Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 210
________________ સમ્મેતશિખરની યાત્રા કરી કલકત્તામાં - ૧૯૯ વિજ્યધર્મસૂરીશ્વર પાસે જ ગયો. તેણે તેમનું અને બીજા સાધુઓનું વલણ તદ્દન વિરુદ્ધ અને તિરસ્કારપૂર્ણ જોયું. પોતાની પ્રેરણાથી પોતાના શિષ્ય તરીકે દીક્ષા લેનાર દીક્ષા છોડી પોતાની પાસે જ રહે ને છૂટથી જીવન જીવે તો બીજા સાધુઓ અને વિદ્યાર્થીઓ ઉપર તેની અસર સારી ન થાય અને દીક્ષા એક બોજ કે બંધન છે એવું માનસિક વાતાવરણ કેળવાય એવા ભયથી વિજયધર્મસૂરીશ્વર અગર બીજા મુનિઓ તેના પ્રત્યે આદર ન બતાવે એ સ્વાભાવિક હતું. ? સ્વમાની લાભચંદ ત્યાં એક ક્ષણ પણ ન થોભતાં મને, હું જ્યાં રહેતો હતો ત્યાં ભૌનીમાં મળ્યો. મેં આશ્ચર્ય વચ્ચે જોયું કે જેની દીક્ષા હમણાં જ છાપા દ્વારા જાણી છે તે અહીં ક્યાંથી ? તેને મોઢે બધી હકીકત સાંભળી ને સમાધાન થયું. મેં તેને કહ્યું કે તારા જેવો માણસ દીક્ષા લેવા લલચાયો એ જાણ્યા છતાં મને શંકા જ હતી કે તું એમાં ટકી શકીશ કે નહિ. છેવટે એનું મન અભ્યાસરુચિ જોયું ત્યારે મેં બેએક શરતે સાથે રહેવા કહ્યું. હું મિથિલા જવાનો છું ત્યાં તારે સાથે રહેવું પડશે ને બીજું એ કે બીજા માણસના અભાવમાં તારે મને સંભાળવાની જવાબદારી લેવી પડશે. તે પૂરા શિષ્યના ગુણ અને ઉત્સાહથી સાથે ચાલ્યો. આનો અતિ ટૂંકો નિર્દેશ હું પહેલાં મારા મિથિલામાંના અધ્યયન પ્રસંગે કરી ગયો છું. આ લાભચંદ, અત્યારે કલકત્તામાં એક જૈન મિત્ર મંડળ તરફથી ચાલતી પાઠશાળામાં અધ્યાપક તરીકે કામ કરતો, તે જ મને મળ્યો. મારી પાસે ભણેલો, રહેલો, મારી કાળજી અને ભક્તિપૂર્વક પરિચર્યા કરેલી ને મારા જ સૂચનથી કલકત્તામાં જઈ સારું પ્રતિષ્ઠિત સ્થાન મેળવેલું. એટલે મારા આગમનથી તેને આનંદ થાય એ સ્વાભાવિક હતું. તેણે મને પોતાની સંસ્થામાં લઈ જઈ બધી સુખદુઃખની વાતો કહી. સંસ્થા ને કલકત્તામાં તેને થયેલા અને થતા અનુભવો વિષે પણ કહ્યું. છેવટે મને પૂછ્યું કે આ સ્થાન છોડું તો તમે ક્યાં રહેવા સૂચવો છો ? એની મનોવૃત્તિ હવે આર્યસમાજ તરફ ન હતી. જૈન સાધુવેશ સ્વીકારી છોડી દેવાથી તેને રૂઢ જૈનો બહુ અપનાવી શકે તેમ પણ ન હતું. એ મુક્ત મનનો છતાં કાંઈક હઠી સ્વભાવનો પણ ખરો. આ બધું જોઈ મેં તેને તેના જ દેશમાં એક સ્થાન સૂચવ્યું. ને તે સ્થાન જાલંધરમાં કેસર ઋષિ નામના યતિ પાસે જવાનું. આ યતિને હું એક વાર જાલંધરમાં મળેલો. તે માત્ર વિદ્યાવૃત્તિ અને વૈદ્યક પણ કરતા. તેમને પોતાનું સ્વતંત્ર મકાન હોવા ઉપરાંત કાંઈક સંપત્તિ પણ હતી. વિદ્યાવૃત્તિવાળા સચ્ચરિત્ર ઉત્તરાધિકારીની તેમને જરૂ૨ હતી. મેં લાભચંદને કહ્યું, મારો પત્ર લઈ જા. થોડા દિવસ બંને સાથે રહો. બંનેને ફાવે તો એ સ્થાન સારું છે. તારી વિદ્યાવૃત્તિ ત્યાં પોષાશે ને તારો વૈદ્યકનો શોખ પણ પૂરો થશે. આજે એ લાભચંદ એ જ યતિજીના ઉત્તરાધિકારી તરીકે જાલંધરમાં રહે છે. ને વૈદ્યક કરવા ઉપરાંત અનેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216