________________
*** अभेदस्य भेदाभावातिरिक्तत्वस्थापने मणिकारमतमीमांसा
. अन्ये तु घटे नीलभेदस्तदन्योन्याभावरूपस्तदभेदस्तु तादात्म्यं, न तु तदभाव इति वदन्ति । यत्तु -> अभेदव्यवहारे तस्याऽहेतुत्वात् <- (त. चिं.प्र.खं. पृ. ६६२ ) इति चिन्तामणिकृतोक्तं तन्न, ‘प्रमेयमभिधेयाभिन्नमि' त्यत्राऽभेदव्यवहारार्थं तादात्म्यस्याऽवश्याश्रयणीयत्वात् ।
2199
भानुमती -
तस्य वृत्तिनियामकत्वात् । 'घटाभावे घटो नास्ती' त्यादावपे घटाभावत्वेन धर्म-धर्मिभावविवक्षयैत निस्तारः इति । वस्तुत: ततत्प्रतीतिमनुसृत्य ततत्प्रतियोगिकत्वविशिष्टततत्सम्बन्धस्याऽऽधारतात्वं कल्प्यते । अस्तु वा धर्मान्तरमेव आधारता, तेल 'घटरूपयोर्भेदाभेदाविशेषेऽपि घट एव रूपस्याऽऽधारता न तु रूपे घटस्य' इत्यत्र न नियामकानुसरणवैयम्ग्रम्, न वा तन्तु-पदयोरन्योन्याधारत्वप्रतीतिसमाधिर्दुः शका (म. स्या. रह. प्रथमखण्ड. पु. ८०८३) इत्यादि व्यक्तं मध्यमपरिमाणस्यादवादरहस्ये । तत्वमत्रत्यं मत्कृत - जयलताया अवगन्तव्यम् ।
अन्ये तु घटे नीलभेदः तदन्योन्याभावरूपः तदभेदस्तु = नीलाभेदस्तु तादात्म्यं = बोलतादात्म्यं न तु तद्भावः = नीलभेदाभावस्वरूप इत्यवच्छेदकभेदं विनापि तयोरेकत्र समावेशेऽविरोध इति वदन्ति ।
यत्तु -> अभेदव्यवहारे नीलाद्यभेदत्वप्रकारकव्यवहारं प्रति तस्य = नीलादितादात्म्यस्य अहेतुत्वात् = अनौपयिकत्वादिति चिन्तामणिकृता गणेशोपाध्यायेन प्रत्यक्षखण्डे समवायवादे उक्तम्, तन्न चारु 'प्रमेयं अभिधेयाऽभिन्नं' इत्यत्र अभेदव्यवहारार्थ = अभिधेयाभेदव्यवहाराय मणिकृतापि तादात्म्यस्व = अभिधेयतादात्म्यस्य अवश्याश्रयणीयत्वात्, नैयायिकमते अभिधेयत्वस्य केवलान्वयित्वेन अभिधेयप्रतियोगिकभेदस्याऽप्रसिद्धत्वान्न अभिधेयभेदाभावाभ्युपगमस्ता गणेशमतानुसारेणापि सम्भवति, अप्रसिद्धप्रतियोगि कनिषेधस्य तन्मतेऽपि विरहात् । अत एव तेन चिन्तामणौ व्यधिकरणप्रकरणे -> 'शशशृङ्कं नास्ती'ति च शशे शृङ्गाभाव इत्यर्थः <- (व्यधि.पू. २०१३) इत्युक्तम् । एवं 'घटः कम्बुग्रीवादिमदभिन्न' इत्यत्रापि लघुधर्मसमनियतगुरुधर्मस्य तन्मते प्रतियोगितानवच्छेदकत्वेन कम्बुग्रीवादिमत्वावच्छिन्नप्रतियोगिताकभेदाऽप्रसिद्ध्या तदभावरूपाऽभे दानवयबोधोऽपि का शक्य इति भेदाभावातिरिक्त एवाभेदस्तेनापि स्वीकर्तव्यः । तत्वमत्रत्यमधिकं मत्कृतजयलतायाः समवसेयम्
=
=
ૐ ભેદાભાવઅતિરિકત તાદામ્યસ્વરૂપ અભેદ- અન્યમત
અન્યે. અન્ય વિદ્વાનોની માન્યતા એવી છે કે ભેદ અન્યોન્યાભાવસ્વરૂપ છે. આથી ઘટમાં રહેનાર નીલભેદ નીલાન્યોન્યાભાવસ્વરૂપ બનશે, તે જ ઘટમાં નીલાભેદ પણ રહી શકે છે, કારણ કે નીલાભેદ એ નીલભેદાભાવસ્વરૂપ નથી, પરંતુ નીલાદાત્મ્યસ્વરૂપ જ છે. નીલાભેદ જો નીલભેદઅભાવસ્વરૂપ હોય તો નીલભેદવિશિષ્ટ ઘટમાં તેના સમાવેશ માટે અવચ્છેદકભેદની અપેક્ષા રહે. પરંતુ નીલાભેદ નીલતાદાત્મ્યસ્વરૂપ હોવાથી તેનો નીભેદવિશિષ્ટ ઘટમાં સમાવેશ કરવામાં અવચ્છેદભેદની અપેક્ષા નથી રહેતી. માટે અવચ્છેદભેદ વિના પણ એક જ ઘટમાં નીલભેદ અને નીલાભેદનો સમાવેશ થઈ શકે છે.
