________________
તરંગલાલા પ્રણામ કરીને.......યૌવનની વર્ગ પ્રાપ્તિ સમું તેણે મારું પાણિગ્રહણ કર્યું.(૮૯૩-૮૯૪). વિરહીઓની જેમ અતૃપ્ત પ્યાસવાળાં, કયાંય સુધી પરસ્પરને નિહાળીને અમે પરિતોષ પામ્યાં અને હે ગૃહસ્વામિની, માનવીય રતિસુબેનું કલ્યાણ પામ્યાં. (૮૯૫). ભાગીથીમાં ક્રમે ક્રમે તે નાવમાં વહન કરતાં, ચક્રવાક સમાં અમે માનવચક્રવાકે રમી રહ્યાં. (૮૯૬)
પ્રભાતકાળ
તેટલામાં ચંદ્રરૂપી તિલકે શોભતી, સ્નારૂપી અત્યંત ઝીણું, શ્રત દુકૂલ ધરતી, તારાઓના હારવાળી રાત્રી યુવતી વિદાય થઈ. (૮૯૭). ચાર પ્રહરરૂપી તરંગે જેના શરીરને ધકેલતા હતા, તે ચંદ્રરૂપી હંસ ગગનરૂપી સરોવરમાં તરતો તરતો પૂર્વ કાંઠેથી પશ્ચિમ કાંઠે પહોંચ્યો. (૮૯). જાગી જઈને પ્રભાતકાળે મુખર બનેલા હંસ, સારસ, કારંવ, ચક્રવાક અને ટીટોડા જાણે કે મંગળપાઠ કરી રહ્યા હતા (8). (૮૯). એટલામાં તે અંધકારનો શત્રુ, દિનચર્યાને સાક્ષી, ગગનાંગણની અગનજ્યોત અને છવલોકને આલેક એવો સૂર્ય ઊગે. (૯૦૦), ચક્રવાક પક્ષીના શબ્દ પૂર્ણ અને તૃપ્ત મનોરથ વાળા અમે પણ ભાગીરથીના પ્રવાહના વેગે ઘણે દૂર ગયા. (૯૦૧) એટલે પ્રિયતમે મને કહ્યું, “હે પૃથુશ્રોણિ, હવે મોટું લેવાનો સમય થઈ ગયો છે; સૂર્યનો ઉદય થતાં રતિપ્રસંગ કરવો યોગ્ય નથી ગણાતો. (૯૦૨). હે બાલા, જમણા કાંઠે જે શંખના ટુકડા જે ભવેત રેતાળ પ્રદેશ છે ત્યાં આપણે જઈએ, અને સુંદરી, ત્યાં આપણે સુખે રમણ કરીએ.” (૯૦૩).
ઉતરાણઃ લુંટારાની ટોળીના સકંજામાં
એ પછી પ્રિયતમ અવકનયંત્રનો ઉપયોગ કરીને, કુશળતાથી ગતિનું નિયંત્રણ કરીને, નાવને તે તરફ દોરી. (૯૦ ૪). રતિવ્યાયામથી થાકેલાં અમે કશી બાધા વિના ગંગાના ધળી રેતીવાળા પુલિન ઉપર નિઃશંકપણે ઊતર્યા. (૯૦૫). ત્યાંનાં રમણીય અને પ્રશસ્ત સ્થળો એકબીજાને દેખાડતાં, કશા ભયનું ભાન ન હોવાથી વિશ્વસ્ત એવાં અમને એકાએક ચોરોએ જોયાં. (૯૦૬). ગંગાકાંઠેની ઝાડીમાંથી ધસી આવેલા, માથે ફટકા બાંધેલા, જમપુરુષ જેવા ક્રોધી, કઠેર ને કાળા ચોરોએ અમને ઘેરી લીધાં.(૯૦૭). પ્રિયતમને ભેટી પડીને ડરને લીધે મોટેથી ને ફાટેલે સાદે રડતાં મેં કહ્યું, ‘પ્રિયતમ, આવી પડેલી આ આપત્તિમાં, કહે હવે શું કરીશું ?' (૯૦૮). એટલે પ્રિયતમે કહ્યું, “સુંદરી,,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org