Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 181
________________ ૨૯. પિતાના કારજનો વિરોધ લીમલીમાં પિતાના કારજનો વિરોધ જે ઉદ્દેશથી પૂના અમે આવેલા તે મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થતો ન દેખાયો, પણ પૂનાના આ વાસ દરમિયાન જીવનમાં કેટલાંક નવાં પ્રકરણો ઉમેરાવવાની તક મળી તેથી મને તે બદલ કાયમી સંતોષ જ રહ્યો છે. મારા પિતાશ્રીની માંદગીના પત્રો ઘરથી આવતા. છેલ્લા પત્રમાં મારા ભાઈઓએ લખેલું કે તમને પિતાજી યાદ કરે છે ને આ વખતની માંદગી અમને વધારે આશા આપતી નથી. હું ચિંતાગ્રસ્ત બની ઘરભણી જવા ઊપડ્યો. પૂના સ્ટેશને પહોંચું તે પહેલાં રસ્તામાં જ તેમના સ્વર્ગવાસનો તાર મળ્યો. હું મારા ભત્રીજા હરજીવન ને ભત્રીજી મૃગાવતીને સાથે લઈ લીમલી પહોંચ્યો. છેલ્લા દિવસોમાં મને મળી લેવાની પિતાજીની ઇચ્છા ન સંતોષવાનું મને દુઃખ હતું. એ સિવાય મારા મન ઉપર દુઃખની વધારે ઊંડી છાયા હોવાનું યાદ નથી. હું ઘે૨ ૨-૪ દિવસથી વધારે ન રોકાયો. જેટલું રોકાયો તેમાં મારી સામે મુખ્ય પ્રશ્ન એ હતો કે, પિતાજીનું કારજ ક૨વામાં મારે સમ્મતિ આપવી કે નહિ. ભાઈઓની સ્થિતિ સારી હતી. તે વર્ષોમાં તે ઠીક-ઠીક કમાયેલા પણ ખરા. મારા મોટાભાઈનું વલણ કારજ કરવાનું નહિ, પણ નાના બંને ભાઈઓનું વલણ કારજ કરવા તરફ મજબૂત હતું. અને કુટુંબીઓ તેમજ કાકાઓ પણ એ જ મતના હતા. આવા દબાણથી મારા મોટાભાઈ ચૂપ રહેતા ને લોકનિંદાના ભયથી ડરતા પણ ખરા. મને એમાંનું કાંઈ સ્પર્શતું જ ન હતું. તેથી હું તો સૌને ચોખ્ખચોખ્ખું કહી દેતો કે આ રિવાજ છોડી જ દેવો જોઈએ. દલીલથી કે બીજી રીતે મારી સામે કોઈ બચાવ ન કરતા, પણ બધાને મારું વલણ અવ્યવહારુ તેમજ ફકીરિયું લાગતું. મારો નાનો ભાઈ ઠાકરશી મને બહુ જ માને અને પૂજે છે, પણ એ સુધ્ધાં મને કહે કે ભાઈ પૈસા તો આવે છે ને જાય છે. જે નસીબમાં લખ્યું હશે તે અન્યથા થતું જ નથી. એના નિયતિવાદને હું કોઈ પણ રીતે સમજાવી શકું તેમ મને ન લાગ્યું. છેવટે મેં ભાઈઓને કહ્યું કે ભલે કારજ કરજો, પણ ટૂંકમાં જ પતાવજો. વળી મોટું કારજ કરવું હોય તોપણ તમારી ઇચ્છા, પણ એક વાત ધ્યાનમાં રાખો કે અત્યારે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216