Book Title: Nyayalok
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 294
________________ आलोककारमतनिरासः एतेन - > एकान्तभेदाभेदान्यतराभावस्य भेदविशिष्टाभेदस्य वा साध्यतायां साध्याऽप्रसिद्धिः, प्रत्येकं साध्यतायां चासाधारण्यमिति <- निरस्तम् । न च व्यतिरेकव्याप्तौ व्याप्याऽप्रसिद्धिः प्रतियोगिमति तदभावाभावादिति वाच्यम्, तेन रूपेण प्रतियोगिमति • બહુમતી 2199 एतेन = अतिरिक्तेन भेदाभेदोभयत्वरूपेण साध्यताभ्युपगमेन । अस्य चाग्रे निरस्तमित्यनेनाऽन्वयः । गुण- गुण्यादीनां एकान्तभेदाभेदान्यतराभावस्य भेदविशिष्टाभेदस्य वा साध्यतायां साध्याऽप्रसिद्धिः न्यायलये एकान्तभेदाभेदान्यतरस्य केवलान्वयित्वेन तदभावस्य कुत्राऽप्यसत्वात् भेदविशिष्टाभेदस्य न्यायाये कुत्राप्यनभ्युपगमात्, प्रत्येकं साध्यतायाश्च सपक्षविपक्षव्यावृतत्वेन सामानाधिकरण्यान्यथानुपपत्तिलक्षणस्य हेतो: असाधारण्यम् । तथाहि भेदस्य साध्यत्वे सपक्षे घट - पटादावपि हेतोर्विरहात् अभेदस्य साध्यत्वे च सपक्षे घटकलशादावपि हेत्वभावादित्यभिप्रायकं आलोककुमतं (त. चिं. आ.प्र. ख. पू. ६६१ ) निरस्तम् । न हि घटपटादौ प्रसिद्धस्य भेदस्य घट - कुम्भादौ प्रसिद्धस्य चाभेदस्य तदुभयत्वेन साध्यत्वे दोष: समस्ति । किञ्च घटादौ गुपणत्वादिरूपेण नीलरूपादेर्भेदोऽप्यस्ति, सत्वादिना तदभेदोऽपि वर्तते इति सामानाधिकरण्यसम्बन्धेन गुणत्वावच्छिन्ननीलरूपादिनिष्ठप्रतियोगिताकभेदविशिष्ट सत्वाद्यवच्छिन्नप्रतियोगिताकभेदाभावो घटादौ नापहोतुमर्हति । न च गुण-गुण्यादयः परस्परं भिन्नाभिन्ना: सामानाधिकरण्यान्यथानुपपतेरित्या, या भेदाभेदविरहः तत्र सामानाधिकरण्यविरह इति व्यतिरेकव्याप्तौ व्याप्याप्रसिद्धिः = भेदाभेदोभयाभावलक्षणस्य व्याप्यस्याऽप्रसिद्धिः, स्यादवादनये सर्वस्य भेदाभेदोभयरूपत्वात् प्रतियोगिमति = भेदाभेदोभगवति तदभावाभावात् = મેલાभेदोभयाभावविरहात्, अत्यन्ताभावस्य स्वप्रतियोगिना सह विरोधस्य प्रमाणसिद्धत्वादिति वाच्यम्, तेन रूपेण અવિદ્યમાન હોવાથી સામાનાધિકરણ્ય સંબંધથી ગોત્વવિશિષ્ટઅશ્વત્વ ન હોવા છતાં ગાય અને અશ્વને ઉદ્દેશીને આ બેમાં ‘ગોત્વઅશ્વત્વઉભય છે’ એવી ઉભયત્વપ્રકારક અભ્રાન્ત પ્રતીતિ થાય છે. માટે ઉભયત્વને એકવિશિષ્ટ અપરત્વસ્વરૂપ માનવું ઉચિત નથી. તે એક અતિરિક્ત પદાર્થ જ છે. તેથી ભેદાભેદમાં અન્યત્ર પ્રસિદ્ધ ઉભયત્વનો સ્વીકાર કરી શકાય છે. તેથી ઉભયત્વરૂપે ભેદાભેદની પ્રતીતિ = પ્રસિદ્ધિ થવામાં કોઈ વાંધો નથી. ** આલોકટીકાકાર જયદેવમિશ્રમનિરાસ તેન॰ । પ્રસ્તુતમાં તત્ત્વચિંતામણિ ગ્રન્થ ઉપર આલોક નામની ટીકાને રચનારા જયદેવમિશ્ર નામના નૈયાયિકનો એવો આક્ષેપ છે કે —> સામાનાધિકરણ્યની અન્યથા અનુપપત્તિ દ્વારા જો એકાંત ભેદ-એકાંત