________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વીપેાત્સવી અંક ]
જૈન ન્યાયના વિકાસ
:
[ ૧૭ ] રાજને ઘણું માન હતું. તે ભીમરાજાની સભામાં ‘કવીન્દ્ર ' અને વાદિચક્રવર્તી ’ તરીકે વિખ્યાત હતા અને મહાકવિ ધનપાલની પ્રેરણાથી ભાજરાજાની રાજસભામાં ગયા હતા. ભાજરાજાને પેાતાની સભા માટે અભિમાન હતું. તેણે શાન્તિસૂરિજીને શરતપૂર્વક કહ્યું હતું કે મારી સભાના એક એક વાદિની જીતમાં એક એક લક્ષ દ્રવ્ય આપીશ. શાન્તિસૂરિજીએ બધાં દર્શનના ચેારાશી વાદીઓને તેની સભામાં જીતી ૮૪ લક્ષ દ્રવ્ય ધમાર્ગમાં વપરાવ્યું હતું. અને ભાજરાજે તેમને ‘ વાદિવેતાલ ’ એવું બિરુદ આપ્યું હતું. તેમણે એક ધમ નામના પંડિતને પણ જીત્યા હતા અને દ્રવિડ દેશના એક અવ્યક્તવાદી અભિમત્ત પડિતને પરાજય આપી ગરીબ પશુ તુલ્ય કરી દીધા હતા.
.
તેઓની પાસે બત્રીશ શિષ્યા પ્રમાણુશાસ્ત્રને અભ્યાસ કરતા હત્તા. એકદા એક કઠિન વિષય ૧૬ દિવસ સુધી શિષ્યાને સમજાવતા છતાં જ્યારે કાઈ પણ શિષ્યને તે વિષય ન સમજાયેા ત્યારે તેમને દુઃખ થયું. તે સમયે વાદી દેવસૂરિના ગુરુ મુનિચંદ્રસૂરિ ત્યાં જઈ ચડયા હતા. અને તેમણે તે સર્વ વિષયનું વિવેચન અપ્રકટપણે ધ્યાન રાખી કહી આપ્યું હતું. તે સમયે શાન્તિસૂરિજીએ કહ્યુ હતુ કે તમે તેા રથી આચ્છાદિત રત્ન છે. હું વત્સ ! હે સરળમતિ ! મારી પાસે પ્રમાણુશાસ્ત્રના અભ્યાસ કર અને આ નશ્વર દેહને અહીં લાભ લઈ લે! ' પછીથી ટકશાળના પાછળના ભાગમાં તેમને રહેવાની સગવડ કરાવી છએ દર્શીનને અભ્યાસ કરાવ્યા હતા.
"
.
તેમની ન્યાય લખવાની શક્તિ અપૂર્વ હતી. તે વિષયમાં તેમની બનાવેલ ઉત્તરાધ્યયન બૃહત્કૃત્તિ ( પાઈયટીકા ) પુષ્ટિ આપે છે. ટૂંકમાં સચોટપણે લખવું એ એમની લેખન શૈલીની વિશિષ્ટતા છે. આ ટીકાને આધારે વાદિ દેવસૂરિજીએ સિદ્ધરાજની સભામાં દિગમ્બર્ વાદી કુમુચન્દ્રને પરાજય આપ્યા હતા. ‘જીવવિચારપ્રકરણ' અને ‘ચૈત્યવદનમહાભાષ્ય'ના કર્તા પણ આ જ શાન્તિસૂરિજી હરો કે ખીજા ? તે વિચારણીય છે. તેમના ગુરુનું નામ વિજયસિંહસૂરિજી છે.
૯ શ્રી જિનેશ્વરસૂરિજી
અષ્ટક
તેમને સમય ૧૦૮૨ થી ૧૦૯૫ ની આજુબાજુના છે, કારણ કે તેટલા સમયમાં બનાવેલ તેઓના ગ્રન્થા વિદ્યમાન છે. તે સમયે પાટણના તખ્ત પર દુ`ભરાજ રાજ્ય કરતા હતા. તેની સભામાં તેનું સારું માન હતું. તેઓએ શ્રી હરિભદ્રસૂરિજીના પ્રકરણ ’ઉપર વૃત્તિ રચી છે, જે અનેક ન્યાયવિચારાથી પૂર્ણ છે. તેમાં શુદ્ધ દેવ, મૂર્તિપૂજા, મુક્તિ વગેરે ઘણા વિષયા તર્ક દૃષ્ટિથી ચર્ચ્યા છે. અને ‘ પ્રમાણલક્ષણ ’ નામના ન્યાયગ્રન્થ સ્વાપનવૃત્તિ સહિત રચ્યું છે.
૧૦ શ્રી સુરાચાય જી
For Private And Personal Use Only
તેમનેા સત્તાસમય ૧૧ મી સદીને છેવટ ભાગ અને બારમી સદીની શરૂઆત છે. તેઓ શબ્દશાસ્ત્ર, પ્રમાણુશાસ્ત્ર તથા સાહિત્યશાસ્ત્ર વગેરેમાં નિપુણ હતા. પાતાની શક્તિ માટે તેમને માન હતું. તેમની પાસે અનેક શિષ્યા અભ્યાસ કરતા હતા. તેમના તાપ અપૂર્વ હતા, શિષ્યની ભૂલ થાય કે તરત જ માર પડતા. અને એમ થતાં હંમેશ એધામાં રાખવાની લાડાની એક દાંડી તૂટી જતી હતી. ગુરુમહારાજના મ` વચનથી ભોજરાજાની સભામાં