Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 188
________________ સાદડીમાં જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ - ૧૭૭ ચાલવાની રાહ જોતાં ઊભા રહ્યા. એમાંય એકાદ કલાક પસાર થયો, પણ હજી એક ગાડીનું પૈડું ચસક્યું નહિ. વળી પાછા ઢઢાજી વહાર આવ્યા. ત્યારે ગાડીઓ ચાલુ ક૨વી એમ તો ગાડીવાનોએ નક્કી કર્યું, પણ હવે રાહ જોવાતી પહેલાં કોઈ ગાડી ચલાવે એની. કોઈ પહેલાં ગાડી ચલાવવા રાજી ન હતું. દરેક પાછળ રહેવા ઇચ્છતો. ગાડીવાનોની આ જડતા દૂર કરવા તો ઢઢાજીને સોટી પણ ઉગામવી પડી, જોકે તે કોઈના ઉપર પડી નહિ. મેં ઢઢાજીને કહ્યું કે આવી ગાળો આપવી ને આટલા બધા ધમકાવવા એ બરાબર નથી. તેઓ કહે, પંડિતજી ! એમ કર્યા વિના લોકોમાં કામ થતું જ નથી. અમે છેવટે મોડે મોડે સાદડી પહોંચ્યા. બીજી બધી વ્યવસ્થા કરતાં વધારે સરસ વ્યવસ્થા જમવાની હતી. જાતજાતની સરસ તાજી મારવાડી મીઠાઈઓ ને બીજી વસ્તુઓએ બધો થાક ને બધો કંટાળો દૂર કર્યો. હું વિજયવલ્લભસૂરિને મળ્યો. મારા જવાથી તેઓ રાજી થયેલા દેખાયા. પહોંચ્યાને બીજે દિવસે ગયેલો, પહેલી વાર બિકાનેર સ્ટેટના સુજાનગઢમાં અને બીજી વાર મુંબઈમાં. તેથી મારે માટે આવો પ્રસંગ જરાય નવો ન હતો. પ્રમુખની વરણી, કાર્યપદ્ધતિ ને ચર્ચનીય વિષયો તેમ જ પાસ કરવાના ઠરાવો એ બધા વિષે મને કલ્પના હતી જ. હું જાણતો હતો કે આવાં અધિવેશનોમાં જવું મારા માટે સાવ નિરર્થક છે અને કાળયાપન માત્ર છે. છતાં હું ગયેલો તે બાબુ ડાલચંદજીના આગ્રહથી અને કાંઈક અંશે કુતૂહલ તેમજ વિજયવલ્લભસૂરિના અનુરોધથી. દરેક અધિવેશનમાં પહેલેથી સામાન્ય રીતે બનતું આવ્યું છે તેમ આ વખતે પણ પ્રમુખની વરણી થયેલી. કોમી સંસ્થાઓનાં અધિવેશનોમાં સર્વત્ર મોટે ભાગે પૈસા જ પ્રમુખસ્થાનની યોગ્યતાની કસોટી બને છે. આ અધિવેશનમાં હોશિયારપુર (પંજાબ)વાળા લાલા દોલતરામજી પ્રમુખ તરીકે પસંદ કરાયેલા. એમને હું પહેલેથી જ જાણતો. હોશિયારપુર તેમને ત્યાં ૧૫ દિવસ અતિથિ થયેલો. તેઓ વિ. સ. ૧૯૬૫માં બીજા બે મિત્રો સાથે કાશી અમારે ત્યાં આવી ઊતરેલા. તેમનામાં કોન્ફરન્સના પ્રમુખ થવાની કોઈ પણ વધારેમાં વધારે યોગ્યતા હોય તો તે એટલી જ હતી કે તે કોન્ફરન્સને કાંઈક આર્થિક મદદ કરે અને તેથીય વધારે યોગ્યતા તો એ હતી કે તેઓ વિજયવલ્લભસૂરિના ખાસ અનુયાયી હતા. સાદડીમાં જે અધિવેશન ભરાઈ રહેલ હતું તેના પ્રેરક માત્ર વિજયવલ્લભસૂરિ જ હતા. બુદ્ધિ, ચરિત્ર કે વ્યવસ્થાશક્તિની દૃષ્ટિએ, કોઈ પણ રીતે યોગ્ય ન હોવા છતાં જ્યારે લાલા દોલતરામજી પ્રમુખની ખુરશી ઉપર બેઠા ત્યારે જ હું અનેક આશ્ચર્યોમાં ડૂબી ગયો. મનમાં થયું કે અધિવેશનમાંથી બેસતાવેંત ઊઠી જવું તે કરતાં સ્વાગતાધ્યક્ષનું વ્યાખ્યાન સાંભળવા જેટલી ધીરજ રાખવી એ સારું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216