Book Title: Maru Jivanvrutt
Author(s): Sukhlal Sanghavi, Dalsukh Malvania
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 172
________________ પંચપ્રતિક્રમણ અને કૈલાસધામ સિકંદરાનો નિવાસ • ૧૬૧ જ લેખતો, પણ જ્યારે એમણે એ ફરમા જોતાંવેંત કહ્યું કે કાગળ ને છપામણી જોઈએ તેવાં નથી. તે લખાણ ને મેટર જેવાં જ હોય તો જ શોભે ત્યારે મને બહુ નવાઈ લાગી. વિચાર એ આવ્યો કે આ યુવક અને વ્યાપારી છતાં મુદ્રણકળા તેમ જ કાગળના ગુણદોષ, વિષે જેટલું જાણે છે તેટલું અમે કામ કરનાર પોતે પણ નથી જાણતા. આ વિચારથી મને કાંઈક આત્મગ્લાનિ તો થઈ, પણ જ્યારે તેમણે કહ્યું કે, આ બધા ફરમા રદ કરો. કાગળ પણ મળી શકે તેવા સારામાં સારા વાપરો ને પ્રેસ પણ ઉત્તમ જ શોધો. ખર્ચનો પ્રશ્ન આડે ન આવવો જોઈએ. માત્ર કામ ઉત્તમ જ થવું જોઈએ. એમના એ કથને થોડા ખર્ચમાં બને તેટલું સારું કામ કરવાનો અમારો વાણિયાશાહી ટૂંકી દૃષ્ટિનો ખ્યાલ દૂર કરી અમને નવી યોજનાના વિચાર તરફ પ્રેર્યા. હવે અમારી ચિંતાનો વિષય સરસ કાગળ ને સરસ છાપખાનું મેળવવાં એ બન્યો. આગ્રામાં આમાંનું કાંઈ મળે નહિ. છપાઈના ફરમા રદ તો થયા, પણ હવે આગળનું કામ ક્યાં અને કેવી રીતે પાર પાડવું એ જ પ્રશ્ન મનમાં ઘોળાવા લાગ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216