________________
(૨૪)
આ અશાતા વેદનીય કર્મનું એક જાતનું સ્વરૂપ છે. પછી મુનિએ એક ચોથા શ્રાવકને બેલાવીને પુછ્યું, શ્રાવકજી! તને શું થાય છે?તે બેલ્યા મહારાજ! મને કેધ, માન, માયા, લેબ વિગેરે બહુજ પીડા કરે છે. અને જૈન ધર્મ ઉપર શ્રદ્ધા રહેતી નથી. હું કઈ કઈ વાર મિથ્યાત્વીના દેવને માનું છું. વળી કઈવાર મને ઘણો ગુસ્સો આવી જાય છે.. મુનિ બેલ્યા–ભાઈ કર્મચંદ્ર! જે આ મેહનીય કર્મનું સ્વરૂપ છે. પછી એક પાંચમા શ્રાવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે? તે બો –મહારાજ મારા શરીરમાંથી દુર્ગધ છુટયા કરે છે. મુનિ બોલ્યા-કર્મચદ્રા! આ નામ કર્મના ઘણા ભેદ છે. પણ તે માંહેલું આ એક સ્વરૂપ છે. તેને અપ્રતગંધ કહે છે. પછી છઠ્ઠા શ્રાવકને લાવીને પુછયું કે, તારામાં શું છે? તે બે —મહારાજ! હું શ્રાવકને ધર્મ માનું છું, પણ મારે જન્મ ભિક્ષુક કું. ળમાં છે, મુનિ બોલ્યા-કર્મચંદ્ર! જે આ ગોત્ર કર્મનું સ્વરૂપ છે. પછી મુનિએ સાતમા શ્રાવકને બોલાવીને પુછ્યું કે, તારામાં શું છે ? તે બોલ્ય, મહારાજ ! હું પૈસાદાર છું, તે છતાં કેઈને કાંઈ આપી શકતું નથી, સુની બોલ્યા, કર્મચંદ્ર! જે આ અંતરાય કર્મનું એક સ્વરૂપ છે અને તે દાનાંતરાય કહેવાય છે. પછી મુનિએ એક આઠમા શ્રાવકને લાવીને પુછયું કે તને શું છે તે
ભે, મહારાજ ! હું અને રામચંદ્ર સાથે એક દિવસે જમ્યા છીએ પણ એક જોશીએ મારું આયુષ્ય પચવીસ વર્ષનું કહ્યું છે અને રામચંદ્રનું પચાસ વર્ષનું કહ્યું છે. તેથી મને ખેદ થાય છે. ગુરૂ બાલ્યા જે, કર્મચંદ્ર ! આ લાંબા કાળ સુધી અને થોડી મુદત સુધી જે એક ભવમાં રેહવું તે આયુષ્કર્મ કહેવાય છે. આ પ્રમાણે મુનિએ પર્ષદામાંથા આઠ કમનું પ્રત્યક્ષ સ્વરૂપ બતાવ્યું, તે જાણી
-