________________
(૬૮). ખરાબ કામમાં કદિ પ્રવૃત્તિ નહિ , સર્વ અપષ્યવ ભરણ પોષણે મ; સર્વ કામ માંહિ દીર્ધદષ્ટિ વાપરે, સુજૈન બંધુ તે ગ્રહસ્થ ધર્મ આચરે, શ્રવણ ધર્મનું કર દયા દિલે વહા, આઠ બુદ્ધિના ગુણે કરી સદા રહે; સુપક્ષપાત સદ્દગુણ તણે મુખે કહે, સુજૈન બંધું તે ગ્રહસ્થ ધર્મ આચરે.
૪
પાઠ ૩૩ મે.
દુરાગ્રહ રાખ નહિ.
ગૃહસ્થ શ્રાવકે કોઈ જાતને દુરાગ્રહ રાખવો ન જોઈએ,દુરાગ્રહ રાખવાથી ઘણું નુકસાન થાય છે. દુરાગ્રહને લઈને નીતિના માર્ગનું ઉલ્લઘન થાય છે. કેઈ કોઈ વાર તો દુરાગ્રહથી ફેગટની મેહનત થાય છે. પાણીમાં સામે પૂર જવાને દુરાગ્રહ રાખનારાં માંછલાંઓ ઘણું હેરાન થાય છે. કેટલીકવાર તે દુરાગ્રહથી પાપનાં કામ પણ થઈ જાય છે. સોમચંદ નામને એક શ્રાવક દુરાગ્રહને લઈને ઘણે દુઃખી થયે હતો,
શ્રી પુર નગરમાં સોમચંદ નામે એક શ્રાવક રહેતો હતો તેનામાં - બીજા કેટલાએક ગુણ હતા, પણ દુરાગ્રહ રાખવાને એક મોટે
૧ ભરણુ પિષણ કરવા યોગ્ય એવા કુટુંબ જ્ઞાતિ વગેરેનાં માણસો. ૨ લાંબી નજર