Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
SHRI R S T W X શ્રી અપ્રકારી પૂજાનો રાસ)
TWITTER - ભાવાર્થ : વનપાલકની વધામણી સાંભળીને વિજયચંદ્ર રાજા ચતુરંગી સેના આદિ વિ પરિવારથી પરિવરેલો વંદન કરવા આવ્યો અને પોતાના આત્માને ધન્ય માનતો વિચારે છે. મને
આજનો સમય, આજની ઘડી અને આજનો દિવસ. મારો ધન્ય ધન્ય બની ગયો. આજ મારા અંતરમાં પુણ્યનો પ્રકાશ પ્રગટ થયો કે ધન્ય છે આજે મને આવા કેવલી ભગવંત અને નિગ્રંથ મુનિ ભગવંતોના દર્શન થયા...! (૧) . એ પ્રમાણે વારંવાર રોમાંચિત થયેલ રાજા વિજયચંદ્ર પરિવાર સહિત કેવલી ભગવંતને ત્રણ પ્રદક્ષિણા દીધી અને વંદન કરી નરનારી સહુ નિરવઘ ભૂમિ જોઈને કેવલી ભગવંત સન્મુખ યોગ્ય સ્થાને બેઠા. (૨)
કેવલી ભગવંતે પણ મનને વિષે ઉપકાર બુદ્ધિ ધારણ કરી. ભવ્ય જીવોના ઉદ્ધારને અર્થે ઉપદેશ આપવાની શરૂઆત કરી કે, હે ભવ્યજીવો ! બાજીગરની બાજી સમાન સંસાર , અસાર છે. બાજીગરની બાજુમાં જેમ કોઈ તથ્ય હોતું નથી. તેમ અસાર સંસારમાં પણ કોઈ તથ્ય નથી. (૩).
સગપણનો સંયોગ પણ પંખીમેળા સમાન છે. આજે સંયોગ થાય અને કાલે વિયોગ પણ થાય. ચારા દિવસની ચાંદની ફીર અંધેરી રાત.. નદી નાવના યોગ સમાન, તસ્કરના તીર સમાન અને મુસાફરના મેળા સમાન સંસારના સગપણ છે. (૪)
આપણો આત્મા અનંતકાળ નિગોદમાં વસ્યો. જ્યાં આંખના પલકારામાં સાડી-સત્તરવાર જન્મ-મરણના દુઃખો સહ્યાં ચોરાશી લાખ યોનિમાં જીવ ભમે છે. તેમાં મનુષ્ય ભવ પામવો દુર્લભ છે. (૫)
વક્ર એવો આપણો આત્મા વશ થઈ શકતો નથી. દુર્જય છે. દુઃખે કરી આત્માનું દમન છે થાય છે. વળી કર્મબંધન કઠોર છે. તેને જિનેશ્વર વિના કોઈ જીતી શકતું નથી. (૬)
આ જીવ અજ્ઞાનતાથી અવરાયો છે. મોહ મદિરા પીવાથી ઉન્મત્ત બન્યો છે. તે કારણે ન્યાય-અન્યાયને ઓળખી શકતો નથી. જેમ મદિરા પીધેલ માણસ ગાંડો બની જાય છે. તો વિવેક રહેતો નથી. તેમ મોહરૂપી મદિરાથી ઉન્મત બનેલો માણસ પણ કૃત્ય અકૃત્ય, ઘટતું , અઘટતું સમજતો નથી અને પાંચે ઈન્દ્રિયના પાશમાં પડે છે. પાછું વાળીને જોતો નથી જેમ
એક ઈન્દ્રિયને વશ પડતા એક એક જીવને પોતાના પ્રાણની આહુતી અણઈચ્છાએ પણ ન આપવી પડે છે. જેમ હાથી હાથણીના સ્પર્શ સુખને મેળવવા દોડે છે પણ વચ્ચે રહેલા ને
ખાડાને નહિ દેખતાં તેમાં પડી જતાં હાડકાં શિથિલ થતાં મહાવતને વશ થવું પડે છે. જીભનાં સ્વાદનાં પાપે માછલી ઘંટીના પડમાં ચગદાઈ જાય છે. તે માંસને દેખે છે પણ ન ઘંટીના પડને દેખતી નથી. ધ્રાણ-નાક સુગંધ લેવા જતાં ભ્રમરો કમલ બીડાતાં તે તેમાં