________________
તરંગાલા
૭
ચિત્રકારની ઓળખ
એ પ્રમાણે સાંભળીને, હે સુંદરી, હું ચિત્રપટની પાસે સરકી ગઈ, જેથી તેઓ જે કાંઈ પૂછવા આવે, તો હું તેમને કહું. (૬૪). દીવાને સકાવાના કામમાં રોકાયેલી હોઉ તે રીતે હું પૂછગાછ કરવા આવનારનું ધ્યાન રાખતી બેઠી હતી. (૬૦૬). એટલામાં વ્યાકુળ દષ્ટિવાળો તેમાંને એક જણ આવી પહોંચ્યો અને તેણે મને પૂછયું, “ આ ચિત્રપટ્ટ આલેખીને આખી નગરીને કોણે વિસ્મિત કરી છે?” (૬૦૫). મેં તેને કહ્યું, “ ભદ્ર, એનું આલેખન શ્રેષ્ઠીની કન્યા તરંગવતીએ કર્યું છે. તેણે અમુક આશયને અનુરૂપ ચિત્ર કર્યું છે. એ કલ્પિત નથી.” (૬૦૬). એ પ્રમાણે ચિત્રના ખરા મર્મની જાણ મેળવીને તે જ્યાં તારા પ્રિયતમ હતો ત્યાં પાછો આવ્યો. (૬૦૭). હું પણ તેની પાછળ પાછળ ગઈ અને એક બાજુ રહીને એક ચિત્તે તેમનાં વચન સાંભળવા લાગી. (૬ ૦૮).
એટલે પેલે તરુણ ત્યાં જઈને હસતો હસતે ઉપહાસના સ્વરમાં બોલ્યો, “પદ્રદેવ, બચ્ચા. તું ડર નહીં, તારા પર ગોરી પ્રસન્ન થઈ છે. તે છે ઋષભસેન શ્રેષ્ઠીની પુત્રી નામે તરંગવતી. કહે છે કે તેણે પોતાના ચિત્તના અભિપ્રાયને અનુરૂપ ચિત્ર દોર્યું છે, તેણે કશું મનથી કલ્પિત નથી આલેખ્યું; એ બધુંકહે છે કે પહેલાં ખરેખર બનેલું. મારા પૂછવાથી તેની દાસીએ પ્રત્યુત્તરમાં મને એ પ્રમાણે કહ્યું. (૬૦૯-૬૧૧). એ વચન સાંભળીને તારા પ્રિયતમનું વદન પ્રફુલ કમળ જેવું આનંદિત બની ગયું (૬૧૨), અને તેણે કહ્યું, 'હવે મારા જીવવાની આશા છે. તો એ શ્રેષ્ઠીની પુત્રી જ અહીં પુનર્જન્મ પામેલી ચક્રવાકી છે. (૬૧૩). હવે આ બાબતમાં શું કરવું? શ્રેષ્ઠી ધનના મદે ગર્વિત છે, એટલે તેની કુંવરીને વરવા જે જે વર આવે છે તેમને તે નકારે છે. (૬૧૪). વધુ કરુણ તો એ છે કે એ બાળાનું દર્શન પણ સાંપડે તેમ નથી-કેઈ અપૂર્વ દર્શનીય વસ્તુની જેમ તેનું દર્શન દુર્લભ છે () (૬૧૫). એટલે એક જણે કહ્યું, “એની પ્રવૃત્તિ શી છે તે તો આપણે જોયું જાણ્યું. તો જે વસ્તુનું અસ્તિત્વ છે તેને મેળવવાને ઉપાય પણ હોય છે. ક્રમે ક્રમે તારું કામ સિદ્ધ થવાનું જ. (૬૧૬). અને શેઠની પાસે કન્યાનું માથું નાખવી જવામાં તો કશે દોષ નથી. તો અમે જઈને માગું નાખીશું: કહેવત છે કે “કન્યા એટલે લોકમાં સૌની'. (૬૧૭). અને જે શ્રેષ્ઠી કન્યા આપવાની ના પાડશે તો અમે તેને ત્યાં જઈને બળાત્કારે તેને ઉપાડી લાવીશું; તારું હિત કરવા અમે ચોર થઈને તેનું હરણ કરી લાવીશું.'(૬૧૮).
એવું બેલાતાં તારા પ્રિયતમે કહ્યું, “તેને ખાતર, અનેક પૂર્વજોની પરંપરાથી રૂઢ બનેલા કુલીનતા, શીલની જાળવણું વગેરે ગુણોનો લેપ ન કરશે. (૬૧૯). જે શ્રેષ્ઠી મારી બધી ઘરસંપત્તિના બદલામાં પણ કન્યા નહીં આપે, તે ભલે હું પ્રાણત્યાગ કરીશ, પણ એવું અનુચિત તો નહીં જ આચરું. (૬૨૦).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org