Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 202
________________ બીમારીને કારણે યાત્રાઓ • ૧૯૧ લીમલી આવ્યા કેમ કે ત્યાં રાષ્ટ્રિય ભાવનાની ભરતીને કારણે પુરાતત્ત્વ વિષયક રાષ્ટ્રિય સંસ્થા સ્થાપવાનો વિચાર શરૂ થયેલો ને તેમાં શ્રી જિનવિજયજીને જોડવા એવો પણ વિચાર મિત્રોને થયેલો. મુનિજી ને મારો સંબંધ બહુ પહેલેથી શરૂ થયેલો ને તે વધારે નિકટતામાં પરિણામ પામેલો. એટલે તેઓ મારી તબિયત જોવા ખેંચાઈને આવે એ સહજ હતું. મારા આનંદ ને વિસ્મયનો પાર ન રહ્યો. ખૂબ નિરાંતે બેઠા. બધી ઘટના વિષે વાતો સાંભળી. આ વખતે ડૉક્ટર અમરશી પણ ત્યાં જ હતા. છેવટે મુનિજીએ કહ્યું કે તમે સાજા થાઓ કે તરત જ અમદાવાદ આવી જાઓ. પછી વધારે વિચારીશું. બીજે દિવસે તેઓ અને ડોક્ટર બધા જ ચાલ્યા ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216