________________
૮૭
તરંગલાલા પાદેવનાં દર્શન
એક મૂર્ખ બ્રાહ્મણબટુક તેની પાસે હો સાથે વાહના ખળામાં ચિત્રફલક હતું. તે ધનુષ્ય વિનાના કામદેવ જેવો ને અત્યંત સુંદર અને લાવણ્યયુક્ત દીસતો હતો. (૬૯૧). આંખમાંથી ઝરતાં આંસુથી ચિન્નફલકની આકૃતિને તે કોઈ અણઘડ ચિત્રકારની જેમ દોરી દેરીને ભૂસી રહ્યો હતો. (૬૯૨). તારા સમાગમ પામવાના મનોરથથી ભરેલા હૃદયે, હસીખુશી વિનાને, તે પોતાની દેહદશાને શોક કરતો બેઠો હતે. (૬૯૩). તે વેળા વિનયથી ગાત્રો નમાવીને, મસ્તક પર હાથ જોડીને, તેની પાસે જઈને મેં કહ્યું, “આર્યપુત્ર ચિરંજીવી છે.” (૬૯૪). એટલે તુવેર જેવા રાતા રંગના વસ્ત્રોમાં સજજ, વાંકું દંડકાઇ ધરાવત, કર્કશ વાણી અને તુચ્છ ઉદરવાળા, ઉદ્ધત વદનવાળો, ગર્વિષ્ઠ, અતિશય મૂખ, માંકડા જેવો અનાડી, મૂખના જેવા ચાળાચસકા કરતે, ગોવિઝા જે નિંદ્ય, બહાર નીકળેલા દૂધીનાં બિયાં જેવા દાંતવાળો, ફુડી જેવા ફાફડા કાનવાળો, માત્ર દેવથી જ બ્રાહ્મણ (૬૫-૬૯૭) એવા તે ઊતરેલ બટુકે કહ્યું, “આપ પહેલાં આ સુંદર બટુકને વંદન કેમ નથી કરતાં, અને આ શદ્ધને વંદન કરો છો ?' (૧૯૮). એટલે જમણો હાથ નમાવીને દાક્ષિણ્ય દર્શાવતાં, ત્યાં બેઠેલા તે બટુક પ્રત્યે હું બોલી, “ આર્ય, “અહિયં અહિયાએ તે' (હું તને અધિક વંદન કરું છું.” અર્થાતરે, “તારા પગ પાસે સાપ છે સાપ.”) (૬૯૯). એટલે એકાએક દેડકા જેવો કૂદકો મારીને “સાપ ક્યાં છે? સાપ ક્યાં છે? અમને + + અબ્રહ્મણ્ય' એમ તે બેલવા લાગ્યો. (૭૦૦).
મને સાપની સૂગ હાઈ ને તે અમંગળકારીને જેવા ઇચ્છતો નથી. કહે, તમે શું ગારુડી છો?' એ પ્રમાણે તે બટુકે મને કહ્યું. (૭૦૧). એટલે મેં તેને ઉત્તર આપ્યો, “અહીં કયાંય અહિ નથી. તું નિશ્ચિત થા.” એટલે તે બેલ્યો, “તો પછી તું મને “અહિય અહિયાએ એ પ્રમાણે કેમ કહે છે? (૭૦૨). હું ઉત્તમ બ્રાહ્મણ વંશનો હારિત ગાત્રને કાશ્યપનો પુત્ર છું; છંદગ બ્રાહ્મણ છું; ગોળ, દહીં, ભાતનો રસિયો છું. (૭૦૩). તે શું મારું નામ નથી સાંભળ્યું, જેથી તમે પહેલાં મારું અપમાન કરીને પછી મને પ્રસન્ન કરી રહ્યા છે?” આ પ્રમાણે તે મૂર્ખ મને ઉદ્દેશી ત્યાં કલબલાટ કરી મૂક્યો. (૭૦૪). એટલે સાર્થવાહપુત્રે તેને કહ્યું, “અરે, તું કેટલી ચાંપલાશ કરી રહ્યો છે! અહીં આવેલી આ મહિલાને નિરર્થક બહુ બાધા ન કર. (૭૦૫). સમય જોયા વિના બલબલ કરતો તું નીકળ અહીંથી, કેટલે નિજજ, અવિનીત, અસભ્ય બ્રાહ્મણબંધુ !” (૭૦૬) એ પ્રમાણે સાર્થવાહપુત્રે તે બ્રાહ્મણને કટુવચન કહ્યાં, એટલે માકડાની જેમ મેંના ચાળા કરતો, અને મને સંતુષ્ટ કરતો તે ત્યાંથી ચાલ્યો ગયો. (૭૦૭). તે ગયો તેટલાથી મને અત્યંત સંતોષ થયો : મારા પર દેવોએ કપા કરી જેથી કરીને એ બટુક અહીંથી ગયે. (૭૦૮).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org