અભેદ અન્યતર પ્રતિયોગિક અભાવને સાધ્ય બનાવવામાં આવે તો સાધ્યઅપ્રસિદ્ધિ દોષ આવશે, કારણ કે વિવક્ષિત અભાવનો પ્રતિયોગી દર્શિતઅન્યતર નાયમતે કેવલાન્વયી હોવાથી તેનો અભાવ ક્યાંય પણ રહેતો નથી. કેવલાન્વયી પદાર્થનો અભાવ ક્યાંય હોતો નથી. જો ભેદવિશિષ્ટઅભેદને સાધ્ય બનાવવામાં આવે તો પણ સાધ્ય અપ્રસિદ્ધિ દોષ દુર્વાર છે, કારણ કે ભેદવિશિષ્ટ અભેદ કયાંય રહેતો જ નથી. જો એકાંતભેદ અને એકાંતઅભેદ બન્નેને પ્રત્યેકરૂપે સાધ્ય બનાવવામાં આવે તો હેતુ સપક્ષ-વિપક્ષથી વ્યાવૃત્ત બનવાથી અર્થાત્ નિશ્ચિંતસાધ્યવાન્ અને નિશ્ચિત સાધ્યાભાવવામાં સામાનાધિકરણ્યઅન્યથાઅનુપપત્તિ = હેતુ ન રહેવાથી અસાધારણ્ય દોષ આવે છે. એકાંત ભેદને સાધ્ય બનાવવામાં આવે ત્યારે સપક્ષ ઘટ, પટ વગેરેમાં પણ સામાનાધિકરણ્ય નથી જ રહેતું. તેથી તેની અન્યથા અનુપપત્તિને અવકાશ નથી રહેતો. તથા એકાંત અભેદને સાધ્ય બનાવવામાં આવે ત્યારે સપક્ષ એવા ઘટ, કુંભ વગેરેમાં પણ સમાનવિભિકિતકપદપ્રયોગવિષયત્વસ્વરૂપ સામાનાધિકરણ્ય નથી જ રહેતું. તેથી તેની અન્યથા અનુપપત્તિનો પ્રશ્ન જ અનુત્થાનપરાહત છે. માટે ગુણ-ગુણી, અવયવ-અવયવી વગેરેમાં ભેદાભેદની સિદ્ધિ થવી મુશ્કેલ છે. <— પરંતુ ઉપરોક્ત કથન દ્વારા જ જયદેવમિશ્રનો આક્ષેપ પણ નિરસ્ત થઈ જાય છે, કારણ કે ઉભયત્વરૂપે ભેદાભેદને સાધ્ય બનાવવમાં કોઈ દોષને અવકાશ રહેતો નથી. જયદેવમિશ્રએ જે વિકલ્પો રજુ કરેલ છે તેમાંથી એક પણ વિકલ્પનો અમે સ્વીકાર કરતા ન હોવાથી તે તે દોષને અવકાશ નથી. માટે સામાનાધિકરણ્યની અન્યથાઅનુપપત્તિ દ્વારા ગુણગુણી વગેરેમાં ઉભયત્વરૂપે ભેદાભેદને સિદ્ધ કરી શકાય છે. # અવચ્છેદકભેદથી ભેદ-ભેદાભાવ એકત્ર માન્ય-જૈન ન = ~॰ । અહીં એવી શંકા થાય કે —> સ્યાદ્વાદી દ્વારા પૂર્વે જે અનુમાન બતાવવામાં આવેલ કે -‘ગુણ-ગુણી વગેરે પરસ્પર ભિન્નાભિન્ન છે, કારણ કે અન્યથા સામાનાધિકરણ્ય અનુપપન્ન રહે છે.' - તેમાં અન્વય વ્યાપ્તિ તો નૈયાયિક સામે બતાવી શકાય તેમ નથી. આથી વ્યતિરેક વ્યાપ્તિ બતાવવી પડશે. તે આ મુજબ - જ્યાં જ્યાં ભેદાભેદોભય નથી ત્યાં ત્યાં સામાનાધિકરણ્ય અનુપપત્તિ પણ નથી. - પરંતુ આ વ્યતિરેક વ્યાપ્તિમાં વ્યાપ્ય બનેલ ભેદાભેદોભયાભાવ અપ્રસિદ્ધ છે, કારણ કે સ્યાદ્વાદી મતાનુસાર સર્વ વસ્તુમાં ભેદાભેદોભય રહે છે. તેથી ભેદાભેદોભયાભાવ ક્યાંય રહેશે જ નહિ. પ્રતિયોગીના અધિકરણમાં પ્રતિયોગીનો અત્યંતાભાવ ન હોઈ શકે, કારણ કે અત્યંતાભાવ સ્વપ્રતિયોગીનો વિરોધી છે. <— તો તેનું સમાધાન સ્યાદ્વાદી દ્વારા એવું બતાવવામાં આવે છે કે જે રૂપે પ્રતિયોગી જ્યાં રહે છે ત્યાં તે રૂપે તે પ્રતિયોગીનો અભાવ સ્વીકારવામાં તો ઉપરોક્ત વિરાધને અવકાશ રહે છે. પરંતુ આવું તો અમે સ્વીકારતા

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366