चिंतामशिर भत निरास
યન્નુ. ઉપરોક્ત વિદ્વાનોના મતની સમીક્ષા કરતાં ચિંતામણિકાર ગંગેશ ઉપાધ્યાય એમ કહે છે કે —> અભેદને ભેદાભાવસ્વરૂપ માનવાના બદલે તેનાથી અતિરિક્ત તાદાત્મ્યરૂપે તેનો સ્વીકાર કરવો ઉચિત નથી, કારણ કે તાદાત્મ્યસ્વરૂપ અભેદ અભિન્નત્વપ્રકારક વ્યવહારમાં ઉપાયભૂત નથી. જે અભેદપદાર્થ સ્વવિષયકબોધજનક શબ્દપ્રયોગાત્મક વ્યવહારનો ઉપાય ન બને તેને માનો યા ન માનો કોઈ ફરક પડતો નથી. જેનો સ્વીકાર ન કરવામાં કોઈ અનુપપત્તિ આવે તેનો જ સ્વીકાર પ્રામાણિક બની શકે. જેનો સ્વીકાર ના કરવામાં આવે છતાં કોઈ અનુપપત્તિ = અસંગતિ આવે નહિ તેનો સ્વીકાર અપ્રામાણિક છે. તેનો સ્વીકાર કરવામાં તો ગૌરવ વગેરે દોષ આવે છે. માટે અભેદને ક્લુમ ભેદાભાવસ્વરૂપ માનવું લાઘવસહકારથી ઉચિત છે, નહિ કે તાદાત્મ્યસ્વરૂપ. ~~ પરંતુ ચિંતામણિકારની આ વાતનું ખંડન કરતાં પ્રકરણકાર શ્રીમદ્ઘ એમ કહે છે કે ‘પ્રમેય અભિધેયાભિન્ન છે' ઈત્યાદિ સ્થલમાં મંગેશ ઉપાધ્યાયે પણ અભિધેયઅભેદને અભિધેયતાદાત્મ્ય સ્વરૂપ જ માનવો પડશે, કારણ કે જો અભેદને ભેદાભાવસ્વરૂપ માનવામાં આવે તો અભિધેયાભેદ શબ્દનિરૂપિત વિષયતા અભિધેયપ્રતિયોગિક ભેદનો અભાવ થશે. પરંતુ અભિધેયત્વ = અભિધાવિષયત્વ = અભિધેયભેદાભાવ = નૈયાયિક મતે કેવલાન્વયી ધર્મ હોવાથી અભિધેયભેદ ક્યાંય રહેતો જ નથી. અભિધેયાવચ્છિન્નપ્રતિયોગિતાક ભેદ અપ્રસિદ્ધ હોવાથી તેનો નિષેધ પણ કરી શકાતો નથી, કારણ કે અપ્રસિદ્ધ પ્રતિયોગિક નિષેધ તૈયાયિક મતે પણ અસ્વીકાર્ય છે. અભિધેયભેદાભાવનું પ્રકારરૂપે ભાન ઉપરોક્ત સ્થલમાં ચિંતામણિકારમતે શક્ય ન હોવાથી તેણે અભિધેયાભેદને અભિધેયતાદાત્મ્ય સ્વરૂપે જ સ્વીકારવો પડશે. માટે નીલાભેદને પણ તેણે નીલતાદાત્મ્યસ્વરૂપ જ માનવો યોગ્ય છે. માટે જેમ એક જ ઘટમાં અવચ્છેદકભેદ વિના સત્તા, દ્રવ્યત્વ વગેરે ધર્મો રહે છે તેન અવચ્છેદકભેદ વિના જ નીલભેદ અને નીલાભેદ પણ ઘટમાં રહી શકે છે. આવું પ્રકરણકારશ્રીનું તાત્પર્ય જણાય છે.