________________
૨૦ • મારું જીવનવૃત્ત વિદ્યાર્થીઓને પાસે રાખી ભણાવે પણ છે. કલકત્તામાં એ લાભચંદને મળવાથી મને સંતોષ એટલા માટે થયો કે એક શક્તિસંપન્ન વ્યક્તિ માત્ર સાધુવેશના ત્યાગને કારણે સમાજમાંથી પોતાનું સ્થાન સર્વથા ગુમાવી બેસત તેને બદલે તેણે કલકત્તામાં રહી વિદ્યામાં રહી સેવાકાર્યમાં પ્રગતિ સાધી ને આત્મવિશ્વાસ પ્રાપ્ત કર્યો. પંડિત વીરભદ્રની પ્રકૃતિનું નિરૂપણ
કલકત્તામાં જે બીજી વ્યક્તિ મળ્યાની નોંધ કરું છું તે માણસજાત કેવી રીતે અજબ પ્રકૃતિ ધરાવે છે એ સૂચવવા ખાતર. આ વ્યક્તિ તે પંડિત વીરભદ્ર. મૂળે એ યતિશિષ્ય. ઘણાં વર્ષો પહેલાં મને એ પાલિતાણામાં મળેલા. મેં એમને કાશીમાં એમની વિદ્યાવૃત્તિ તૃપ્ત કરવા તે વખતે સૂચવેલું. એ કાશી યશોવિજયજી જૈન પાઠશાળામાં આવી રહેલા ને સંસ્કૃત ઠીક ઠીક શીખેલા. વ્યાકરણ ને ન્યાયનું અધ્યયન કરેલું. એમનું મગજ એવું એકાંગી કે તે જે શીખતા કે ભણતા હોય તે સિવાય કોઈ પણ પુસ્તકને કે બીજા વિષયને સ્પર્શે જ નહિ. આસપાસ કે દુનિયામાં શું બને છે તેની તેમને લેશ પણ પરવા નહિ. તેમને મન છાપું, ઈતિહાસ, સમાજ કે રાજકારણ એ બધું તેમના પ્રિય વિષય સંસ્કૃતમાં લખાયેલ ગ્રન્થોમાં જ. માત્ર ભણવામાં જ તે એકાંગી એમ નહિ, પણ મળવાહળવા અને વ્યવહારમાં પણ તે સાવ એકાંગી. કોઈ પત્ર લખે તો તેને કદી તે જવાબ આપે જ નહિ. છતાં તેમને પોતાને જરૂર લાગે તો પત્રથી જવાબ ન આપતાં જાતે રેલવે મુસાફરી કરીને પણ મળે. ખાવાપીવામાં એટલા એકાંગી કે તેમની જીવનદેવતા જ સુંદર ભોજન અને પુષ્ટ રસોઈ. વીરભદ્રની પ્રકૃતિને આકર્ષવામાં બે જ ચાવીએ સફળ થઈ શકે એમ મને લાગ્યું છે. એક તો એમને ભણવા – ભણાવવાની પૂરી તક આપવી અને બીજી ખાવાપીવાની સુંદરમાં સુંદર સગવડ આપવી. જો એમને ભણાવનાર થાકી લોથ થાય તોય વીરભદ્ર ભણવામાં કંટાળે નહિ. ભણનાર મળે ને તે એવા હોય કે રાત કે દિવસ ગણ્યા વિના તેમની પાસે વાંચ્યા કરે તો પણ તે કદી ન કંટાળે. ભણનાર વસ્તુ સમજે જ નહિ અગર ભણનારને એ ભણવાથી લાભ થાય છે કે નહિ એનો વિચાર વીરભદ્રને કરવાનો હોતો જ નથી. એમનો વિચાર માત્ર એટલો જ કે, પોતાના ઈષ્ટ વિષયો ને ઇષ્ટ પુસ્તકો શીખનાર કે વાંચનાર સમજીને કે વગર સમજે એમની પાસે વાંચ્યા કરે તો એમને એ વિષયો ને એ પુસ્તકોની આવૃત્તિ થયા કરે. એમનો પ્રિય વિષય એટલે સંસ્કૃતમાં લખાયેલ ગ્રન્થોમાં પ્રતિપાદિત થયેલ વ્યાકરણ અને દર્શન. એ જ વિષયો વધારે સારી રીતે અને વધારે માહિતી પૂરી પાડે એવી રીતે સંસ્કૃત સિવાય બીજી કોઈ પણ ભાષામાં (ત્યાં સુધી કે માતૃભાષા ગુજરાતી કે રાષ્ટ્રભાષા હિન્દીમાં પણ) લખાયેલ આપતું હોય તોય તે તરફ કદી વીરભદ્ર ઢળે નહિ. એમની આખી જીવનચર્યાનું કેન્દ્રબિન્દુ સંસ્કૃતમાં લખાયેલ ગ્રન્થો વંચાવવા ને વાંચવા તે જ. એમને ભોજનનો રસ એટલો For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International