________________
કલિપત વસ્તુ કે અસત્ય ઘટનાઓથી દૂર રહેવા દરેક વખતે કાળજી રખાઈ છે. વાંચ્યું, જાણ્યું અને સાંભળ્યું. તે દરેકનો આમાં સંગ્રહ છે. સુજ્ઞ વાંચકો હંસવૃત્તિએ નીરિક્ષણ કરે.
આ ચરિત્રમાં ત્રુટિઓ રહે તે સંભવિત છે. કારણ મહાન પુરુષનું જીવન ચરિત્ર લખવાનું ગજા ઉપરાંતનું સાહસ મારા બાલ્યવયમાં સ્વીકાર્યું. ખામી ન રહે તેને માટે ઘણું જ તૈયારી રાખી અને પક્ષપાતથી દૂર રહી સત્ય સિદ્ધાંતને જાળવી રાખી કોઈની પણ લાગણી ન દુઃખાય તે ધ્યેય સન્મુખ રાખી સત્ય ઇતિહાસ પ્રગટ કર્યો છે.
પૂજ્યશ્રીના બે ત્રણ જીવન પ્રસંગે એવા આલેખાયા છે કે જેથી સાંપ્રદાયિક દષ્ટિએ ઘણાને પક્ષપાત લાગે પણ સત્ય ઈતિહાસ પ્રગટ કરતાં મારી કલમ બંધ ન રહી. તેમ છતાં સત્ય રજુ કરતાં કોઈને પણ મન દુ:ખ થાય તો દિલગીર.
માનવભવની વિશાળતા બતાવનાર સત્ય પ્રગટ કરતાં વંદનીય આત્માઓના વચનામૃતો ભેગા કરી જે વિચારો પ્રગટ કર્યા છે તે કોઈ પણ વ્યક્તિ કે સંપ્રદાય ઉપર કાંઈપણ સમજી લેવાની સંકુચિત માનસ ન રાખતાં વિશાળ દષ્ટિથી વાંચન કરવા નમ્ર અરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com