________________
Se
તરંગલા સારસિકાના વૃત્તાંતની સમાપ્તિ
તે પછી તેને વીંટી વળીને તેઓ ઘર તરફ જવા ઊપડવ્યા. તેનું કુળ ચક્કસ જાણવા માટે હું પણ તેની પાછળ પાછળ ગઈ. (૬૨૧). તે પોતાના મિત્રો સાથે એક ઊંચા, વિશાળ, પૃથ્વી પર રહેલા ઉત્તમ વિમાન સમા, સર્વોત્તમ પ્રાસાદમાં પ્રવેશ્યો. (૬૨૨). ત્યાં તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ ક્રમે કરીને બરાબર જાણું લઈને, મારું કામ પાર પડતાં હું ત્યાંથી સવર પાછી ફરી. (૬૨૩). આકાશની કાર પરના પ્રદેશમાંથી ગ્રહ, તારા અને નક્ષત્ર અદશ્ય થતાં તે ચૂંટી લીધેલાં કમળવાળા ને સુકાઈ ગયેલા તળાવ સમું લાગતું હતું. (૬૨૪). બંધુજીવક, જાસૂદ અને કેસુડાના જેવા વર્ણને, જીવલોકનો..... આકાશને અશ્વ, સૂરજ ઊગે. (૬૨૫). હું પણ તને પ્રિય સમાચાર પહોંચાડવા ઉત્સુક બનીને અહીં આવી પહોંચી. સુંદરી, અત્યારે સૂર્ય ચારેય દિશાઓને સોનેરી બનાવી દીધી છે. (૬૨ ૬). આ પ્રમાણે મેં જે રીતે તેનું પ્રત્યક્ષ દર્શન કર્યું તે તને કહ્યું. સુંદરી, તું મારા કહેવામાં વિશ્વાસ રાખજે, હું તારા ચરણની કૃપાના સોગંદ ખાઉં છું'. (૬૨૭).
ચેટીએ વાત પૂરી કે તરત જ મેં તેને કહ્યું, “તું મને તેના પિતા, માતા અને જ્ઞાતિનું નામ કહે, (૬૨૮). એટલે, સારસિકા બેલી, સુંદરી, સ્વામિની, એ બાલચંદ્ર સમો પ્રિયદર્શન તરુણ જેને પુત્ર છે તે ઉન્નત કુલ, શીલ અને ગુણોવાળા સાર્થવાહનું નામ ધનદેવ છે, પોતાની વેપારી પ્રવૃત્તિથી તેણે સમસ્ત સાગરને નિઃસાર બનાવ્યું છે, પૃથ્વીને રત્નરહિત કરી છે. હિમાલયમાં માત્ર પથ્થરો જ બાકી રાખ્યા છે; તેણે કરાવેલાં સભા, પરબ, આરામ, તળાવ, વાવ અને કૂવાઓથી આખા દેશની તથા પરદેશની ભૂમિનાં ગામો શેભે છે. તે સાગરની મેખલાવાળી સમસ્ત પૃથ્વીમાં ભ્રમણ કરે છે. (૬૨૯-૬૩૨). શત્રુ એના બાધક, પોતાના કુળના યશવર્ધક, વિવિધ ગુણના ધારક, શુરવીર સાર્થવાહને તે પુત્ર છે.' (૬૩૩). સુંદરી, રૂપમાં કામદેવ સમા.......... જેવા નિત્ય સુંદર તે તરુણનું નામ પદ્યદેવ છે........... (૬૩). હું ચેટીના વદનકમળની સામે જોઈ જ રહી, પ્રેમની પ્યાસી એવી મેં તેના તે વચનામૃતને મારા કર્ણ પુટ વડે પીધું. (૬૩૫). મેં સારસિકાને કહ્યું, તારા ધન્ય ભાગ્ય કે તે મારા પ્રિયતમને જોયો અને તેની વાણી સાંભળી. (૬૩૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org