________________
તર મલાલા
૯૭
જોડીને મને ફરીથી કહ્યું, · હે સ્વામિની, મારી વિનંતી તું સાંભળ કે ઉત્તમ પુરુષ કેમ વર્તે છે. (૭૫). કુલીન અને જ્ઞાનસંપન્ન હોવા છતાં જેઓ અનુચિત વનને વારતા નથી તેમને લાકામાં ઉપહાસ થાય છે (૭૬). જેમ યેાગ્ય ઉપાય વિના ગાય દોહનારને દૂધ મળતુ નથી, તેમ જગતમાં અન્ય કાંઈ પણ યેાગ્ય ઉપાય વિના પ્રાપ્ત થતું નથી. (૭૭). જે કામેા પૂરા વિચાર કર્યા વિના, ઉતાવળે, યેાગ્ય ઉપાય વિના શરૂ કરાય છે તે પૂરાં થાય તે પણ કશું પરિણામ લાવતાં નથી. (૭૭૮). જ્યારે યેાગ્ય ઉપાય અનુસાર શરૂ કરેલાં કામે પાર ન પડે તેા પણ લેકે તે કરનારની ટીકા કરતા નથી. (૭૯). તીક્ષ્ણ કામબાણને! પ્રહાર . થવાથી પીડિત બનેલા તે ધીર પુરુષ સટમાં હાવા છતાં, પેાતાના કુળ અને વંશનેા અપયશ થવાના ડરે સન્મા` નથી છોડવા માગતા. (૭૮૦).
તર ગવતીની કામાતા
એ પ્રમાણે ચેટીની સાથે તેની વાતા કરવામાં રચ્યાપચ્યા ચિત્તે મને ખબર ન પડી કે કમળાને જગાડનારા સૂર્યને! કયારે અસ્ત થયેા. (૭૮૧). એટલે પછી, હે ગૃહસ્વામિની, હું જેમતેમ નહાઈ લઈ, જમીને ચેટી તથા ધાત્રી અને પરિજને સાથે અગાસી પર ચડી ગઈ. (૭૮૨) ત્યાં ઉત્તમ શયન તે આસન પર આરામ કરતી, પ્રિયતમની વાર્તાથી મનને બહેલાવતી હું રાત્રીના પહેલા પહેારની પ્રતીક્ષા કરી રહી. (૭૮૩), ત્યાં તે ચંદ્ર રૂપી રવૈયા શરદઋતુના સૌ યે મંડિત ગગનરૂપી ગાગરમાં ઊતરીને તેમાં રાખેલા જ્યેાસ્નારૂપી મહીંનું મંથન કરવા લાગ્યા. (૭૮૪). તે જોઈ તે મારા ચિત્તમાં વધુ ગાઢ અને દુઃસહુ વિષાદ છવાઈ ગયા અને કરવત સમેા તીવ્ર કામ મને પીડવા લાગ્યા. (૭૮૫),
પદ્મદેવને મળવા જવાને નિણૅય
કામવિવશ અને દુ:ખાત` અવસ્થાને લીધે હું શરીરે ભારે વ્યાકુળતા અનુભવી રહી અને મેં મારી સખીને કહ્યું, ‘સખી, આ વિત‘તી વડે હું તારી પાસે પ્રાણભિક્ષા યાચુ છું. (૭૮૬). હુ' ખરું કહું છું, બહેન, કુમુદબંધુ ચદ્ર વડે અત્યંત પ્રબળ બનેલેા વેરી કામદેવ નિષ્કારણુ મને પીડી રહ્યો છે. (૭૮૭), તેની શત્રુતાને કારણે, હે દૂતી, તારાં મીઠાં વચનેથી પણ મારું હૃદય, પવનથી પટાતા સમુદ્રજળની જેમ, સ્વસ્થ નથી થતું. (૭૮૮). તા, સારસિકા, કામે જેનું ચારિત્ર્ય નષ્ટ કર્યું છે તેવી મને અસતીને, તેના દર્શનની પ્યાસીને જલદી પ્રિયતમને આવાસે લઈ જા'. (૭૮૯). એટલે ચેટીએ મને કહ્યું,
"
તારી યશસ્વી કુલપરંપરાનું તારે જતન કરવુ' ધટે છે; તું આવું દુઃસાહૂસ ન કર, તે તેની ઉપહાસપાત્ર ન બન. (૭૯૦). તે તારે સ્વાધીન છે; તેણે તને જીવતદાન દીધું જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org