Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 194
________________ “સન્મતિનો આરંભ અને આપત્તિઓ • ૧૮૩ એની વર્ધતા વૈષ્ણવો તથા શૈવો સ્વીકારે છે તે ઉપરથી એની વર્ધતાનું સામાન્ય કારણ શોધવાની લાલચ જિજ્ઞાસુઓને થઈ આવે તે સ્વાભાવિક છે. મને એમ લાગે છે કે મૂળમાં એની ગંધને કારણે એની વર્ધતા ઉપર કોઈ એક સંતે કે પંથે બહુ ભાર આપેલો પછી એની વર્જ્યતાનું આંદોલન પ્રસરતાં કોઈએ તેનું અહિંસાની દૃષ્ટિએ સમર્થન કર્યું તો બીજા કોઈએ ન પાડું નક્ષત, નાસુખે વાપિ વર્તત ઇત્યાદિ વાક્યોને શાસ્ત્ર લેખી શાસ્ત્રાધારે તેની વર્ધતા માની છે. બટાટાની બાબતમાં વૈષ્ણવો કે શૈવોને તેવો કોઈ શાસ્ત્રાધાર નથી મળ્યો તેથી તેઓ તેને છૂટથી ખાય છે, જ્યારે જેનો એને અનન્તકાય ગણી વર્ષ માને છે. ચરક-સુશ્રુત જેવા વૈદ્યક ગ્રન્થોમાં ડુંગળી ને લસણના ગુણો બતાવેલા હોવાથી તેમ જ જૈન પ્રજ્ઞાપના સૂત્રમાં ડુંગળી-લસણનો ઉલ્લેખ આવતો હોવાથી તે વસ્તુઓ ભારતમાં પાછળથી આવી ને તેથી વર્ષ મનાઈ એમ નહિ કહી શકાય. જ્યારે બટાટાની બાબતમાં એમ કહી શકાશે. બટાટાનો ઉલ્લેખ એટલો જૂનો નથી મળતો. તે પરદેશથી ભારતમાં મોડેમોડે આવ્યાં છે. બહારથી આવે તે વસ્તુને ભારતના ધાર્મિકો પહેલવહેલા અધર્મ માની વર્જ્ય ગણે છે. ને પછી ક્રમે ક્રમે વર્યુ ગણવા છતાં એને પચાવી પણ લે છે. બટાટાની બાબતમાં આવું જ કાંઈક બન્યું છે એમ મને લાગ્યું છે, પણ તે અનન્તકાય હોય તોય હું તેને વર્જવા જેટલી અહિંસાની દૃષ્ટિએ ત્યાગ કરી ધાર્મિક હોવાનો દંભ સેવવાનું મને પસંદ ન આવ્યું. ને તેથી જ મેં બટાટાં ન ખાવાનો નાની ઉંમરથી પાળેલો નિયમ છોડી જ દીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216