________________
તરગલાલા
પ્રેમ અને ગુણની પતાકા સમી, મને અનુસરવાને સદા તત્પર, મારે માટે સદા અત્યંત માનનીય, હે સુતનુ, તું અરેરે મારે ખાતર કેમ મરણને શરણ થઈ ?’ (૫૮૭). એ પ્રમાણે વિલાપ કરતા, આંસુથી ખરડાયેલા વદનવાળા, તે લાજ તજી દઈને, દુ:ખથી પેાતાનું સર્વાંગ............ (૫૮૮), અરે! આ શું! તારું ચિત્તભ્રમ થઈ ગયુ છે કે શુ?’ એ પ્રમાણે ખેલતા મિત્રે એ તેને ‘આવું ધંગધડા વિનાનું ન ખેલ' એવું કહીને ધમકાવ્યા, એટલે તેણે કહ્યું (૫૮૯) : ‘મિત્રો, મારું ચિત્ત ભમી નથી ગયું.’ ‘ તે। પછી તું આમ પ્રલાપ કેમ કરે છે ? ’ તેઓએ કહ્યું. એટલે તે એલ્કે લા, સાંભળે અને મારી એ ગુપ્ત વાત મનમાં રાખજો. (૫૯૦). આ ચિત્રપટ્ટમાં જે ચક્રવાકના પ્રેમવૃત્તાંત આલેખેલા છે તે સ મેં જ મારા ચક્રવાક તરીકેના પૂર્વજન્મમાં અનુભવ્યું છે. ' (પ૯૧). ‘ તે આ કઈ રીતે અનુભવ્યું છે ? ' એ પ્રમાણે તે તારા પ્રિયતમના મિત્રએ પૂછ્યું; એટલે તેણે કહ્યું, ‘ એ પૂર્વજન્મમાં અનુભવ્યાનું મને સ્મરણુ થયું છે. ’ અને વિસ્મિત મુખે સામે બેઠેલા તે મિત્રોને, તેં મને જે કહ્યો હતેા તે જ પેાતાને અનુભવવૃત્તાંત, રડતાં રડતાં અને તે જ ગુણાનું વર્ણન કરતાં કરતાં, તેણે કહ્યો. (૫૯૨-૫૯૩). ‘તે વેળા શીકારીના બાણુના પ્રહારે હું જ્યારે નિષ્રાણુ બની ગયે। ત્યારે મારી પાછળ પ્રેમને કારણે મૃત્યુને ભેટેલી તે ચક્રવાકીને ચિત્રપટ્ટમાં જોઈ તે મારા હૃદયરૂપી વનમાં દાવાગ્નિ સમેા શેક એકદમ સળગી ઊઠયો. (૫૯૪-૫૯૫). એટલે અનુરાગરૂપી વનમાં પ્રગટેલા પ્રિયવિરહના કરુણુ દુઃખે મન વ્યચિત થતાં હું કઈ રીતે પડી ગયે! તે જાણતા નથી. (૫૯૬). આ પ્રમાણે, ચિત્ર જોતાં સાંભરી આવેલું તે બધું ભારે દુઃખ જે રીતે મે' અનુભવેલુ' તે ટૂંકમાં મેં કહ્યુ. (૫૭). મેં હવે પ્રતિજ્ઞા કરી છે કે તેના પ્રત્યેના પ્રેમને કારણે મારે બીજી કાઈ સ્ત્રીની મનથી પણ ઇચ્છા ન કરવી. (૫૯૮). જો એ સુંદરીની સાથે મારે। કાઈ પણ રીતે સમાગમ થશે, તે જ હું માનવજીવનના કામભેાગાની અભિલાષા રાખીશ. (૫૯૯). માટે તમે જાએ, જઈ ને પૂછો, આ ચિત્રપટ કોણે આલેખ્યું છે : એની દેખભાળ કરનાર કેાઈક અહીં હશે જ, (૦૧), ચિત્રકારે પેાતાના જ અનુભવનું આલેખન કરીને અહીં પ્રદર્શિત કર્યું છે, અનેક એંધાણીએ પરથી હું જાણું છું કે આ ચિત્ર કલ્પિત નથી. (૬૦૧), મેં પૂર્વે પક્ષીના ભવમાં તેની સાથે જે અનુભવ્યુ હતુ, તે તેના વિના બીજુ કાઈ આલેખી ન જ શકે. ' (૬૦૨).
Jain Education International
For Private & Personal Use Only
૭૫
www.jainelibrary.org