________________
તરંગલાલા
અને મેં કહ્યું પ્રિય સખી, બદલાયેલી દેહાકૃતિવાળા એ મારા પૂર્વજન્મના ચક્રવાક પતિને તેં કઈ રીતે ઓળખી કાઢો ?' (૫૩૭). તે બેલી, “વિકસિત કમળના સ્નિગ્ધ ગર્ભ જેવા વાનવાળી હે સખી, મને તેનું કઈ રીતે દર્શન થયું તે વાત હું માંડીને કહું છું, તો તું સાંભળ, (૫૩૮) :
સારસિકોને વૃત્તાંત
ચિત્રદર્શન
હે સ્વામિની, ગઈ કાલે બપોરના સમયે જ્યારે હું ચિત્રપટ લઈને જતી હતી ત્યારે તે મને શપથ સાથે સંદેશો આપેલો. (૫૩૯). મેં તે ચિત્રપટને તારા ઘરના વિશાળ આંગણા પાસેના, બમરકંડિત કમળની શોભાવાળા મંડપમાં રાખ્યું. (૫૪૦). તે વેળા હે સ્વામિની, કમળાને આનંદ આપતો સૂર્ય જીવલોકનું તેજ હરી લઈને ગગનમાંથી અદશ્ય થશે. (૫૪૧). પછી હે સ્વામિની, દહીંના નિયંદ ( માખણ) જેવો, મન્મથના કંદ સમો, સ્ના પ્રસારતો, રાત્રિના મુખને આનંદિત કરતો પૂર્ણ ચંદ્ર ઊગ્યો. (૫૪૨). નિર્મળ ગગનસરોવરમાં પ્રકુલિત, મૃગભ્રમરના ચરણથી ક્ષુબ્ધ એવા ચંદ્રકમળનો સ્નાપરાગ ખરવા લાગે. (૫૪૩). ત્યાં ચિરાના પ્રેક્ષકોમાં ગર્ભશ્રીમંત પણ હતા, જેઓ ભભકાદાર વાહનોમાં બેસી મેટા રસાલા સાથે આવતા હોઈને રાજવીઓ જેવા લાગતા હતા. (૫૪૪). પરપુરુષની દૃષ્ટિથી અપૃષ્ટ રહેતી ઈર્ષ્યાળુ મહિલાઓ પણ રથમાં બેસીને રાત્રિવિહાર કરવા નીકળી પડી હતી. (૫૪૫). કેટલાક તરવરિયા જુવાનડા પિતાની મનની માનેલી તરુણીની સાથે, હાથે હાથ ભીડીને, પગે ચાલતા ફરી રહ્યા હતા. (૫૪૬). તો વળી કેટલાક પોતાના મનગમતા ગોઠિયાને મળવાની આતુરતા સેવતા, અવિનયના પિંડ સમા, છેલબટાઉ જુવાનિયા ફરતા હતા () (૫૪૭). વર્ષાકાળમાં જેવા સમુદ્ર તરફ જતી મહાનદીઓના વિપુલ જળપ્રવાહો હોય, તેવા નગરીમાં આવી પહોંચેલા જનપ્રવાહો રાજમાર્ગો ઉપર દીસતા હતા. (૫૪૮). લાંબા લેકે સુખે જોતા હતા; ઠીંગુજીએ ઊંચાનીચા થતા હતા; જાડાઓ માણસોની ભીડથી ધકેલાતા બૂમાબૂમ કરી રહ્યા હતા. (૫૪૯), વચ્ચે કાળાશ પડતી નાની શગવાળા, અને વાટમાંથી ખલાસ થયેલા તેલવાળા દીપકે, (માથા) ઉપર રહેલી કાળી નાની શિખાવાળા અને નષ્ટ થયેલી નેહવૃત્તિવાળા અધ્યાપકો હોય તેમ રાત્રી પૂરી થવા આવી હોવાનું સૂચવતા હતા. (૫૫૦). જેમ જેમ રાત ગળતી જતી હતી તેમ તેમ ચિત્રપટને જોવા આવનારા લેકે, આંખ નિદ્રાથી ઘેરાતી હોઈને, ઓછા ને ઓછા થતા જતા હતા. (૫૫૧). હું પણ તારી અત્યંત માનનીય આજ્ઞા પ્રમાણે ત્યાં રહીને દીપકને બળતો રાખવાને બહાને લોકોનું નિરીક્ષણ કરતી હતી. (૫૫૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org