________________
(૨૨). પાઠ ૧૦ મે.
:
*
*
છ શત્રુઓ.
આપણા શરીરની અંદર કામ, કંધ, લેભ, માન, મદ અને હર્ષ એ છ શત્રુઓ છે. તેઓ અંદર રહી શત્રુના જેવું કામ કરે
છે, માટે તે ખરેખર શત્રુઓ કહેવાય છે. બીજાએ પરણેલી અર્થ- વા કુંવારી સ્ત્રી ઉપર નઠારી ઈચ્છા કરે, તથા પોતાની પરણેલી
સ્ત્રી ઉપર અતિ અભીલાષા ધરે તે કામ કહેવાય છે. વિચાર વગર = પિતાને અને બીજાને નાશ કરવાનું કારણ તે કોધ કહેવાય છે.
બીજાને પોતાનું ધન આપે નહિ, અને બીજાના ધનને કારણ વગર લે તે લોભ કહેવાય છે નઠારી હઠને તથા અહંકારને લઈ ગ્ય વચને માને નહિ, તે માન કહેવાય છે, બળ, ઠકુરાઈ, વિદ્યા અને
રૂપ વિગેરેથી મગરૂર થવાનું કારણ તે મદ કહેવાય છે. અને કા- રણ સિવાય બીજાને દુ:ખ ઉત્પન્ન કરવાથી અથવા જુગાર શીકાર
વિગેરે નઠારી ટેવથી મનમાં ખુશી થાય તે હર્ષ કહેવાય છે. આ અંદરના છે શત્રુઓને જે ત્યાગ કરે, તે ખરેખરે શ્રાવક છે. જે શ્રાવક હોય, તેમણે કેવા ગુણ રાખવા જોઈએ, તે ઉપર રાજસિંહ રાજાની કથા છે. ' '
પાટણ નગરમાં રાજસિંહ નામે એક રાજા હતા. તે શ્રાવક ધર્મને માનતો હતો, પણ તેનામાં શ્રાવકના ગુણ આવ્યા હતા. એક વખતે કઈ બાતમીદારે ખબર આપ્યા કે, તારી ઉપર તારા શત્રુઓ ચડી આવે છે, આ ખબર જાણતાં જ તેણે ચડાઈ કરી, અને થોડા દિવસમાં દુશ્મનને હરાવી તે પાછો તરત રાજધાનીમાં આ . તે વખતે ક્ષમાવિયા નામે એક સુનિ શહેરની પાસેની વા