________________
પરીક્ષા અને મિથિલાના અનુભવો • ૯૧ કાંઈક સંબંધ હોય. એમ પણ હોય કે નાગની ઉપાસનાને કારણે નાગવંશ કહેવાયો હોય અને પાર્શ્વનાથ પણ એ જ વંશમાં થયા હોય. આ વસ્તુ વધારે ઔતિહાસિક શોધ માંગે છે. મિથિલાનું ભોજન
મિથિલા સદાને માટે છોડી, પણ ત્યાં ગાળેલ લગભગ એક વર્ષમાં જે અનુભવ થયો તે આગળ જતાં મને ધાર્મિક અને સામાજિક ઈતિહાસ સમજવામાં ભારે મદદગાર નીવડ્યો. મિથિલા સજળ અને ફળદ્રુપ પ્રદેશ છે. નાનાંનાનાં ગામો એટલાં એટલાં નજીક કે તે જોઈ, મને હેમચંદ્ર વ્યાકરણમાં આપેલ કુકકુરસમ્માલ્યાઃ રામા. ઉદાહરણની વાસ્તવિકતા પ્રતીત થઈ. એમાં આંબા, જાંબુડી, લીચી, કેળ વગેરેનાં વૃક્ષોની છાયા જ્યાં જુઓ ત્યાં પથરાયેલી છે. ત્યાંનો મુખ્ય પાક અને મુખ્ય ભોજન ચોખા. ચોખા પણ એટલા વિવિધ જાતના કે હું દુકાનોમાં ખરીદવા જાઉં ત્યારે એનાં નામ અને પ્રકારો જાણી વિસ્મય પામતો. મોંઘામાં મોંઘા અને સારામાં સારા ગણાતા ચોખા તે વખતે હું રૂપિયાના ૧૪ રતલ લાવતો. ભાત ખાવાના આવી પડેલ પ્રસંગ અને સ્વાદને લીધે ત્યાર બાદ ઘણાં વર્ષો લગી હું ભાતખાઉ બની ગયો. ગુજરાતમાં જમણનું કેન્દ્ર ઘી તો મિથિલામાં જમણનું કેન્દ્ર દહીં. એટલું દહીં ખાધું ?” એમ કોઈ શ્રાદ્ધભોજી બ્રાહ્મણને પૂછીએ તો બશેરથી ચાર શેર સુધી જણાવે. ત્યાંનું દહીં પણ અભુત. મેં એક વાર ગુરુજીને પૂછ્યું કે આટલું બધું મધુર અને ચીકણું દહીં થાય છે તેનું શું કારણ ? તેમણે કહ્યું કે શેર દૂધ કઢાઈને અઢી પાશેર રહે ત્યારે જ મેળવવામાં આવે છે. મિથિલા, બ્રાહ્મણપ્રધાન દેશ
મિથિલા બ્રાહ્મપ્રધાન દેશ છે. બીજા વર્ષો માત્ર બ્રાહ્મણની સેવા અર્થે રહ્યા હોય તેવા ભાસ થાય છે. બ્રાહ્મણો કટ્ટર સનાતની અને વિદ્યાધન. એવું કોઈ ગામડું નહિ હોય કે જ્યાં દશ ઘરની વસ્તીમાં પણ બે-ચાર નાના-મોટા વિદ્વાનો ન હોય. વ્યાકરણ, સાહિત્ય, ન્યાય, દર્શનો અને જ્યોતિષ એ પ્રાચ્ય વિદ્યાઓ ત્યાં ખૂબ સચવાયેલી છે. ને બંગાલની પેઠે ત્યાં તાંત્રિકોનું પણ આધિપત્ય છે. સનાતની કટ્ટરતા એવી કે મિથિલામાં સ્વામી દયાનંદે પણ જવાની હામ ન ભીડી. ખંડનમંડનનું તત્ત્વ છળ, જાતિ ને નિગ્રહસ્થાનોનું વિસ્તૃત નિરૂપણ કરનાર અક્ષપાદ ગૌતમના વંશજ મૈથિલોની પ્રકૃતિમાં વણાયેલું છે ને ઊંડો વિદ્યાભ્યાસ પણ એની વહારે આવે છે એટલે વૈદિક વિરુદ્ધ કોઈ મતવાદ ત્યાં ભાગ્યે જ સફળ નીવડે છે. આગળ ઉપરના ઐતિહાસિક અધ્યયનથી આ પરંપરાનું મૂળ વધારે સ્પષ્ટ થયું. બુદ્ધ-મહાવીરના સમયના કે કદાચ તેથીયે પહેલાંના સમયના વેદવિરોધી વિદ્વાનો મિથિલાના વૈદિક ધર્મ સામે ફાવ્યા ન હતા. આગળ જતાં મગધ અને મિથિલાનો પ્રદેશ બે વિરોધી છાવણીઓમાં વહેંચાઈ ગયો. નાલંદા, ઉદન્તપુરી કે વિક્રમશીલા આદિ બૌદ્ધ વિદ્યાપીઠોમાંથી કોઈ બૌદ્ધ વિદ્વાને વૈદિક દર્શનની મીમાંસા For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International