Book Title: Maru Jivanvrutt Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania Publisher: Gurjar Granthratna KaryalayPage 41
________________ ૩૦ • મારું જીવનવૃત્ત કે જે આટલો લોભી છે તે કાંઈક મતલબસર જ આમ ધરમ કરમ કરતો હશે. એ સ્ત્રી સાથે તો ઘેર રહેતો જ નથી ઈત્યાદિ. જીજીભાઈ હનુમાનદાસને ગામમાં લાવ્યા, ધર્મશાળા બંધાવી સદાવ્રત શરૂ કર્યું અને બીજાં કેટલાંક ધર્મકાર્યો કર્યા ત્યારે પણ લોકો એમને વિષે સાશંક હતા. પરંતુ કોણ જાણે મારું મન એમના પ્રત્યે એ ઉંમરે પણ અકળ રીતે આકર્ષાતું ! કાશીથી પહેલવહેલો વિ. સં. ૧૯૬૩માં અને ત્યાર પછી જ્યારે ગામમાં પાછો આવતો ત્યારે જીજીભાઈને મળવાની તક સાંપડતી. મારી સ્થિતિ અને ઉંમર બદલાયાં હતાં. જીજીભાઈને મળવાની તક સાંપડતી. મારી સ્થિતિ અને ઉંમર બદલાયાં હતાં. જીજીભાઈ મને બહુ નિખાલસ ભાવે મળતા. એમની એ સાર્વજનિક ધર્મશાળામાં ખુશીથી હું જતો અને ત્યાં આવી. ઊતરેલા કોઈ યોગ્ય સાધુ-સંત હોય તો તેમને ભેટતો. જીજીભાઈ ગુજરી ગયા પછી ગામમાં ગયેલો ત્યારે આખા ગામમાં અને બહારના સમાજમાં એમની સુવાસ અજબ રીતે પ્રસરેલી સાંભળી. મારા અંગત મિત્રો જે પહેલાં એમની ટીકા કરતા તેઓએ જ મને કહ્યું કે ખરી રીતે જીજીભાઈને કોઈએ ઓળખ્યા જ ન હતા. તે ગૃહસ્થ છતાં સાધુ કરતાંય વધારે પવિત્ર અને સત્યવાદી હતા. જીજીભાઈના આ જીવનપરિવર્તનમાં બાલા હનુમાનદાસનો જ પ્રભાવ કારણભૂત હતો એમ મને, વિચાર કરતાં, લાગે છે. એ ગિરનારી હનુમાનદાસ છે સમભાવી અને પ્રભાવશાળી અવધૂત બાવાના ચહેરાનું દર્શન મારા જીવનમાં પહેલું અને છેલ્લું જ હતું. જોકે આગળ જતાં બીજા કેટલાય યોગી સંતોને ભેટ્યો છું પણ એ તો માત્ર ભેટ, નહિ કે સાક્ષાત્ ચક્ષુદર્શન. જૈન સાધુના આચાર જૈન સાધુ-સાધ્વીઓ ઉઘાડે પગે ચાલે, કેશનો લો, ફરે, પોતાનો ભાર પોતે ઊંચકે અને પગપાળા ચાલે. પોતાના માટે તૈયાર કરવામાં નથી આવેલ એવી ખાતરી થયા પછી જ અમુક મર્યાદાઓનું પાલન કરી ગૃહસ્થોને ત્યાંથી આહારપાણી લે. ગરમ પાણી ન મળે ત્યારે ચોખાનાં કે બીજાં તેવાં ધોવાણનાં પાણી તેમ જ કુંભારને ત્યાંથી માટી પલાળેલ ઘડામાંથી પાણી લાવી, તેને આકરવા દઈ, નિતારી શુદ્ધ કરી તે વાપરે. આ બધું એ ઉંમરે નજરે જોતો. તે ઉપરાંત ગૃહસ્થો અને સાધુઓ દ્વારા હસતે મોઢે આચરાતા અઠવાડિયા, પખવાડિયા અને માસના ઉપવાસો પણ જોયેલા. એક વાર તે બે મહિનાના લાગલગટ ઉપવાસ કરેલ એક મારવાડી સાધ્વીનાં દર્શન પણ ભાવભક્તિથી સાશ્ચર્યમને કરેલાં. એ જ ઉંમરે એક વાર ખરે બપોરે સખત ઉનાળામાં વઢવાણના ભોગાવાની આગ વરસતી રેતીમાં ઉઘાડે ડિલે આતાપના લેનાર એક મારવાડી સાધુનાં દર્શન કરેલાં. ત્યાં સાકરનું પાણી પીવા સાથે હજારો દર્શનાર્થીઓની ભીડ જોયેલી. આ બધી વસ્તુસ્થિતિને લીધે તે વખતે મારી ધર્મની સમજણ મુખ્યપણે ક્રિયાકાંડ, દેહદમન, તપશ્ચર્યા અને પરંપરાગત શાસ્ત્રશ્રવણમાં જ સમાઈ જતી. આથી વધારે ઊંડી અને સાચી સમજણ મેળવવાની તે વખતે ન હતી કોઈ સામગ્રી, કે ન હતી તેવી પરિસ્થિતિ. એટલે આટલી સમજણના વર્તુળમાં જ તે વખતનું જીવન ચક્કર મારતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216