________________
વાડિલાલ–તું હમેશાં મોડું કરે છે, પહેલેથી જઇને આપણે ત્યાં ઘડી વાર રમીશું, પછી વખત થશે, એટલે પાઠશાળામાં જઈશું.
ગુલાબચંદ–ભાઈ વાડિવાલ ! વહેલા જઈને ત્યાં રમવું, એ મને પસંદ નથી. પાઠશાળા ઊઘડયા પહેલાં આપણે ત્યાં શામાટે જવું જોઈએ? આપણે વહેલા તૈયાર થઈએ તે ઘેર વાંચવું, અને જ્યારે વખત થાય, ત્યારે પાઠશાળામાં જવું જોઈએ,
વાડિલાલ–તું હમેશાં બરાબર પાઠશાળાના વખત પ્રમાણે.. આવે છે, તે મને તે પસંદ નથી. વળી તું અત્યાર સુધી જન્મે નથી. એ પણ કેવી વાત કહેવાય ?
ગુલાબચંદ–વાડિલાલ ! તું હમેશાં વહેલે શી રીતે તૈયાર થાય છે ? સવારે શું શું કામ કરે છે ? તે કહે.
વાડિલાલ–સવારે ઊઠી શરીરની બધી ક્રિયા કરી પછી . થોડીવાર વાંચીને તરત જમવા બેસું છું.
ગુલાબચંદ–વાડિલાલ ! તું દેહેરે પૂજા કરવા જાય છે
વાડિલાલલાઈ ગુલાબચંદ! મને પૂજા કરવાને વખત મળતું નથી, તેથી જઈ શકતું નથી. કેઈ કઈ વાર રજાને દિવિસે જાઉં છું. - ગુલાબચંદ–ત્યારે તારા કપાળમાં રેજ ચાંદલે તે હું જેઉં છું.
વાડિલાલ–હા, એ ચાંદલે તે હું ઘેર કરું છું. વળી કઈ વાર પૂજા કરવા ગયે હેલું, તે ત્યાં કરેલ ચાંદલે બે ત્રણ દિવસ સુધી પણ ભુંસાઈ જવા દેતું નથી, .. ગુલાબચંદ–ભાઈ વાડિલાલ આતો ઘણું દિલગીરીની વાત કહેવાય. તું શ્રાવકને છેક થઈ દેહેરે પુજા કરવા જાય નહીં, અને કઈ વાર, પૂજા કરી હોય, તેને વાસી ચાંદલે બે ત્રણ દિવસ સુધી રાખી મુકે, એ કેવી નઠારી વાત કહેવાય ?. આજ દિવસ
=