________________
(૧૪૭) શું છે? તે મને બતાવ. જય છે , ભાઈ વિજય! અમારા શાસ્ત્ર માં દશ પ્રકારનું મિથ્યાત્વ કહેલું છે, તે બધું તને લાગુ પડે છે. વિજય છે, જે તું મારા ઉપર દશ પ્રકારનું મિથ્યાત્વ સાબીત
કરે તે હું મારું મિથ્યાત્વ છેડી દઉં અને તારે જૈન ધર્મ ગ્રહણ ન કરૂં. જય બોલ્ય, ભાઈ વિજય ! તું એક ચિત્તથી સાંભળજે. જીવ
હોય, તેને અજીવ કરી જાણ એ પહેલું મિથ્યાત્વ છે અને અજીવને જીવ કરી માનવે તે બીજું મિથ્યાત્વ છે. તે કાચા પાણીને જીવિવાળું છતાં અજીવ જાણે વાપરે છે, એ તારૂં મિથ્યાત્વ છે. ધમને અધર્મ કરી જાણ, એ ત્રીજું મિથ્યાત્વ છે અને અધર્મને ધર્મ કરી માનવે એ ચોથું મિથ્યાત્વ છે. વિજય ? તે ધર્મને અધમ અને અધર્મને ધર્મ કરી જાણે છે, માટે એ બંને મિથ્યાત્વ તારામાં છે. સાધુને અસાધુ જાણે અને અસાધુને સાધુ જાણે–એ પાંચમું અને છઠું મિથ્યાત્વ છે. વિજય ! તું તેવી જ રીતે જાણે છે, માટે તારામાં પાંચમું અને છઠું મિથ્યાત્વ રહેલું છે. ખરેખરા મોક્ષ માર્ગને અવળે માર્ગ જાણે અને વિષય સેવા રૂપ અવળા માને મેક્ષ જાણે તે સાતમું અને આઠમું મિથ્યાત્વ છે. વિજય! તું પણ
એવી જ રીતે નઠારા માર્ગને મેક્ષ મા માને છે અને અખરા મેક્ષ - માર્ગને નઠાર માર્ગ માને છે, માટે તારામાં એ બંને મિથ્યાત્વ રહેલાં
છે. પવન વિગેરે રૂપી પદાર્થને અરૂપી પદાર્થ કહે અને મોક્ષ વિગેરે
અરૂપી પદાર્થને રૂપી કહે તે નવમું અને દશમું મિથ્યાત્વ છે. વિજ" ય તું ! પણ તેવી રીતે માને છે, માટે એ દશે પ્રકારનાં મિથ્યાત્વ | તારામાંજ ઘટે છે, માટે હું તને ખરેખર મિથ્યાત્વી કહું છું.
જયનાં આવાં વચન સાંભળીને વિજયના મનમાં સારી અસર થઈ ગઈ. તરત તેણે જૈન ધર્મ સ્વીકાર્યો અને તે પ્રમાણે વર્તીને છેવટે તે એક સારા ગૃહસ્થ શ્રાવક થઈ પડે.
નામ