________________
२४४ न्यायालोके द्वितीय: प्रकाश:
** भासर्वज्ञमतनिरासः *
अथ चक्षुपोsप्राप्यकारित्वेऽसन्निहितत्वाऽविशेषात् कुड्यादिव्यवहितस्यापि ग्रहणप्रसङ्ग इति चेत् ? न, अतिसन्निहितस्य गोलकादेरिव भित्त्यादिव्यवहितस्यापि योग्यताऽभावादेवाऽग्रहात् ।
• भानुमती -
---
यदीलालिहितनिध्यादिविषयकस्याऽअनविशेषादिजन्यस्यावबोधस्यानुमितित्वमेव स्यातर्हि तदुतरं 'अनुमिलोमी'त्यनुव्यवसाय: स्यात् न तु 'साक्षात्करोमि', 'पश्यामी' त्यनुव्यवसाय: । न च तस्य भ्रमत्वं वक्तुं शक्यते, अनुव्यवसायमात्ररूप स्वविषयत्वे प्रमात्वनियमात् । निमिलितनयनानामपि स्वप्ना अनविशेष - गुटिका-शक्तिपातादिसम्पादिते निखातनिध्यादिदर्शने सति तदुतरं 'पश्यामी'ति विषयताया निरालम्बनत्वनिराकरणाय तस्याश्चक्षुःसन्निकर्ष- दोषविशेषाभ्यामिव स्वप्ना अनविशेषादिनाऽपि नियम्यत्वमवश्यमभ्युपगन्तव्यमकमेनाऽपि नैयायिकेनेति प्राक्प्रदर्शितानैकान्तिकत्वानिरासान्न नयनस्य तैजसत्वमित्यादिदर्शनार्थं प्रकरणकृद्भिरण दिवपदप्रवेशः कृतः । नैयायिकः शङ्कते -> अथ चक्षुषः अप्राप्यकारित्वे = असन्निहितपदार्थप्रकाशकारि सीकणे तु असन्निहितत्वाऽविशेषात् = स्यादवादिमतानुसारेण नयनाऽसन्निकृष्टत्वस्य तुल्यत्वात् पुरोवर्तिस्ति कुइयादिव्यवहितस्य = भित्याद्यन्तरितस्य अपि घटादेः ग्रहणप्रसङ्गः = चाक्षुषत्वापतिः, अन्ना व्यव पुरोवर्तिनोऽपि घटादेरचाक्षुषत्वप्रसङ्गादिति चक्षुषः प्राप्यकारित्वमेव श्रेय: 'सहकारिणं प्राप्य कारणस्य DINE कत्वं प्राप्यकारित्वमुच्यते' (या. पू. पु. ९१ ) इति न्यायभूषणे व्यक्तमिति चेत् ?
ननु चक्षुषः प्राप्यकारित्वे स्वीक्रियमाणे तु नैयायिकमतानुसारेण चक्षुः सन्निकृष्टत्वाऽविशेषात् पुरोग घटादेरिवाऽक्षिगोलका अनाक्षिमलादेरपि चाक्षुषत्वापतिः, अन्यथा अतिसन्निकृष्टस्य नयनगोलकादेखि पुरोवर्तिनो घटादेरपि चाक्षुषत्वानापतेरिति चक्षुषोऽप्राप्यकारित्वमेव श्रेय इति प्रतिबन्दि: किं काकेन भक्षिता ? तदुक्तं कुमारिलभट्टेन श्लोकवार्तिके यच्चोभयोः समो दोष:, परिहारस्तयोः समः । नैकः पर्यनुयोक्तव्य: ताहमर्थविचारणे ॥ <- ( श्लो. वा. ) इति ।
अथ नैयायिकनयानुसारेण चक्षुः सन्निकृष्टत्वाऽविशेषेऽपेि गोलकादेश्चक्षुषाऽग्रहणं योग्यताविरहादुपपद्यते इति चेत् ? अहो ! वक्रेण पथा समागतोऽसि, एवमेवास्माभिरनेकान्तवादिभिरपि शक्यते वक्तुं यदुत गोलकादेः = नायनगोलक-क्षेत्रगताञ्जन- लोचनमलादेः इव भित्त्यादिव्यवहितस्यापि योग्यताऽभावात् = चाक्षुषजननयोग्यत्वविरहात् एव चक्षुषा अग्रहात् । तदुक्तं प्रकरणकृद्भिरेव मध्यमस्यादवादरहस्ये -> चक्षुर्गोलकपरिकलिताअनाघनुपलब्धिः किमधीना ? 'योग्यताऽभावाधीले 'ति चेत् ? तर्हि पाटच्चरविलुण्टिते वेश्मनि यामिकतृतान्तानु* सरणम्, भित्वाद्यन्तरितानुपलब्धेरपि योग्यत्वाभावेनैवोपपतौ चक्षुःप्राप्यकारित्वपथिकस्य दूरप्रोषितत्वात् (म.स्या. रह. प्रथमखंड- पु. १४ / ५५ ) इति । एतेन > 'प्राप्त्यभावे हि सर्वार्थोपलम्भः स्यादिति <- (ल्या. भू.