Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 197
________________ ૧૮૬ મારું જીવનવૃત્ત ફૂલના પહોંચ્યો ત્યારે જઠરાગ્નિને હવિ અધ્યું. પહેલાં જેટલા વેગથી તો તાવ ન આવ્યો, પણ કાંઈક હળવો પડ્યો. વિજયવલ્લભસૂરિ ને તેમના શિષ્ય પરિવારનો આગ્રહ છતાં પાંચેક દિવસથી હું વધારે ન રોકાયો. કેમ કે મારી ચિંતા બીજી જ હતી. તાવ મોળો પડ્યો ને મારવાડનાં હવાપાણીએ તાજગી અર્પે એટલે પાછો આગ્રા આવી કામે લાગી ગયો. હરસની તકલીફ અને ઊંઝાયાત્રા. ભામંડળદેવને પ્રસનું કામ સોંપી હું મારા ચિંતન-મનન-લેખનના કામમાં પડ્યો તો ખરો, પણ પાછી તબિયત કથળી. હરસથી લોહી પડવું શરૂ થયું ને તાવ પણ સાવ તો ગયો જ ન હતો. અંગત પરિચારકની જરૂર હતી જ. ફતેપુર (હસવા જિલ્લાના એક ભાઈ લક્ષ્મીનારાયણ પહેલાં મારી પાસે પાટણમાં રહેલા. તેમને બોલાવી લીધા. તેથી પરિચર્યાની તો ચિંતા રહી જ નહિ. પ્રતિક્રમણની છપામણીનું કામ કાંઈક રસ્તે પડ્યું, પણ તબિયત ઠેકાણે ન આવી. આ રીતે ઈ. સ. ૧૯૨૦ના શ્રાવણ-ભાદરવો બે માસ સખત માંદગીમાં વીત્યા. કામ કાંઈક રસ્તે પડ્યું છે તો અહીં જ બેસી રહેવામાં સાર નથી એમ ધારી મેં આગ્રાથી ગુજરાત તરફ પ્રયાણ કર્યું. હરસ દૂઝતા બંધ થાય તો જ શક્તિ સચવાય એમ હોવાથી મારી દષ્ટિ ઊંઝા તરફ ગઈ, ઊંઝામાં વૈદ્ય નગીનદાસ રહે છે. તેઓ વિ. સં. ૧૯૬ પછી મારા પરિચિત હતા. તેમની મારા પ્રત્યે મમતા પણ ખૂબ હતી. તેમની દવા કારગત નીવડશે એ આશાએ મને ઊંઝામાં ઉતાર્યો. વૈદ્યજીએ પોતાને ત્યાં બધી જ સગવડ કરી આપી. મમતાથી દવા શરૂ કરી, પણ એ દવા અને હરસ વચ્ચે કૌરવ-પાંડવ હૃદ્ધ શરૂ થયું હોય તેવાં લક્ષણો દેખાયાં. જેમ જેમ દવા કરી તેમ તેમ લોહી અટકવાને બદલે વધારે પડે. વૈદ્યજી દવાઓ બદલ્યું જાય ને મને કહે કે જરાય હિંમત હારશો નહિ. હું મટાડશે જ રહેવાનો છું ને જ્યારે હરસ મટશે ત્યારે જ તમને જવા દઈશ. ૧૯ દિવસની તેમની તપસ્યા પછી પણ મને કાંઈ સુધારો ન દેખાયો ત્યારે ત્યાંથી જવાનું જ મેં દુરસ્ત ધાર્યું. ઊંઝામાં રહ્યો તે દરમ્યાન પૂનાથી મુનિશ્રી જિનવિજયના ઉપરાઉપર આગ્રહી પત્રો આવતા કે તમે પૂના આવી જાઓ તો બધાં સારાં વાનાં થશે. તે વખતે તેઓ જૈન સાધુની મર્યાદામાં હોવાથી રેલવેવિહાર ન કરતા ને ચોમાસું પણ હતું. તેથી તેઓ મને લખતા કે હું તો આવી શકતો નથી, પણ તમને તો રેલવેની લબ્ધિ (વિભૂતિ યા સિદ્ધિ પ્રાપ્ત છે તેથી સેકન્ડ ક્લાસમાં પણ તમે આવી જાઓ એ જ સારું છે. હું એટલી પણ સફર કરવા જેટલો શક્ત નથી રહ્યો એ વસ્તુ તેઓ દૂર બેઠાં જાણી શકે તેમ ન હતું. તેથી તેમનો મિત્રાગ્રહ ચાલુ રહે એ સ્વાભાવિક હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216