________________
તરંગલાલા
૮૩ એ પ્રમાણે સાંભળીને હિમપાતથી કરમાયેલી નલિનીની જેમ મારું સુહાગ નષ્ટ થયું, હદય શેકથી સળગી ઊઠયું અને તે જ ક્ષણે મારી બધી કાંતિ વિલાઈ ગઈ. (૬૫૩). શેકને આવેગ કાંઈક શમતાં, આંસુ નીગળતી આંખ, હે ગૃહસ્વામિની, મેં ચેટીને રડતાં રડતાં આ વચનો કહ્યાં (૬૫૪): જે કામદેવના બાણથી આક્રાંત થયેલો તે મારે પ્રિયતમ પ્રાણત્યાગ કરશે તો હું પણ આવતી નહીં રહું; તે આવશે તો જ હું જીવીશ. (૬૫૫). જે પશુનિમાં રહીને પણ હું તેની પાછળ મૃત્યુને ભેટી તો હવે તે ગુણવંતના વિના હું કઈ રીતે જીવતી રહું? (૬૫૬). તો, સારસિકા, તું એ મારા નાથની પાસે મારો પત્ર લઈને જા અને મારાં આ વચનો તેને કહેજે.' (૬૫૭). એ પ્રમાણે કહીને મેં પ્રદે ભીજાતી આંગળીવાળા હાથે પ્રેમથી પ્રેરિત અને પ્રચુર ચાટુ વચનેવાળો પત્ર ભૂર્જપત્ર પર લખ્યો. (૬૫૮). સ્નાન વેળા અંગમનની માટીથી(2) મુદ્રિત કરીને તિલકલાંછિત તે લેખ, થોડા શબ્દો અને ઝાઝા અર્ચવાળે મેં દાસીના હાથમાં આપ્યો (૬૫૯), અને કહ્યું, “સારસિકા, તું મારા પ્રિયતમને પ્રેમનો અનુરોધ કરનારાં અને હૃદયના આલંબન રૂ૫ આ મારાં વચને કહેજે (૬૬૦): ગંગાજળમાં રમનારી જે તારી પૂર્વજન્મની ભાય હતી તે ચક્રવાકી શ્રેષ્ઠીની પુત્રી રૂપે જન્મી છે. (૬૬૧). તને શોધી કાઢવા માટે તેણે આ ચિત્રપટ્ટ પ્રદર્શિત કર્યો હતો. હે સ્વામી, તારી ભાળ મળી તેથી ખરેખર તેની કામના સફળ થઈ. (૬૬૨). “હે પરલેકના પ્રવાસી, મારા હદયભવનના વાસી, યશસ્વી, તને ખેળતી તારી પાછળ મરણને ભેટીને હું પણ અહીં આવી. (૬૬૩). જે ચક્રવાક ભવમાં જે પ્રેમસંબંધ હતો, તે હજી તું ધરી રહ્યો હોય તે હે વીર, મારા જીવિત માટે મને તું હસ્તાલંબન આપ. (૬ ૬૪). પક્ષીભવમાં આપણા વચ્ચે જે સેંકડો સુખની ખાણ સમો સ્વભાવગત અનુરાગ હતો, જે રમણભ્રમણ હતાં, તે તું સંભારજે.' (૬૫). મારા બધા સુખના મૂળ સમા પ્રિયતમની પાસે જતી તેને મેં વ્યથિત હદયે આ તેમ જ એ પ્રકારનાં બીજાં વચન કહ્યાં. (૬૬ ૬). વળી કહ્યું, “સખી, તું તેની સાથે સુરતસુખને ઉદય કરનાર માટે સમાગમ, સામથી, દાનથી કે ભેદથી પણ કરાવજે. (૭). મારું કહેલું ને અણુકહેલું, સંદેશ તરીકે આપેલું અને ન આપેલું, જે કંઈ મારું હિતકર હોય તે બધું તું તેને કહેજે.' (૬૬૮). એ પ્રમાણે કહેવાઈ રહેતાં, હે ગૃહસ્વામિની, તે ચેટી મારા હૃદયને સાથે લઈને મારા થિર કીર્તિવાળા પ્રિયતમની પાસે પડી. (૬૯).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org