________________
૨૪ ]
जैन साहित्य संशोधक
[खंड ३
અર્થ:-- અ અક્ષર વિષ્ણુને વાચક કહેવાય છે, રેફ એટલે “ર અક્ષરમાં બ્રહ્માની સ્થિતિ છે અને હું અક્ષરમાં હર એટલે શિવ-મહાદેવને કહેવામાં આવે છે. એ પદની-શબ્દની અંતે જે આવી ચંદ્રકળા છે પરમપદની-સિદ્ધશિલાની સૂચક છે. આ રીતે અહૈ શાયદ વિષશુ આદિ લોકિક દેવને અભિધાયક હેવાથી સકળ આગમે એટલે સર્વ ધર્મના સિદ્ધાન્તને એ રહસ્યભૂત છે, એમ કહેવામાં આવે છે. આ સિવાય અહં એ પદને ઘણે મહિમા અને ઘણે ગૂઢાર્થ છે જે અહિં વિશેષ પ્રસંગ ન હોવાથી આપવાની આવશ્યક્તા નથી.
જે મનુષ્ય સંયમ અને શ્રદ્ધાપૂર્વક આ મંત્રપદને યોગ્ય રીતે જાપ કરે છે તેના સર્વ મનોરથ સફળ થાય છે.
પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર. એ મંત્રને શેડો ઘણે મહિમા તે સર્વ કઈ બાલ ગોપાલને પણ જ્ઞાત હવે જોઈએ. તીર્થકર અને ગણધર જેવા મહાગિઓ પણ એ મંત્રનો જાપ કરતા હોય છે. એના જાપથી મહાપાતકિઓના પાતક પણ ક્ષણભરમાં નષ્ટ થઈ જાય છે અને મહાન સંકટ પણ દૂર થઈ જાય છે. જે મનુષ્ય બીજા કશા એક પણ શબ્દને ન જાણી પ્રખર સંયમ અને દઢ શ્રદ્ધાપૂર્વક માત્ર આ જ મહામંત્રનો જાપ કરતો રહે છે તે સંસાર સાગરથી પાર થઈ શકે છે અને નિર્વાણપદે પહુંચી શકે છે. અહિક ફળની તે અહિં ગણત્રી જ શી હોઈ શકે. મંત્રશાસ્ત્રોમાં આ મહામંત્રના જાપ અને ધ્યાન વિષે ઘણું અદ્દભુત કહેવામાં આવ્યું છે અને તે શાસ્ત્રની રીતે એના જાપ અને ધ્યાન કરવાથી અનેક પ્રકારનાં અદભુત ફળની પ્રાપ્તિ કરી શકાય તેમ છે. હેમચંદ્રસૂરિ થોડાક જ કેમ આ મહામંત્રને આધ્યાત્મિક પ્રભાવ આ પ્રમાણે જણાવે છે.
तथा पुण्यतमं मन्त्रं जगत्रितयपावनम् । योगी पञ्चपरमेष्ठिनमस्कारं विचिन्तयेत् ॥ अष्टपत्रे सिताम्भोजे कर्णिकायां कृतस्थितिम् । आयं सताक्षरं मन्त्रं पवित्रं चिन्तयेत्ततः ॥ सिद्धादिचतुष्कं च दिपत्रेषु यथाक्रमम्। चूलापादचतुष्कं च विदिपत्रेषु चिन्तयेत् ॥ त्रिशुद्धया चिन्तयंस्तस्य शतमष्टोत्तरं मुनिः। भुजानोऽपि लभेतैव चतुर्थतपसः फलम् ॥ ....
Aho I Shrutgyanam