Book Title: Mirate Ahemadi Athva Gujaratno Itihas
Author(s): Pathan Nizamkhan Nurkhan Vakil
Publisher: Pathan Nizamkhan Nurkhan Vakil
View full book text
________________
ગુજરાત દેશનું સામાન્ય વર્ણન:
સુજ્ઞ માહિતગાર અને સુચક તિક્ષણ દ્રષ્ટિવાળા સજ્જના ઉપર ગુપ્ત નથી કે, ગુજરાત દેશ હિન્દુસ્તાનના સુખાકિય ભાગામાંથી મોટા ભાગ છે અને આ બીજો ખંડ છે, કે જેના સંબંધ બૃહસ્પતિથી છે અને તેની હવા ધણીજ સમતુલ્ય છે, પરંતુ કેટલીક જગ્યાએ કે જે ખારા સમુદ્રના કાંઠા જમર છે તેમાં કેટલાક ફેરફાર છે. એમાંથી મુખ્ય કરીને વડનગર કસા ઉમરેઠ' અને આલખ સાર્ડમાં સ્ત્રીપુરૂષા સધળાં એવાં તે ચપકવર્ણા તથા છુટાં છે કે, તેમની ઉપર દ્રષ્ટિ પડતાંજ પ્રાણપર ધાત આવે અને વાત કરવાથી પ્રાણપ્રાપ્તિ થાય. તે વિષેનું કથન કેવું સારૂં કહ્યું છે
દાહો
-
ભુગોળ, રૂપ, ઉત્પત્તિ,
ફળદ્રુપ પાક અને
વડાદરા રાજ્ય.
પુષ્પમુખી ગુજરાતીએથી કેમ ખર્ચા એ યાર, જે ચંદ્રમુખિએને ઇશ્વરે આપ્યું રૂપ અપાર. અહિંની ધર્તિ (જમીન) ધણીખરી રેતાળ છે અને દરેક જાતનુ અનાજ પુષ્કળ નિપજે છે; પરંતુ તેમાં બાજરીની પેદાશ ધણી થાય છે. તે બાજરીપર કચ્છી ઘેાડાઓના આહારના આધાર છે. તેમજ ધણા ખરા લોકા પણ તે ઉપર પે!તાનુ ગુજરાન ચલાવે છે. પ્રાચીન કાળમાં ચાખા સારા થતા નહોતા પણુ હાલમાં તે પુષ્કળ અને સારા થાય છે. કેટલાક મહાલમાં ખરી અને રવિની ઉત્પત્તિ સેળભેળ છે અને કેટલેક ઠેકાણે તેા કુવા તથા વર્ષાથી ખરીફ્ અને રિવને ઉપજાવે છે; તેમજ ખેતા તથા ગામડાંની વસ્તીની ચાતર ફરતી થારીમની વાડ કરે છે, કે જે લાંખા કાળ ગુજરતાં એક મજબુત કાટ(ગઢ)રૂપ થઇ જાયછે. પાટણથી
૧. મેગલ બાદશાહાએ આખા હિન્દુસ્તાનમાં અમલ માન્યા પછી સુખાઆમાં તેના ભાગ પાડેલા, જેમકે ખ'ગાલાના સુખે તથા ગુજરાતના સુબા.
૨. મુસલમાન ભ્રુગેાળવેતાએ પૃથ્વિના સાત ખંડ કરીને એક એક ગ્રહની હેઠળ એક એક ખડને મુક્યા છે. તેમાં ગુજરાત વિભાગ બૃહસ્પતિની તળે ગણેછે.
૩. વર્ષની ત્રણ તુ છે.-ખારાન (વર્ષાદ), ખરીફ્ અને રવી (રખી).