________________
તરંગલાલા
૫૫ વૈદરાજનું આગમન
અમ્માની સલાહથી વૈદ્યને બોલાવ્યો. તે વિવેકબુદ્ધિવાળા અને પોતાની વિદ્યાના ગુણે આખા નગરમાં પ્રખ્યાત હતો; ઉત્તમકુળમાં જન્મેલે, ગંભીર સ્વભાવને અને ચારિત્રવાન હતો; શાસ્ત્રનો જાણકાર હતો, અને તેનો હાથ શુભ, કલ્યાણકારી અને હળવા હા. (૪૩૩-૪૨૪). બધા પ્રકારની વ્યાધિઓના લહાણ, નિદાન અને નિગ્રહમાં તથા તેમતેને લગતા પ્રયોગવિધિમાં કુશળ એવો તે વૈદ્ય નિરાંતે આસન પર બેસીને મને વિગતે પૂછપરછ કરવા લાગે (૪૨૫) : “મને કહે, તને વધારે કષ્ટ શેનાથી થાય છે–તાવથી કે માથાના દુઃખાવાથી ? તું વિશ્વાસ રાખ. આ ઘડીએ જ તારું બધું કષ્ટ હું દૂર કરી દઈશ. (૪ર૬). તે ગઈ કાલે ભજનમાં શું શું લીધું હતું? તને ખાધેલું બરાબર પચ્યું હતું? તારી રાત કેવી રીતે ગઈ, આંખોને બીડી દેતી ઊંઘ બરાબર આવી હતી ?” (૪૨૭). એટલે સારસિકાએ મેં જે કાંઈ રાત્રે આહાર કર્યો હતો તે, તથા પૂર્વ જન્મના
સ્મરણ સિવાયની ઉજાણુએ ગયાની વાત કહી જણાવી. (૪૨૮). એ પ્રમાણે પૂછીને અને મને જોઈતપાસીને વસ્તુસ્થિતિનો મર્મ પામી જઈ વૈદ્ય કહેવા લાગ્યો, “ આ કન્યાને કશે રોગ નથી.
વરના પ્રકાર
લકાને જમ્યા પછી તરત આવતો જવર કફવર હોય, પાચન થતાં જે જવર આવે તે પિત્તજવર અને પાચન થઈ ગયા પછી આવતો જવર તે વાતવર હેય. (૪૩૦). આ ત્રણેય વેળાએ જે વર આવે તે સન્નિપાત-જવર હેય, જેમાં ઘણું પ્રબળ દોષ રહેલા હોવાનું જાણવું. અથવા તો જેમાં ઉક્ત ત્રણેય પ્રકારના જવરના દેષ અને લક્ષણો વરતાય તેને સન્નિપાત-જવર જાણ. (૪૩૧-૪૩૨). વળી દંડ, ચાબુક, શસ્ત્ર, પથ્થર વગેરેના પ્રહારને લીધે, ઝાડ પરથી પડવાથી કે ધકેલાવાથીએવા કોઈ વિશિષ્ટ કારણે ઉત્પન્ન થતા વરને બાગંતુક જવર જાણુ. (૪૩૩). આ વરમાંથી એકેયનું લક્ષણ મને અહીં દેખાતું નથી. માટે તમે નિશ્ચિંત રહો, આ કન્યાનું શરીર તદ્દન સ્વસ્થ છે. (૪૩૪). લાગે છે કે તમારી પુત્રી ઉદ્યાનમાં ભ્રમણ કરીને અને વાહનની અથડામણથી થાકી ગઈ છે. આ શારીરિક પરિશ્રમ કરીને જાણે કે વર હોય એવો લાગે છે. (૪૩૫). અથવા તો પછી ભારે શોક કે ડરને લીધે આને કશો ચિત્તવિકાર થયો હોય, જેથી કરીને આ છોકરી ખિન્ન બની ગઈ હોય. આમાં બીજું કશું કારણ નથી.' (૪૩૬). એ પ્રમાણે અમ્માને તથા બાપુજીને કારણે તથા દલીલોથી સમજાવીને, સન્માનપૂર્વક વિદાય કરાયેલો વૈદ્ય અમારે ઘેરથી ગમે. (૪૩૭).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org