________________
તરગલાલા
એટલે ઊડીને મેં તેને કહ્યું, તું બીશ નહીં, નથી મને અજીણુ થયું, નથી મને ભારે શ્રમ પડયો કે નથી મને કશું કરડી ગયું.' (૨૭૯). એટલે તે ખેાલી, તા પછી એમ કેમ થયું કે ઉત્સવ પૂરા થયે . જેમ ઇંદ્રધ્વજની યષ્ટિ પટકાય તે રીતે તું મૂર્છાવિકળ અગેાએ ભોંય પર ઢળી પડી? (૨૮૦). હે સુંદરી, મને કશી સમજ નથી પડતી એટલે તને પૂછી રહી છું, તે તું દાસી જાણીને મને આ અંગે રજેરજ વાત કર.' (૨૮૧).
તર'ગવતીને ખુલાસેા
એટલે, હે ગૃહસ્વામિની, તે મરકતમણિના ગૃહ સમા કલીગૃહમાં નિરાંતે બેઠાં ખેઠાં મેં સારસિકાને મધુર વચને વાત કરી (૨૮૨). • હું સખી, હું મૂર્છા ખાઈ ને...ની જેમ શા કારણે ઢળી પડી, તેની ધણી લાંબી કથની હું તને ટૂંકમાં જ બધી કહું છું, તે તું સાંભળ. (૨૮૩), તું અને હું સાથે જ જન્મ્યાં, સાથે જ ધૂળમાં રમ્યાં અને આપણે સાથેાસાથ સુખદુઃખ ભોગવ્યાં છે; વળી તું તે મારું બધું રહસ્ય જાણે છે. એટલે જ હું તને આ વાત કહું છું. (૨૮૪). હે પ્રિય સખી, તારા કારમાં પ્રવેશેલું તારા મુખમાંથી. બહાર ન નીકળે તેની તું સભાળ રાખે છે, તેથી જ તે હું આ વાત તને કહ્યુ` છું. (૨૮૫). હું તને મારા જીવતરના સમ દઉં છું, જેથી કરીને તું મારું આ રહસ્ય કાઈ તે પણુ કહીશ નહીં.’ (૨૮૬). આ પ્રમાણે જ્યારે મેં સારસિકાને શપથથી બાંધી લીધી ત્યારે તે મારે પગે પડીને કહેવા લાગી, તું કહે છે તેમ જ કરીશ. હું ઇચ્છું છું કે તું તારી આ વાત મને કહે. (૨૮૭). હે વિશાલાક્ષિ, હુ' તારા ચરણના અને મારા જીવતરના સાગ ખાઉં . કે તું જે કહીશ તે હું પ્રગટ નહીં જ કરું ' (૨૮૮). (મેં કહ્યું,) “ હું સારસિકા, તું મારા પ્રત્યે અનુરાગવાળી છે તેથી તને વાત કરું. મારું કોઈ પશુ એવું રહસ્ય નથી જે મે તને ન કહ્યું હોય. (૨૮૯). પૂર્વે મે જે દુઃખ અનુભવ્યુ છે તેથી મારી આંખેામાંથી આંસુ વરસી રહ્યાં છે. તીવ્ર વેદના ફરીથી સહેવાના ભયે હું કહેતાં 'ચકાઉં છું (૨૯૦). તેા તું સાંભળ, સાંભળતાં ખિન્ન કે વિહ્વળ ન બનતી—પ્રિયવિરહનાં કાણ્યવાળી સર્વ સુખદુઃખ પરંપરા હું વર્ણવુ છુ. (૨૯૧). સાંભળવાનું તને ખૂબ કુતૂહલ છે, તેા હું અહીં નિરાંતે ખેઠાં બેઠાં શાકથી વિષણુ અને ગળતાં નેત્રે મારી કથની કહુ છું. (૨૯૨).
Jain Education International
HT
For Private & Personal Use Only
www.jainelibrary.org