पू. ९६) - न्यायभूषणकृदुक्तमपि निरस्तम् । स्वगता अनाद्यग्राहकत्वादपि चक्षुषोऽप्राप्यकारित्वमनाविलम् । तदुक्तं શક્તિપાત વગેરેને પણ દાટેલા ખજાના આદિના સૂચક = અનુમાપક = અનુમિતિજનક જ માનવા યોગ્ય છે. <— તો તે પણ નિરાધાર છે, કારણ કે વ્યાપ્તિજ્ઞાન, પક્ષધર્મતાજ્ઞાન વગેરેની ગેરહાજરીમાં પણ અંજનવિશેષ વગેરે દ્વારા ખજાનાવિષયક જ્ઞાન ઉત્પન્ન થતું હોવાથી તેને અનુમિતિસ્વરૂપ માની શકાય તેમ નથી. કારણ વિના કાર્ય કેમ ઉત્પન્ન થાય ? તાદશ અનુમિતિજનકતાસ્વરૂપ સૂચકત્વ પણ અંજન વગેરેમાં નહિ ઘટી શકે. વળી, સ્વપ્નાદિ સ્થાનમાં તો તે તે પદાર્થોના દર્શનમાં અમુક નિશ્ચિત હકીકતની વ્યાપ્તિનું ભાન કરાવનાર સ્વપ્નશાસ્ત્ર વગેરે ઉપસ્થિત છે જ. તેથી સ્વપ્નશાસ્ત્ર વગેરેને અનુસરીને તે તે સ્વપ્ન દ્વારા તે તે ઘટનાની અનુમતિ થવામાં કોઈ બાધ નથી. અહીં જે કાંઈ કહેવામાં આવેલ છે તે તો એક દિશાસૂચનમાત્ર છે. હજુ આ દિશામાં આગળ ઘણું વિચારી શકાય તેમ છે. આ वातनी सूचना वा माटे भूण ग्रंथमां श्रीमध्ये 'दिग्' शब्दनो प्रयोग करेल.
➖➖➖➖➖➖➖➖➖➖
* यक्षु योग्यपदार्थग्राह छे स्याद्वाही
ઞય. અહીં નૈયાયિક દ્વારા એવી શંકા ઉઠાવવામાં આવે છે કે —> જો આંખ અપ્રાપ્યકારી = અપ્રામપદાર્થ બોધકારી હોય તો જેમ દૂર રહેલ ઘડાનું આંખ દ્વારા પ્રત્યક્ષ થાય છે, તેમ દીવાલ વગેરેની પાછળ રહેલી વસ્તુનું પણ પ્રત્યક્ષ થવું જોઈએ, કારણ કે આંખ સામે દૂર રહેલ ઘડો અને દીવાલની પાછળ રહેલ વસ્તુ બન્નેમાં સમાન રીતે અસન્નિહિતત્વ = અપ્રાપ્તત્વ = ચક્ષુથી અસંયુક્તત્વ રહેલ છે. તેથી જો ચક્ષુથી અસંબદ્ધ પદાર્થનું પ્રત્યક્ષ ચક્ષુ દ્વારા થતું હોય તો કાં તો વ્યવહિત અને અવ્યવહિત બન્નેનો સાક્ષાત્કાર થવો જોઈએ, કાં તો બેમાંથી એકનો પણ નહિ. <— પરંતુ આ શંકા વ્યાજબી નથી, કારણ કે યોગ્ય પદાર્થનું જ ચક્ષુ ગ્રહણ કરે છે. --> ચક્ષુ ઈન્દ્રિય સન્નિકૃષ્ટ = સ્વસંયુક્તનું પ્રત્યક્ષ કરાવે છે અને અસંબદ્ધનું પ્રત્યક્ષ નહિ. <— આવું માનવામાં આવે તો સૌ પ્રથમ જે નયનગોલક (ડોળા) માં ચક્ષુ ઈન્દ્રિય રહે છે તે ગોલકનું તેમ જ આંખમાં આંજેલ અંજન વગેરેનું ચાક્ષુષ પ્રત્યક્ષ ઉત્પન્ન થવાની આપત્તિ આવે, કારણ કે તે બધા તો ઘટ વગેરે કરતાં પણ અતિસમીપ = અતિસન્નિકૃષ્ટ છે. આ હકીકતની ઉપપત્તિ કરવા માટે તૈયાયિકે પણ એમ જ કહેવું પડશે કે —> નયનગોલક, આંખમાં આંજેલ અંજન, નયનગત મેલ વગેરે ચક્ષુસંબદ્ધ હોવા છતાં તેમાં યોગ્યતા ન હોવાથી તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. ~~~ આ જવાબને અમે પણ વધાવી લઈએ છીએ અને અમે પણ એમ જ કહીએ છીએ કે જેમ આંખના ડોળા, અંજન વગેરે અતિસન્નિકૃષ્ટ પદાર્થમાં ચાક્ષુષયોગ્યતા ન હોવાથી તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી તેમ દીવાલ આદિથી ઢંકાયેલ ઘટ વગેરે વ્યવહિત પદાર્થોમાં પણ ચાક્ષુષયોગ્યતા ન હોવાથી તેનું ચાક્ષુષ પ્રત્યક્ષ થતું નથી. એક જ હેતુ દ્વારા બન્ને પ્રસિદ્ધ ઘટનાની સંગિત થઈ શકે છે.