________________
તરલાલા
દાનપ્રવૃત્તિ
સુંદર ભવનાં દ્વાર પર મૂકેલા જળ ભરેલા સુવર્ણ કળશો જાણે કે દાનેશ્વરીની મોંમાથું દાન આપવાની શ્રદ્ધાની ઘોષણા કરી રહ્યા હતા. (૪૭૦). લોકો યથેચ્છ નું, કન્યા, ગાય, ભક્સ, , ભૂમિ, શયન, આસન અને ભોજનનું દાન દેતા હતા. (૪૭૧). બાપુજી અને અભ્યાએ ચૈત્યવંદન કરીને વિવિધ સદગુણ અને પ્રવૃત્તિવાળા સાધુઓને દાન દીધું.(૪૭૨). નવ કાટિએ કરીને શુદ્ધ, દસ પ્રકારના ઉદ્દગમદોષોથી મુક્ત, સોળ પ્રકારના ઉત્પાદનદોષાથી રહિત, એવું વસ્ત્ર, પાન, ભજન, શયન, આસન, રહેઠાણ, પાત્ર વગેરેનું પુણ્યકારક પુષ્કળ દાન અમે સુચરિતાને દીધું. (૪૭૩-૪૭૪). જિનમંદિરોમાં પણ હે ગૃહસ્વામિની, અનેક પ્રકારના મણિ, રત્ન, સુવર્ણ અને રૂપાનું અમે દાન કર્યું, જેથી પરલોકમાં તેનું મોટું ફળ મળે. (૭૫).
જે કાંઈ દાન દેવામાં આવે છે–પછી તે શુભહોય કે અશુભ-તેને કદી પણ નાશ થતા નથી: શુભ દાનથી પુણ્ય થાય છે, તો અશુનથી પાપ (૪૭૬). વિવિધ ગુણ અને
ગથી યુક્ત, વિપુલ તપ અને સંયમવાળા સુપાત્રોને શ્રદ્ધા, સરકાર અને વિનયથી યુક્ત થઈને આપવામાં આવેલું અહિંસક દાન અનેક ફળવાળું શ્રેય ઉત્પન્ન કરે છે. તેને પરિણામે ઉત્તમ મનુષ્યભવથી શોભતા ઊંચા કુળમાં જન્મ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે. (૪૭૭-૪૭૮). આ કારણે અમે તપસ્વી, નિયમશીલ અને દર્શનધારીઓને દાન દીધુ. સુપાત્રને આપેલું દાન સંસારમાંથી મુક્તિ અપાવે છે. (૪૭૯). હિસાકારી, ચેર, અસત્યવાદી અને વ્યભિચારીઓને જે કાંઈ અહિં સક દાન પણ આપવામાં આવે તો તેથી અંનિષ્ઠ ફળ મળે છે. (૪૮૦). "
અમે અનુકંપાથી પ્રેરાઈને, ઉપસ્થિત થયેલા સેંકડો બ્રાહ્મણો, દીનદુ:ખિયાઓ અને માગણને દાન દીધું. (૪૮૧). લેકીએ તે શરદપૂનમને દિવસે અનેક દુષ્કર નિયમ પાવ્યા, ચાર દિવસના ઉપવાસ કર્યા, દાનવૃત્તિવાળા થયા, અને એમ અત્યંત ધર્મપ્રવણ બન્યા. (૪૮૨).
સૂર્યાસ્ત
એ પ્રમાણે હું નગરીમાં થતી વિવિધ ચેષ્ટાઓ જોઈ રહી હતી, ત્યાં તો પોતાની મિજાળને સંકેલી લેતો સૂરજ અસ્તાચળ પર ઊતરવા લાગ્યો. (૪૮). પૂર્વદિશારૂપી પ્રેયસીના પરિપૂર્ણ ઉપભોગથી થાકેલો અને ફીકી પડેલી કાંતિવાળો સૂરજ પશ્ચિમ દિશારૂપી સુંદરીના વક્ષસ્થળ પર ઢળી પડયો. (૪૮
સંદરીના વક્ષ:સ્થળ પર ઢળી પડવો. (૪૮૪). મગનતળમાં ભ્રમણ કરીને શ્રમિત થયેલે સૂરજ શુદ્ધ સુવર્ણના દોરડા જેવા પોતાના રમિથી ભૂમિતળ પર જાણે કે ઊતર્યો. (૪૮૫). સૂરજ આથમતાં, તિમિરે કલંકિત કરેલી શ્યામા( =રાત્રી )એ સમગ્ર જીવલેકને શ્યામતા અપ. (૪૮૬ ).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org