વડે શોભતી, સમૃદ્ધ અને પ્રશસ્ય કામંદીનગરી પહોંચીશું. ( ૮૮૬ ). ત્યાં મારી ફઈ રહે છે. તેના શ્રેષ્ઠ મહાલયમાં તે નિશ્ચિંતપણે, સ્વર્ગમાં અપ્સરાની જેમ, રમણ કરજે. (૮૮૩). તું મારી સુખની ખાણ છે, દુ:ખનાશિની છે, મારા ઘર પરિવારની ગૃહિણું છે. એ પ્રમાણે પ્રિયતમે મને કહ્યું. (૮૮૮).
ગાંધર્વ વિવાહ
એ પછી તેણે ચક્રવાકના ભવને પ્રણય સાંભરી આવતાં તેથી ઉરોજિત બનીને મને તેના ભુજપંજરમાં ભીડી દીધી, (૮૮૯). પ્રિયતમના સ્પર્શના એ રસપાનથી મને એવી શાતા વળી, જેવી ગ્રીષ્મના તાપે સતત ધરતીને વર્ષોથી ટાઢક વળે. (૮૯૦). તેણે મને ગાઢ આલિંગન દીધું અને છતાં પણ મારા સ્તન પુષ્ટ હોવાથી તેના ઉરમાં મારું ઉર નિરંતર અને પૂરેપૂરું લીન ન થઈ શક્યું. (૮૯૧). અમે ગાંધર્વ વિવાહવિધિથી ગુપ્ત વિવાહ કર્યો, જે માનવીય સુખના સુધાપ્રવાહ સમો હતા. (૮૯૨). પિતપોતાના દેવને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org