Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 212
________________ સમ્મેતશિખરની યાત્રા કરી કલકત્તામાં ૭ ૨૦૧ બધો કે આમંત્રણ આપનાર એકાદ વસ્તુ પણ મનગમતી પીરસવી ભૂલી જાય કે તૈયા૨ ન કરે તો કહે જ કે, તમે નોતર્યો પણ ખવરાવતાંય જાણતા નથી. અમુક ચીજ પીરસવી કેમ ભૂલી ગયા ? અમુક ચીજ કેમ ન બનાવી ? ઇત્યાદિ. જો તમે એમને એમની પ્રકૃતિ જાણી સરસતમ ભોજન કરાવો ને વખતોવખત બોલાવો તો એ તમારો દાસાનુદાસ થઈને રહે, એટલું જ નહિ, પણ સરળભાવે તમારા ગુણ જ જુએ. અલબત્ત, આટલું છતાં એમનું મન રાખવા કાળજી સેવનારે એ માટે પણ તૈયાર રહેવું જોઈએ કે જો તેનાથી એક વાર પણ વીરભદ્રની પ્રકૃતિ નહિ સચવાય તો તે તેનું કર્યું કારવ્યું બધું જ ભૂલી સામે પાટલે જઈને બેસશે. આ વીરભદ્ર તે વખતે કલકત્તામાં પં. હરગોવિંદદાસના સહાયક તરીકે પ્રાકૃત શબ્દકોશનું કામ પણ કરતા. મેં એમને કલકત્તામાં રહે છે તો બીજું કેટલુંક નવું શીખવા સૂચવ્યું, પણ એમને તો એનો કાંઈ સ્પર્શ જ ન થયો. એકાદ સ્થળે સારું કામ અને બહુ વધારે વેતન મળવા ઉપરાંત આગળ વિકાસને પણ અવકાશ હોય ને તે સ્થાન પોતાની પડોશમાં જ હોય અને સુલભ પણ હોય છતાં વીરભદ્ર યક્ષ કદી એવી પરવા ન કરે, ન કોઈને મળે, ન કોઈની સાથે ભળે, આપમેળે કોઈ એમને પકડે ને એને ત્યાં બધું ગમતું મળી જાય તો પછી ત્યાં જ ધામા નાંખે. વીરભદ્રની પ્રકૃતિ જોઈ મને ઘણી વાર એમ થયું છે કે માનવપ્રકૃતિના અજાયબ ઘરમાં આવી ભાત ભાતની વસ્તુઓ ન હોત તો જગતમાં રસ કેવી રીતે રહેત ? જુદી પ્રકૃતિવાળાને ભલે એ ન ગમે છતાં એવી ટાઇપો' પણ રસનો વિષય જ છે. પંડિત હરગોવિંદદાસ અને તેમના પૂર્વગ્રહો કલકત્તામાં મળનાર ત્રીજી વ્યક્તિ પંડિત હરગોવિંદદાસ. એ મારા કાશી યશોવિજયજી જૈન પાઠશાળાના જૂના થોડા વખત પૂરતા સાથી અને મારી પાસે થોડુંક શીખેલ પણ ખરા. ઉંમરે મારાથી નાના, બુદ્ધિથી પટુ અને કાર્યમાં કુશળ. ત્યારે તેઓ કલકત્તા યુનિવર્સિટીમાં પ્રાકૃતના અધ્યાપક તરીકે કામ કરતા ને સાથે સાથે પોતાના સિદ્ધ પાગ મસળવો નામના પ્રાકૃત કોશની તૈયારી પણ કરતા. હું યશોવિજયજી જૈન પાઠશાળાથી છૂટો પડ્યો ત્યાર બાદ તેમને મળેલો નહિ. તેમને પણ મારા વિષે અનેક પૂર્વગ્રહો બંધાયેલા તે હું જાણતો. તેઓ વિĒધર્મસૂરીશ્વર સાથે જ રહેવા ને તેમના જ સમર્થક. હું તેમનાથી જુદો પડ્યો ને રહ્યો, એટલે સ્વાભાવિક રીતે જ હરગોવિંદદાસ મને મળવાનું પસંદ ન કરે છતાં વાતચીત ઉપરથી હું એટલું સમજી શક્યો કે તેમને મારી સાથે મળવા કે ભળવામાં બહુ રસ નથી. હરગોવિંદદાસ એકાદ બે વર્ષ પહેલાં પોતાના વતન ગુજરાતમાં જતાં મને આગ્રા મળેલા. તેઓ તે વખતે અવિવાહિત હતા. મેં તેમને તેમનાં લગ્ન વિષે પૂછેલું. જુદા પડ્યા પછી અમારી વચ્ચે આ જ સંબંધનો પ્રસંગ આવેલો. કલકત્તામાં મળ્યો ત્યારે ઘણું કરી તેઓનું લગ્ન For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216