________________
સરલાલા
હવે વ્યાધ બાણુ સાંધીને અરણિમાં અગ્નિ પ્રગટાવ્યો અને “તને સ્વર્ગ મળ’ એમ મોટે અવાજે ઘોષણું કરી. (૩૭૧). ધુમાડા વાળા અને જ્વાળાથી પ્રકાશતા તે અરિનને પ્રિયતમની ઉપર જોઈને, જેમ દાવાનળે વન સળગી ઊઠે, તેમ હું એકદમ શોકથી સળગી ઊઠી, (૩૭૨). કૃતાંત પાડેલી આફતથી હું સંતપ્ત બનીને મારી નિરાધાર જાત પર રહેવા લાગી, અને વિલાપ કરતી હદયથી પ્રિયતમને સંબોધીને આ પ્રમાણે કહેવા લાગી (૩૭૩)ઃ
દહનવેળાને વિલાપ
સરોવર, સરિતા, વાવ, જળતટ, તળાવ, સમુદ્રને નવાણોમાં ઉલ્લાસથી જેણે રમણ માણ્યું તે તું આ દાણ આગ, શું સહી શકીશ ? (૩૭૪) આ પવનબળે આમતેમ ધૂમતી જવાલાવલીથી પ્રકાશતો અગ્નિ તને બાળી રહ્યો છે તેથી હે કાન્ત, મારા અંગે પણ બળુબળું થઈ રહ્યાં છે. (૩૭૫). જેમાં તે મને પ્રિયતમના સંગમાંથી આમ વિયોગ કરાવીને હવે લોકાના સુખદુ:ખની પારકી પંચાતને રસિયો કતાંત ભલે ધરાત. (૩૭૬). લેખંડનું બનેલું મારું હૈયું તારી આવી વિપત્તિ જોવા છતાં ફાટી ન પડયું, તો એ દુઃખ ભોગવવાને જ લાયક છે. (૩૭૭). પ્રિયતમને પડખે રહીને આવી આગ મારાથી સે વાર પણ સહેવાય, પણ આ પ્રિયવિયોગનું દુ:ખ મારાથી સહ્યું જતું નથી. (૩૭૮).
સહગમન
એ પ્રમાણે વિલાપ કરતાં કરતાં અતિશય શેકથી ઉત્તેજિત થઈને સ્ત્રી-સહજ સાહસવૃત્તિથી મારા મનમાં મરવાનો વિચાર આવ્યા. (૦૭૯). અને તે સાથે જ હું નીચે ઊતરી અને પ્રિયના અંગના સંસર્ગથી શીતળ એવી આગમાં, પહેલાં હું હૃદયથી પડી હતી. તે હવે મારા શરીરથી પડી. (૩૮). આમ જેને પ્રિયતમના શરીરનો સંપર્ક હતો તેવા, મારા કંઠના જેવા કુંકુમવર્ણ અગ્નિમાં મેં જેમ મધુકરી અશોકપુ૫ના ગુચ્છ પર ઝંપલાવે, તેમ ઝંપલાવ્યું. (૩૮૧). ઘુરઘુરપાટ કરીને સળગતો સોના જેવી પિંગળી શિખાવાળો અગ્નિ મારા શરીરને બાળતો હોવા છતાં, પ્રિયતમના દુ:ખથી પીડાતી હોવાથી મને કઈ લાગ્યું નહી. (૩૮૨). એ પ્રમાણે, હે સારસિકા, પહેલાં મૃત્યુ પામેલા મારા પ્રિયતમના શેકાગ્નિની વાળાએ સળગેલા તે અગ્નિમાં હું બળી મરી. (૩૮૩).
વૃત્તાંતની સમાપ્તિ
એ પ્રમાણે હે ગૃહસ્વામિની, પ્રિયતમના અને મારા મરણને વૃત્તાંત કહેતાં કહેતાં પ્રગટેલ દુઃખને લીધે હું મૂષ્ઠિત થઈને ઢળી પડી. (૩૮). પાછી ભાનમાં આવતાં, મન અને હદયથી વ્યાકુળ બની મેં ધીરે ધીરે સારસિકાને કહ્યું (૩૮૫): તે વેળા મૃત્યુ પામીને પછી હું આ કૌશાંબી નગરીમાં સર્વગુણસંપન્ન શ્રેષ્ઠીના ઘરમાં જન્મી. (૩૮૬). આ જળતરંગોમાં શરદના અંગ સમાં, થાંગ(=ચક્ર)જેવા નામવાળાને(=ચક્રવાકાને) જેઈને, હે સખી, મને તીવ્ર ઉકંપ પ્રગટવો. (૩૮૭). ચક્રવાકાનાં યુગલ જોવામાં હું તલ્લીન હતી, ત્યારે એકાએક મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org