________________
તરંગલાલા તો પછી તું અપયશ થાય તેવું કરવાનું માંડી વાળ. વડીલને પ્રસન્ન કરીને તું તેને મેળવી શકીશ . (૭૯૧). પરંતુ સ્ત્રીસહજ અવિચારિતા અને અવિવેકને લીધે તથા કામવેમથી પ્રેરાઈને હું ફરીથી ચેટી પ્રત્યે બેલી (૭૯૨), “જગતમાં જે સાહસિક ઉત્સાહથી ચોક્કસ સંકલ્પ કરીને, નિંદાના દોષને અવગણીને નિઃશંક બને છે તે જ અમાપ લક્ષ્મી તત્કાળ પ્રાપ્ત કરતો હોય છે. (૭૯૩) જેની કઠિનતાને કારણે પ્રવૃત્તિ રૂંધાઈ જાય તેવું ભગીરથ કામ પણ શરૂ કરી દઈએ એટલે હળવું બની જતું હોય છે. (૭૯૪). પ્રિયતમના દર્શન માટે આતુર બનેલી મને જો તું તેની પાસે નહીં લઈ જાય, તો કામબાણથી હણાયેલી હું હમણાં જ તારી સમક્ષ મૃત્યુ પામીશ. (૭૯૫). માટે તું વિલંબ ન કર, મને પ્રિયતમની સમીપ લઈ જા. જે તું મને મરેલી જેવા ઇછતી ન હો તે આ ન કરવાનું કામ પણ કર.” (૭૯૬). આ પ્રમાણે મેં કહ્યું, એટલે તે ચેટીએ ઘણી આનાકાનીથી, મારા પ્રાણરક્ષણને ખાતર પ્રિયતમના આવાસે જવાનું સ્વીકાર્યું. (૩૯૭).
પ્રિય મિલન માટે પ્રયાણ
એટલે આનંદિત મને મેં કામદેવના ધનુષ્ય સમા, આર્કષણના સાધનરૂપ, સૌંદર્યનાં સાધક શણગાર જલદી જલદી સજ્યા. (૭૯૮). મારાં નેત્રો ક્યારનાયે પિતાની શ્રીનું દર્શન કરવાને તલસી રહ્યાં હતાં. પ્રિયતમને જેવા જવાનું મારું હૃદય અત્યંત ઉત્સુકતા અનુભવી રહ્યું રતું (૨) (૭૯૯). એટલે હું દૂતીએ વિગતે વર્ણવેલા પ્રિયતમના આવાસે પહેલાં હૃદયથી તો તે જ ક્ષણે પહોંચી ગઈ અને પછી પગથી જવા ઊપડી. (૮૦).
રત્નમેખલા તથા જધા પર નપુર ધારણ કરીને, રૂમઝુમતા ચરણે (૨), પૂજતાં ગાવે, એકબીજાને હાથ પકડીને અમે બંને બાજુના દરવાજેથી બહાર નીકળી, અને વાહને અને લોકોની ભીડવાળા રાજમાર્ગ પર ઊતરી. (૮ ૦૧-૮૦૨). અનેક બજાર, પ્રેક્ષાગૃહ ને નાટયશાળાઓથી ભરચક, સ્વર્ગના વૈભવનું અનુકરણ કરતા, કૌશાંબીના રાજમાર્ગ પર અમે આગળ વધી રહ્યાં. (૮૦૩). અનેક ઉત્તમ અને સુંદર વસ્તુઓ દર્શનીય હોવા છતાં હું પ્રિયતમના દર્શન માટે અત્યંત આતુર હોવાથી મારું ચિત્ત તેમાં ચેટવું નહીં. (૮૦૪). આજે દીર્ઘ કાળે પ્રિયતમનાં દર્શન થશે એના ઉમંગમાં હે ગૃહસ્વામિની, ચેટી સાથે જઈ રહેલી મેં થાકને ન ગણ્યો. (૮૦૫). ઝડપથી દોડાદોડ જતી, ભીડનેક રણે વેગ ધીમો કરતી, અમે મહામુશ્કેલીએ, ભરાયેલા શ્વાસે પ્રિયતમના આવાસે પહોંચી. ( ૮૦૬ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org