Book Title: Kalyanchandraji Maharajnu Jivan Charitra Author(s): Ratilal Yatishishya Publisher: Kalyanchandraji Jain Granthmala View full book textPage 9
________________ નવીન ચીનગારી પ્રગટતી, નવીન ઉત્સાહ ફેલાતો, અને ચારિત્રવાન મહર્ષિઓની છાયા તળે સમાજ સેવક, અનેક આંદલને હૃદયમાં ઉત્પન્ન કરી સમાજની મુંગી સેવા બજાવતા. જે મહાપુરુષોની હયાતી અનેક આંદોલન ઉત્પન્ન કરે છે, તે મહા પુરુષોની હયાતી બાદ તેઓશ્રીના જીવન ચરિત્ર પણ પ્રજાને આશીર્વાદ રૂપ નીવડે છે અને સમાજના જીવનને ઉન્નત બનાવવા મદદગાર નીવડે છે. આજકાલ અનેક પ્રકારના ચરિત્ર પ્રકાશમાં આવે છે. જેના વાંચનથી જીવનમાં અજ્ઞાનતા અને અંધશ્રદ્ધા ન પ્રવેશે તેજ ચરિત્ર આત્માને વિકાસ કરવા મદદરૂપ બની શકે. ચરિત્રોના વાંચનથી ચરિત્રનાયકનું જે ધ્યેય હોય તેની વાંચકગણ ઉપર અજબ છાપ પડે છે. આત્મજ્ઞાની પુરુષોના જીવન વાંચનથી આત્મજ્ઞાનને ખ્યાલ આવે. બ્રહ્મચારી પુરુષોના વાંચનથી બ્રહ્મચર્યના ગુણ અને રસને ખ્યાલ આવે, ટેકવાન પુરુષોના જીવન વાંચનથી પ્રતિજ્ઞાની મહત્તા સમજાય છે અને રાષ્ટ્રપ્રેમી મનુષ્યના જીવન વાંચનથી દેશપ્રેમને ખ્યાલ આવે છે. આથી મહાપુરુષોના જીવન ચરિત્રે આપણું જીવનને માર્ગ સરળ બનાવવા એક યંત્ર જેવું કામ કરે છે. જે જ્ઞાન અને અનુભવ બીજા ન આપી શકે તે મહાપુરુષોના જીવન ચરિત્રો આપી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 226