________________
Wા
6999
અર્ધશતાબ્દીની
રવમયી જ્ઞાનયાત્રા “જિનશાસનનાં ઝળહળતાં નક્ષત્રો એ શ્રી નંદલાલભાઈ દેવલુકની અર્ધશતાબ્દીની સંપાદનયાત્રાનું એક ઉત્તુંગ શિખર છે. કોઈ એક વ્યક્તિ ધર્મ પ્રત્યેની લગની સાથે એનાં મોતી લેવા માટે મરજીવાની માફક જ્ઞાન અને દર્શનના મહાસાગરમાં ડૂબકી લગાવે અને સાહસ કરીને એક એકથી ચડિયાતાં પાણીદાર મોતી લઈ આવે, એ રીતે શ્રી નંદલાલભાઈએ વિપુલ સામગ્રી ધરાવતા ગ્રંથોનું સર્જનસંપાદન કર્યું છે. એમના આ ગ્રંથોમાં ગોહિલવાડની અસ્મિતા (ભાગ ૧-૨), સૌરાષ્ટ્રની અસ્મિતા, બૃહદ્ ગુજરાતની
અસ્મિતા, ભારતીય અસ્મિતા, વિશ્વની અસ્મિતા (ભાગ ૧- પદ્મશ્રી ડૉ. કુમારપાળ દેસાઈ ( ૧ ૨) મળે છે. એમના દેશ-પ્રદેશની અસ્મિતા દર્શાવતા આ ગ્રંથોમાં એમણે વૈવિધ્યપૂર્ણ છે.
વિપુલ સાહિત્યસામગ્રી આપી છે. વિવિધ ક્ષેત્રોમાં આગવું પ્રદાન કરનારી ( પ્રતિભાઓનો પરિચય આપ્યો છે. એમની સદા આશ્ચર્ય પમાડતી બાબત તો જૈન ધર્મ પ્રત્યેની એમની અગાધ આસ્થા અને એ આસ્થાને પરિણામે એમણે એક પછી એક સર્જેલાં ગ્રંથો છે. એમના આ ગ્રંથોમાં “મહામણિ ચિંતામણિ શ્રી ગુરુ ગૌતમસ્વામી, શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી : શાસનદેવી પદ્માવતી માતા, યક્ષરાજશ્રી માણીભદ્રદેવ જેવા ગ્રંથો મળે છે, તો “શાસન પ્રભાવક શ્રમણ ભગવંતો (ભાગ ૧-૨), “વિશ્વ અજાયબી : જૈન શ્રમણ’ જેવા ગ્રંથોમાં માહિતીપૂર્ણ ચરિત્રો પ્રાપ્ત થાય છે. “આપણા શ્રેષ્ઠીવર્યો” અને “જૈન રત્ન ચિંતામણિ' જેવા ગ્રંથોમાં તેઓ વિષયને વ્યાપક રીતે આલેખીને પૂરતો ન્યાય આપે છે. પથપ્રદર્શક પ્રતિભાઓ', “સ્વપ્નશિલ્પીઓ' જેવા ગ્રંથોમાં જુદી જુદી તેજસ્વી પ્રતિભાઓનો અંતરંગ પરિચય આપ્યો છે. આવા એક એકથી ચડિયાતા છવ્વીસ દળદાર અને માહિતીપૂર્ણ ગ્રંથોમાં જુદા જુદા લેખકોએ લખેલા પુસ્તકોની સામગ્રી એમણે સંપાદન કરીને રજૂ કરી છે. તેઓ લેખક નથી, પણ સર્વગ્રાહી સંપાદક છે આથી સ્વાભાવિક રીતે એમનાં ગ્રંથોમાં એક જ કલમે લખાયેલા ચરિત્રોના આલેખનનું સાતત્ય જોવા ન મળે, પરંતુ એની
-
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org