________________
જીવન ખલાસ કરતા હોય. તેવા પુરુષોના જીવન ચરિત્ર કદિ લખાતાં નથી.
અઘોર સંયમ, અડગ મનોવૃત્તિ, અટલ આત્મ સાધના અને અપાર સહનશિલતા ઈત્યાદિ અનેક સગુણે જીવનમાં આદર્શરૂપે જડી જનતા ઉપર અસાધારણ અસર ઉપજાવનાર, અનેક આત્માઓને અહિંસા ધર્મના પૂજક બનાવનાર, અનેકને સંસારના કીચડમાંથી બહાર કાઢવા સહાધ્યાઈ બનાવનાર પૂજ્ય ગુરુદેવશ્રી ૧૦૦૮ શ્રી કલ્યાણચંદ્રજીના જીવન પ્રસંગે અને તે આદર્શ પુરુષની જીવન ઘટનાઓ જેટલા પ્રમાણમાં મારી સન્મુખ આવી અને સપ્રમાણ મને મળી શકી, તે પ્રમાણે મૂળ સ્વરૂપમાં આ નાના પુસ્તકમાં નોંધી છે.
જગતમાં અનેક વિભૂતિઓ જમે છે અને આદર્શરૂપ બોધ લેવા લાયક જીવન જીવી સ્થળ દેહને છોડી ચાલ્યા જાય છે. પરંતુ તેમનું આદર્શ રૂપ શરીર કાયમ રહે છે.
જે ગુરુદેવનો પ્રબંધ લખવા હું તૈયાર થયે છું તે પૂજ્યશ્રી સામાન્ય ઓસવાળ કુટુંબમાં જન્મી શ્રીમતેની સગવડથી રહિત ઉછરી વૈરાગ્યના વેગમાં આવ્યા. ચારિત્રાવસ્થામાં આવ્યા પછી તેઓશ્રીના દેહને અનેક નમન કરી કૃતાર્થ થાતા. એ કર્મ જીવિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com