Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 204
________________ વઢવાણમાં અસ્પૃશ્યતાનિવારણનો પ્રયોગ અને કાશીમાં નિવાસ • ૧લ્સ હતી જ નહિ. આમ છતાં બહેન બનેવી ને બીજાં સગાંઓએ મને ખૂબ વહાલથી જમવા નોતર્યો, પણ હું આ વખતે ક્યાંય ન ગયો. દાદભા કુટુંબના ચુનીભાઈ દરમ્યાન એક માણસ એવો આવી ચડ્યો કે જેનું નિમંત્રણ હું ટળી શક્યો નહિ. મેં નહિ ધારેલું કે એ દાદાભા કુટુંબનો માણસ આટલો ઉદાર કદી હોઈ શકે! છતાં મેં અજાયબી વચ્ચે જોયું કે, ભાઈ ચુનીલાલ ત્રિભુવન સાવ સુધારક છે. ગાંધીજીના વિચાર ચોમેર પડઘો પાડી રહ્યા હતા. સ્વર્ગવાસી ફૂલચંદભાઈએ પોતાની તપસ્યા વઢવાણને ગોંદરે શરૂ કરી હતી. એનો ચેપ ચુનીભાઈમાં ઊતરેલો. ચુનીભાઈ ગર્ભશ્રીમન્ત ખરા, પણ જરાય કેળવણી પામેલ નહિ. છતાં તેમને અસ્પૃશ્યતા ડંખતી. જ્યારે તેમણે મારા ઢેડને અપનાવવાના વિચાર જાગ્યા ત્યારે મને કહ્યું કે તમે મારે ત્યાં તો ચાલો જ, હું આવી સ્પૃશ્યાસ્પૃશ્યતા નથી માનતો. મેં તેમનું આતિથ્ય સ્વીકાર્યું. પણ આ વખતે બહેન, ફઈ કે ભત્રીજી વગેરે કોઈ નજીકનાં સગાંને ત્યાં ખાસ કરી જમવા કે દૂધ પીવાય ન ગયો. ડો. અમરશીની સેવાભાવના ડોક્ટર વાનપ્રસ્થ થયેલા. પાસે પૈસા પણ ખરા. રાષ્ટ્રિય ભાવના ને કેળવણીની ભાવના તેમને સ્પર્શેલી. તેમનો મોટો પુત્ર વઢવાણ કેમ્પમાં ડૉક્ટરીનો ધંધો કરે છે. તે વખતે નાનો પુત્ર હજી ભણતો. ડૉક્ટરની ઇચ્છા એવી હતી કે તેમનું વઢવાણનું મકાન સેવાકાર્યમાં વપરાય. તે ઉપરાંત તેમણે તે વખતે નજીકમાં વસાવવામાં આવનાર, જોરાવરનગરમાં પડતર જમીન લીધેલી, એમની દૃષ્ટિ એ હતી કે વઢવાણમાં સેવાઅર્થે દવાખાનું ચાલુ રાખવું ને આ નવા વસનાર જોરાવરનગરમાં મકાન બંધાવી ત્યાં બાકીનો વખત શાન્તિમાં ગાળવો. ડૉક્ટર સત્સંગપ્રિય હતા. તેમણે મુનિશ્રી જિનવિજયજીને પોતાનો જોરાવરનગરવાળો પ્લોટ બતાવી કહેલું કે તમે અહીં આવો. હું મકાન બંધાવીશ ને ખર્ચો બધો ચલાવીશ. મનો તો એમણે હંમેશાં ત્યાં જ આવી રહેવા ને પોતાની મનપસંદ પ્રવૃત્તિ ચાલુ રાખવા કહ્યું. ઘણું કરી એ પ્લોટ ભોગાવાથી બહુ દૂર ન હોઈ આકર્ષક પણ હશે, પરંતુ મારું મન તો બીજે જ બંધાયેલું હતું. કાંઈ સ્વસ્થ થાઉં તો જલદી પાછો ફરી અધૂરાં રહેલાં ને બીજાને સોપેલાં કામો પૂરાં કરું ને શું શું થયું ને કેવું થયું એ તપાસું એવી એક જ ધૂન હતી. કાંઈક મળ્યું ન મળ્યું ને મનનો ઘોડો ઊપડ્યો. વઉઠાના મેળામાં હું ઈ. સ. ૧૯૨૦ વિ. સં. ૧૯૭૭ના કાર્તિક માસની આઠમ લગભગ અમદાવાદ માટે ઊપડ્યો. ત્યાં મુનિશ્રી જિનવિજયજી હતા. ગાંધીજીએ શરૂ કરેલ મહાન રાષ્ટ્રિય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216