________________
૧૦ | પડિલેહ
વાદાર્થ', “વાદાવલી', વગેર ગ્રંથે જુદા જુદા વિદેના ખંડનમંડન વિશે લખાયેલા છે. આ બધા ગ્રંથમાં મલ્લવદીરિકૃત “કાદશાર નયચક્ર' ઘણે સમર્થ ગ્રંથ છે, જેમાં ગાડાના પૈડાના બાર આરાની જેમ બાર જુદા જુદા વાદની એવી રીતે ગોઠવણ કરી છે કે પહેલા વાદનું ખંડન બીજે વાદ કરે, બીજાનું ત્રીજે કરે અને એ રીતે છેલ્લા વાદનું ખંડન પહેલાં વાદમાં આવી જાય અને એ બધા વાદેને અનેકાન્તવાદમાં સમાવી લેવામાં આવ્યા હેય.
ઠેઠ વેદકાળમાં પણ કાલવાદ, સ્વભાવવાદ, ઉદ્યમવાદ, કર્મવાદ, નિયતિવાદ વગેરે વિવિધ પ્રકારના વાદ પ્રચલિત હોવાના નિર્દેશ મળે છે. દેવો અને અસુરો વચ્ચે સંઘર્ષ, મેલી વિદ્યાઓ, યજ્ઞ અને તેમાં પશુઓના બલિદાનથી સ્વર્ગાદિ સુખની પ્રાપ્તિ માટે નિશ્ચિત. થયેલા વિવિધ ક્રિયાકાંડો કે વિધિવિધાને વગેરે વિશે તે સમયે જે વિવિધ વાદે પ્રચલિત હતા તેને પરિણામે આચાર અને વિચાર વરચે ઘણી અરાજક્તા પ્રવર્તતી હતી.
ઉપનિષદમાં જે તત્વવિચારણા થઈ છે, તેમાં એક મહત્ત્વને પ્રશ્ન છે : જગતનું મૂળ કારણ શું? પાણી? વાયુ? આકાશ? પ્રાણ? મૃત્યુ? અંડ? સત્ ? અસતું ? પ્રજાપતિ? આત્મા? અમૂર્ત પુરુષ ? ઈશ્વર? આ પ્રશ્રની શોધમાં જલવાદ, વાયુવાદ, ઈશ્વરવાદ, પુરુષવાદ, આત્મવાદ વગેરે વિવિધ વાદને જન્મ થયો હતો. શ્વેતાશ્વતર ઉપનિષદ, મૈત્રાયણી ઉપનિષદ વગેરેમાં આ ઉપરાંત તે સમયે પ્રવર્તતા વિવિધ પાખંડી અને ભ્રામક વાદેને પણ ઉલ્લેખ છે. કાલ, સ્વભાવ, નિયતિ, યદરછા, મહાભૂત, પુરુષ, ઈશ્વર વગેરેમાં માનતા વિવિધ વાદોની ચર્ચા તેમાં કરવામાં આવી છે.
સાંખ્યવાદીઓએ પિતાનાથી ભિન્ન એવાં બ્રહ્મતંત્ર, પુરુષતંત્ર, શક્તિતંત્ર. નિયતિતંત્ર, કાલતંત્ર, ગુણતંત્ર અક્ષરતંત્ર, પ્રાણતંત્ર, કર્યતંત્ર, જ્ઞાનતંત્ર, ક્રિયાતંત્ર, માયાતંત્ર વગેરે ૩૨ તંત્રો અર્થાત બત્રીસ જુદા જુદા વાદને નિર્દેશ “પુષ્ટિતંત્ર' નામના ગ્રંથમાં કર્યો છે.