________________
૧૮૮ • મારું જીવનવૃત્ત જવું તો હતું જ એટલે એ નજીવા ગાળામાં પણ બે-પાંચ વિસામા કરી ત્યાં સવારે ને ઢળતે બપોરે જતો. કલાક-બબ્બે કલાક બેસતો આથી મને કાંઈક આરામ મળતો હોય તેમ લાગ્યું. દિવાળી આવી ને પસાર થઈ ગઈ. દિવાળીનો જૂનો અને નવો અનુભવ
નાની ઉંમરથી જે ધનતેરસને દિવસે લાપસી ખાવા ટેવાયેલો ને જે દિવાળીના દિવસોમાં જલેબી અને ફાફડા બીજી મીઠાઈઓ ખાવાની પ્રથાનો લાંબા વખત સુધી અનુભવ કરેલો, જાતજાતનું દારૂખાનું વડીલો પાસેથી માંગીને કે કોઈને મેળવવામાં અને ફોડવામાં જીવનની લહેજત માનેલી, બેસતા વર્ષે ચોપડાપૂજન વખતે વડીલો ચોપડા પૂજે ને અમે પરાણે ઠાવકું મોઢું રાખી પૂજા કરાવનાર બ્રાહ્મણના “પરાનું ખમવત પુત્રવાનું ભવતુ સ્વાહા જેવા સંસ્કૃત શબ્દો શ્રદ્ધા ને આદરપૂર્વક સાંભળતા, અનેક બ્રાહ્મણો સાથે દક્ષિણા લેવા આવતી વખતે શુદ્ધ-અશુદ્ધ સ્પષ્ટ-અસ્પષ્ટ સંસ્કૃત શ્લોક બોલવા સાથે ચાંદલો કરી ચોખા ચોડે ત્યારે કપાળમાં કંકુના થર ઉપર થર ચડ્યા છતાં એમાં ધન્યતા લાગતી ને અમે બહુ કાળજીપૂર્વક એ સપરમાના દિવસોમાં દરેક પ્રકારનાં મંગળ સાચવવા તત્પર રહેતાં, રખે આંખમાંથી આંસુ ન પડે, રોવાઈ ન જવાય, લઢવાડ ન થઈ જાય તેનું ધ્યાન રાખતા, ને દિવસે ગમે ત્યાંથી ગમે તેટલી મોંઘી ચોળાની સીંગો મેળવી તેનું શાક ખાવામાં નવા વર્ષનું માંગલિક સમજતા, તે જ ધનતેરસ, તે જ દિવાળી ને તે જ બેસતા વર્ષનો દિવસ આ વખતે મારી સામે જુદું રૂપ ધારણ કરી આવેલા. એક તો ઘણાં વર્ષો થયાં આ દેશી પ્રથાથી હું સાવ જુદો પડી ગયેલો ને બીજું એ પ્રથાના બધા અંશો વિષે હું મારી દૃષ્ટિએ સારાસારનો કાંઈક વિવેક કરતો પણ થઈ ગયેલો. તેમ જ સંસ્કૃત અને તર્કશાસ્ત્રનો ઠીક ઠીક સાથ હોવાથી તે બ્રાહ્મણત્વ આદિ જાતિ વિષેના જન્મસિદ્ધ ખ્યાલોમાં ધરમૂળનો ફેર પડવાથી હું કુટુંબની, ગામની તેમ જ સમાજની આ બધી પ્રથાઓને જુદી જ રીતે નિહાળતો હતો. તહેવારોના એ દિવસોમાં સૌને જે મિષ્ટાન્ન મળતું ને છોકરાઓને તેમ જ વસવાયાઓને જે દારૂખાનું અપાતું તે મને યોગ્ય લાગતું, પણ મંગળ તેમ જ શકનને નામે જે જે વિધિઓ ચાલતી તે મને સાવ જડતાપોષક લાગી. વ્યાપારીઓ લક્ષ્મીની લીલાલહેરની આશાથી બ્રાહ્મણો પાસે પૂજા કરાવતા ને બ્રાહ્મણો દક્ષિણાની આશાથી એમને આશીર્વાદ આપતા ને જાણે એમની આજ્ઞાથી જ લક્ષ્મી વાણિયાઓના ઘરમાં વાસ કરે એવો ડોળ કરતા. લેવડ – દેવડ કે બીજે પ્રસંગે પાઈની પણ છૂટ ન આપનાર અગર બ્રાહ્મણત્વનો મોભો ન સમજનાર વાણિયો આ વખતે જનોઈ પહેરનારને અગ–બગડે સંસ્કૃતમાં આશીર્વાદ આપનાર દરેકને બાહ્મણ સમજી કાંઈક પણ દક્ષિણા આપે એ જોઈ મને બહુ કૌતુક થતું. ભાઈઓ સાથે તેમની ઈચ્છાને માન આપવા પૂજા વખતે હું બેઠેલો. જે મુખ્ય બેFor Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International